બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભારત રત્ન અટલજીના વિઝન સાથે આધુનિક AI ગવર્નન્સના સમન્વય મુદ્દે સ્પીપામાં યોજાયું વિશેષ વ્યાખ્યાન

અમદાવાદ / ભારત રત્ન અટલજીના વિઝન સાથે આધુનિક AI ગવર્નન્સના સમન્વય મુદ્દે સ્પીપામાં યોજાયું વિશેષ વ્યાખ્યાન

Vishal Khamar

Last Updated: 08:35 PM, 6 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેકનોલોજીકલ ક્રાંતિના પ્રણેતા ભારતરત્ન અટલજીના વિઝન સાથે આધુનિક AI ગવર્નન્સના સમન્વય અંગે સ્પીપામાં વિશેષ વ્યાખ્યાન યોજાયું

સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ‘અટલ વ્યાખ્યાનમાળા’ના પાંચમા સંસ્કરણનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. પી. એમ. અનવરથમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સુશાસન વચ્ચેના અતૂટ સંબંધ પર વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું, જેમાં તેમણે ટેકનોલોજીના માધ્યમથી પારદર્શક વહીવટ અને ભવિષ્યના પડકારો અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વ્યાખ્યાન દરમિયાન અટલજી દ્વારા વર્ષ 1998માં આઈટી ક્રાંતિ માટે તૈયાર કરવામાં આવેલા પાંચ સ્તંભો જેવા કે આઈટી ટાસ્ક ફોર્સ, ટેલિકોમ પોલિસી અને આઈટી એક્ટને યાદ કરી, આજના સમયમાં AI ગવર્નન્સના સાત સૂત્રો સાથે તેની સમાંતર સરખામણી કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં જ્યારે ભારત ‘જય વિજ્ઞાન’ થી ‘જય અનુસંધાન’ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ‘જય સોવરિન AI’ ના મંત્ર સાથે ટેકનોલોજીના માધ્યમથી અંત્યોદય સુધી પહોંચવાના વિઝન પર ચર્ચા કરવામાં આવી હતી.

વ્યાખ્યાનમાં AI ગવર્નન્સ માટે RBI અને MeitY દ્વારા સૂચિત સાત સૂત્રો—વિશ્વાસ, પ્રાધાન્યતા, નવીનતા, સમાનતા, જવાબદારી, પારદર્શિતા અને ટકાઉપણું—પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. AI ના અમલીકરણમાં આવતા પડકારો જેવા કે ઉત્તરદાયિત્વનો અભાવ, પક્ષપાતનું જોખમ અને સાર્વભૌમત્વના પ્રશ્નો અંગે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

ડૉ. પી. એમ. અનવરથમે ‘MMM’ (Understand, Enable, Innovate) ફ્રેમવર્ક દ્વારા સમજાવ્યું હતું કે ટેકનોલોજીને નિયંત્રિત કરવાને બદલે પહેલા તેને સમજવી અને પ્રોત્સાહન આપવું જરૂરી છે. અટલજીની વિચારધારા મુજબ ટેકનોલોજીનો ઉપયોગ ભૂખ, ડર અને નિરક્ષરતા મુક્ત ભારત બનાવવા માટે થવો જોઈએ તે વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ઓડિટ, નિર્માણ અને પ્રતિસાદ (Feedback) ના માધ્યમથી આધુનિક ગવર્નન્સને વધુ સક્ષમ બનાવવાની હાકલ કરવામાં આવી હતી.

આ વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા ડૉ. પી. એમ. અનવરથમ ભારતીય વાયુસેનાની ટેકનિકલ શાખામાં 18 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ વ્યુહાત્મક શાસન, શિક્ષણ અને AI એથિક્સના નિષ્ણાત હોવાની સાથે ગુજરાત સરકારની પ્રથમ આઈટી નીતિ ઘડવામાં પાયાનું યોગદાન આપી ચૂક્યા છે. નૈતિક AI અને રોબોટિક્સ ક્ષેત્રે તેમનું કાર્ય વૈશ્વિક સ્તરે સ્વીકૃત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્પીપાના ડાયરેક્ટ જનરલ હારિત શુક્લા અને ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સી.સી. કોટકના માર્ગદર્શન હેઠળ આ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદમાં આપઘાતના બે બનાવ, વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ, વૃદ્ધે બીમારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું

આ પ્રસંગે સ્પીપાના જોઇન્ટ ડાયરેક્ટર (રેવન્યુ) એ.એ. ડોડિયા, સંયુક્ત નિયામક(સ્ટડી) દિગ્વિજયસિંહ જોગીયા, નોલેજ મેનેજર ઋતા ભટ્ટ, નાયબ નિયામક હાર્દિક પ્રજાપતિ તથા સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ, તાલીમાર્થીઓ સહિત શિક્ષણ જગતના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વ્યાખ્યાનનો લાભ લીધો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad SPIPA Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ