બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં આપઘાતના બે બનાવ, વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ, વૃદ્ધે બીમારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું

દુઃખદ / અમદાવાદમાં આપઘાતના બે બનાવ, વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ, વૃદ્ધે બીમારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું

Vishal Khamar

Last Updated: 08:23 PM, 6 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં એક જ દિવસમાં બે આપઘાતના બનાવ બનવા પામ્યા છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ અને શેલા વિસ્તારમાં વૃદ્ધે બીમારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું છે.

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં સાંજના સુમારે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની દુઃખદ ઘટના બનવા પામી હતી. NSS કેમ્પમાં આવેલ મહેશ્વરી ખાચર (ઉ.વર્ષ.21) વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા યુનિવર્સિટી કેમ્પસમાં સોંપો પડી જવા પામ્યો હતો. બનાવની જાણ થતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીનીએ ક્યાં કારણથી આપઘાત કર્યો તેની તપાસ પોલીસે શરૂ કરી છે.

વિદ્યાર્થીની એલ.ડી. આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતી હતી

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ અમદાવાદના રાણીપ ખાતે રહેતી અને મૂળ બોટાદની વતની મહેશ્વરી ખાચર (ઉ.વર્ષ.21) એલ.ડી. આર્ટ્સ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેમજ NSS નો કેમ્પ ચાલી રહ્યો હોઈ વિદ્યાર્થીની ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. તેમજ વિદ્યાર્થીનીનું NSS માં કામ સારૂ હોઈ તેને સિનિયર વોલેન્ટિર બનાવવામાં આવી હતી.

વિદ્યાર્થીની NSS ના કાર્યક્રમમાં સવારથી હાજર હતી

વિદ્યાર્થીની ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્રમમાં સવારથી હાજર હતી. તેમજ સાંજે NSS ના કાર્યક્રમમાં કોલકાતાથી આવનાર મહેમાનોને લેવા જવાની હતી. ગુજરાત યુનિવર્સિટીના હોલથી વિદ્યાર્થીની બપોરના નીકળી ગઈ હતી. પરંતું તે પરત ન આવતા પ્રોફેસર દ્વારા અન્ય વિદ્યાર્થીનીની મહેશ્વરીને બોલાવવા મોકલી હતી.

FSL અને પોલીસે તપાસ શરૂ કરી

વિદ્યાર્થીનીની મિત્ર ગેસ્ટ હાઉસ પહોંચી ત્યારે તેણે બારી પાસે મહેશ્વરી ખાચરને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા ચોંકી ઉઠી હતી. જે બાદ તેણે અન્ય વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરને આ બાબતે જાણ કરી હતી. જે બાદ યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો. તેમજ પોલીસ દ્વારા એફએસએલ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ પોલીસે ફરિયાદ ન લેતા મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ, મામલો પ્રેમ પ્રકરણનો!

મૃતક લાંબા સમયથી બીમારીથી પીડાતા હોવાનો ખુલાસો

બીજા બનાવમાં અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા ટાવર પરથી આધેડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. શેલામાં આવેલા સન એટમોસ્ફિયર સોસાયટીના 13 મા માળેથી આધેડે આપઘાત કરી લીધો હતી.મૃતક નિલેશ મહેતા (ઉ.વર્ષ.49) લાંબા સમયથી બીમારીથી પીડાતા હોવાનો ખુલાસો થયો છે. બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat University Ahmedabad 108 Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ