બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / Want to secretly view someone's Instagram story without the other person knowing? Know this trick
ADVERTISEMENT
ઈન્ટરનેટ આવ્યા પછી સોશિયલ મીડિયા પર અનેક એપ્સનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. આજે આપણા બધાના ફોનમાં કેટલીક કોમન સોશિયલ મીડિયા એપ્સ ચોક્કસપણે જોવા મળશે. જેમ કે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp, Instagram, Facebook વગેરેનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર હાલમાં 1 બિલિયનથી વધુ સક્રિય યુઝર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર લોકો તેમના ફોટા, વિડિયો, રીલ વગેરે શેર કરી શકે છે અને એ સાથે જ આ એપ પર લોકો તેમની રોજીંદી ગતિવિધિઓને સ્ટોરી કે સ્ટેટસના રૂપમાં પણ શેર કરે છે. આ સિવાય ટેક્સ્ટ ક્વોટ હોય કે કોઈની સાથે લંચ ડેટ હોય, લોકો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમની તસવીરો અથવા વીડિયો શેર કરે છે.

ADVERTISEMENT
પણ જ્યારે તમે કોઈની સ્ટોરી જુઓ તો સામે વાળાને ખબર પડી જાય છે કે કેટલા લોકોએ તેની સ્ટોરી જોઈ છે. ઘણા લોકોને એ પસંદ નથી હોતું, ઘણા લોકો ચોરી-છૂપી રીતે બીજી વ્યક્તિની સ્ટોરી જોવા માંગે છે પણ એ કેમ કરવું તે સમજાતું ન હોય. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ વ્યક્તિની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને તેને ખબર પડે એ રીતે જોઈ શકો છો.
આપણે બધાને ખબર છે કે ઈન્સ્ટાગ્રામ પર કોઈ વ્યક્તિ સ્ટોરી શેર કરતાની સાથે જ તેના ફોટાની આસપાસ એક વર્તુળ દેખાય છે. જ્યારે અન્ય લોકો તેમની સ્ટોરી જુએ છે ત્યારે તેઓ 'વ્યૂડ બાય' લિસ્ટમાં તમારું નામ જોશે. એટલે કે, તેને પોસ્ટ કરનાર વ્યક્તિને ખબર પડે છે કે તેની સ્ટોરી કોણે જોઈ છે પણ જો તમે નથી ઈચ્છતા કે સામેની વ્યક્તિને ખબર પડે કે તમે તેમની સ્ટોરી જોઈ છે, તો એ માટે આ રીતે અપનાવી જુઓ..
ADVERTISEMENT
એરપ્લેન મોડ
આ એક સૌથી સરળ રીત છે. પહેલા Instagram ખોલો અને વાર્તા અથવા ફીડ લોડ થવા દો અને ફીડ લોડ થઈ જાય એ પછી મોબાઇલ ફોનને એરપ્લેન મોડમાં મૂકો અને લગભગ 5 સેકન્ડ રાહ જુઓ. પછી ફરીથી Instagram ખોલો અને તમે જેની સ્ટોરી જોવા માંગો છો તેના પર ટેપ કરો. આમ કરવાથી સ્ટોરી ખુલી જશે અને વ્યૂડ બાય લિસ્ટમાં પણ તમારું નામ વ્યક્તિને દેખાશે નહીં.

ADVERTISEMENT
એકસ્ટ્રા એકાઉન્ટ
જો તમે કોઈ એવી વ્યક્તિની સ્ટોરી જોવા માંગો છો કે જેનું એકાઉન્ટ ઓપન છે પણ તમારું નામ અથવા પ્રોફાઇલ દર્શકોની સૂચિમાં દેખાય નહીં, તો તમે એકસ્ટ્રા એટલે કે બીજા એકાઉન્ટ દ્વારા આ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ લોકોને એક કરતાં વધુ એકાઉન્ટ બનાવવાની મંજૂરી આપે છે અને આની મદદથી તમે બીજા વ્યક્તિની સ્ટોરી જોઈ શકો છો.
આ સિવાય ઘણી થર્ડ પાર્ટી એપ્સ અથવા વેબસાઇટ્સ છે જે તમને આ સુવિધા આપે છે પણ આમ કરવાથી તમારી પ્રાઈવસીમાં ખલેલ પડી શકે છે. તેથી થર્ડ પાર્ટી એપ્સ અને વેબસાઇટ્સથી દૂર રહેવાનો પ્રયાસ કરો જે સુરક્ષિત નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.