બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / VTV EXCLUSIVE story on big leaders elected for 7 to 8 terms in Gujarat

VTV EXCLUSIVE / ગુજરાતનાં આ નેતાઓ 'અંગદના પગ' સમાન, ભલભલા દિગ્ગજો પણ તેમનું પત્તું હલાવી શક્યા નથી

Dhruv

Last Updated: 04:49 PM, 17 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની ચૂંટણીમાં કેટલાક દિગ્ગજ નેતાઓનો એવો દબદબો રહ્યો છે કે જેઓને સતત 7થી 8 ટર્મ સુધી કોઇ જ હલાવી નથી શક્યું.

  • ગુજરાતની ચૂંટણીમાં આ દિગ્ગજ નેતાઓનો રહ્યો છે ભારે દબદબો
  • આ નેતાઓને સતત 7થી 8 ટર્મ સુધી કોઇ જ હલાવી નથી શક્યું
  • પબુભા માણેક, યોગેશ પટેલ, કુંવરજી બાવળિયાનો રહ્યો છે ભારે દબદબો

ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાની ચૂંટણી અને 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાની ચૂંટણી યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. ત્યારે ચૂંટણીમાં રાજકીય પક્ષો (ભાજપ-કોંગ્રેસ) એ જાહેર કરેલા કેટલાક ઉમેદવારો એવાં છે કે જેઓનો 30 વર્ષ સુધી ગુજરાતમાં દબદબો રહ્યો છે. જેમાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના દિગ્ગજ નેતાઓએ સત્તા જમાવી રાખી જે-તે બેઠક પર પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું હતું.

આ દિગ્ગજ નેતાઓમાં પબુભા માણેક, યોગેશ પટેલ, કુંવરજી બાવળિયા, મોહન કુંડારિયા, સ્વ. વિઠ્ઠલ રાદડિયા અને અશોક ભટ્ટનો સમાવેશ થાય છે. જેઓની બેઠક પ્રમાણે જો વિગતે વાત કરીએ તો દ્વારકા વિધાનસભા બેઠક પરથી પબુભા માણેક, જસદણ બેઠક પરના કુંવરજી બાવળિયા, દસક્રોઇ બેઠકના બાબુ જમનાદાસ પટેલ અને ધોરાજીથી વિઠ્ઠલ રાદડિયા કે જેઓએ આ બેઠક પર સૌથી વધારે રાજ કર્યું છે. ત્યારે જે-તે બેઠક પર આ તમામ ઉમેદવારોનું કેવો દબદબો રહ્યો છે તે નીચે મુજબ જોઇશું...

દ્વારકા વિધાનસભા બેઠક

છેલ્લી 7 ટર્મથી આ બેઠક પરથી પબુભા માણેકને કોઈ નથી હરાવી શક્યું

દ્વારકા વિધાનસભા બેઠકને ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર પબુભા માણેકનો દબદબો રહ્યો છે. કારણ કે તેઓને છેલ્લી 7 ટર્મથી કોઈ હરાવી શક્યું નથી. દ્વારકા વિધાનસભા બેઠક ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવે છે. દ્વારકા વિધાનસભા બેઠકને ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે અને 2002, 2007, 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક ભાજપના ઉમેદવારે જીતી હતી. ભાજપની ટિકિટ પર પબુભા વિરમભા માણેક ધારાસભ્ય છે. જ્યારે 2002 પહેલાની ચૂંટણીમાં પણ આ વિધાનસભા બેઠક પર પબુભા માણેકનો દબદબો હતો. આ બેઠક પર પબુભા માણેક 1990થી આજ સુધી જીતતા આવે છે. દ્વારકા બેઠકની વાત કરીએ તો અહીં પક્ષ કરતાં વ્યક્તિનું પ્રભુત્વ વધુ દેખાય છે. પબુભા માણેક એક એવા નેતા છે કે જેઓ પાર્ટીના બેનર વગર અને બેનર સાથે વિજયી થયેલા છે.  તેઓ અપક્ષ તરીકે પણ જીત્યા છે.

7 ટર્મથી પબુભા માણેક ચૂંટણી નથી હાર્યા
ગુજરાતના ચૂંટણી જંગમાં આ વખતે પણ ભાજપે પબુભા વિરમભા માણેકને ઉમેદવાર બનાવ્યા છે. જો કે, માનવામાં આવી રહ્યું છે કે આ વખતે આમ આદમી પાર્ટીના મેદાનમાં ઉતરવાથી અહીં હરીફાઈ થઈ શકે છે. 2017ની ચૂંટણીમાં પબુભા માણેકે કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરૈયાને હરાવ્યા હતા. પબુભાને 73431 મત મળ્યા હતા, તેમની સામે કોંગ્રેસના ઉમેદવારને 67692 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારની આ બેઠક પર 5739 મતોથી હાર થઇ હતી. 2017માં થયેલી ચૂંટણીમાં ભાજપના નેતા પબુભા માણેક ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગત વિધાનભાની ચૂંટણીમાં એક ડઝનથી વધુ ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ માત્ર ભાજપના ઉમેદવારનો જ વિજય થયો હતો. છેલ્લી 7 ટર્મથી પબુભા માણેકને કોઈ હરાવી શક્યું નથી.

15 વર્ષથી ભાજપના કબજામાં દ્વારકા સીટ
પબુભા વિરમભા માણેક પ્રથમ વખત 1990માં ચૂંટણી લડ્યા હતા અને ત્યારથી તેઓ ક્યારેય ચૂંટણી હાર્યા નથી. ભાજપનો દ્વારકા સીટ પર છેલ્લા 15 વર્ષોથી કબજો છે, જ્યારે પબુભા માણેકનો વર્ષ 1990થી કબજો છે.

માંજલપુર વિધાનસભા બેઠક

સતત 7 ટર્મ સુધી યોગેશ પટેલ વિધાનસભા ચૂંટણી જીતતા આવ્યા

વડોદરાની માંજલપુર બેઠકને લઇને ભાજપમાં બરાબરનું કોકડું ગૂંચવાયું હતું. ત્યારે અંતે આજે ભાજપે માંજલપુર બેઠક પરથી યોગેશ પટેલના નામ પર અંતિમ મહોર મારી દીધી છે. ત્યારે તમને જણાવી દઇએ કે, યોગેશ પટેલ કે જેઓ 1990થી લઈને 2017 સુધી સતત 7 ટર્મ સુધી વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા છે. 1990માં તેઓ રાવપુરા બેઠક પરથી પ્રથમ વાર જનતા દળમાંથી લડ્યા હતા અને તેઓ પહેલી વાર ધારાસભ્ય બન્યા. જોકે 1995થી 2017 સુધી તેઓ ભાજપમાંથી લડીને જીતતા જ આવ્યા છે. શરૂઆતમાં તેઓ રાવપુરા બેઠક પરથી લડતા હતા. જોકે માંજલપુર બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ તેઓ માંજલપુર બેઠક પરથી જીતવા લાગ્યા.

છેલ્લે 2017માં માંજલપુર બેઠક પરથી તેઓ 56,362 મતથી જીત્યા હતા અને આ વખતે ફરીવાર છેલ્લી વખત તેઓએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે તેમની ઉંમર 76 વર્ષની હોવાથી તેમની ટિકિટ કપાવાની નક્કી હતી. પરંતુ તેમની જીદના કારણે ભાજપે તેઓને રિપીટ કરવા પડ્યા અને ભાજપે બધા જ નિયમો નેવે મૂકી 76 વર્ષના ઉમેદવારને ટિકિટ આપી.

જસદણ વિધાનસભા બેઠક

આ બેઠક પરથી કુંવરજી બાવળિયા પાંચ વખત કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા

રાજકોટની જસદણ એક માત્ર બેઠક એવી છે કે જેને  કોંગ્રેસનો કિલ્લો માનવામાં આવે છે. કારણ કે વર્ષ 1995થી 2017 સુધી અહીં સતત પંજાની પક્કડ રહી હતી. આ બેઠક પર 
જસદણ બેઠકનો પર્યાય બની ગયેલા કુંવરજી બાવળિયા કે જેઓ અહીંયા પાંચ વખત કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે. તેઓ અહીં પ્રથમ વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. 1985માં કુંવરજી બાવળિયા સૌપ્રથમ જનતા દળમાંથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ પ્રથમ જ ચૂંટણીમાં તેમણે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. 1990ની વિધાનસભા ચૂંટણીમાં પણ કુંવરજીએ સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો હતો.

પરંતુ 1995ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને તેઓ જીતી ગયા. તો 2009ની લોકસભા ચૂંટણીમાં કુંવરજીએ ભાજપનો ગઢ ગણાતી રાજકોટ બેઠક આંચકી લેતા કોંગ્રેસમાં તેમનું કદ વધુ મોટું થયું હતું. 2012ની ચૂંટણીમાં ભોળાભાઇ ગોહિલ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. જો કે 2014માં કુંવરજી બાવળિયા લોકસભા હારી જતા તેઓ ફરી વિધાનસભા લડશે તેવા ડરથી ભોળાભાઇએ કોંગ્રેસ છોડી દીધી હતી. કુંવરજીએ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ટિકીટ મેળવી અને જસદણ વિધાનસભા જીતી ગયા હતા. પરંતુ વર્ષ 2018માં કુંવરજી બાવળીયાએ કોંગ્રેસ છોડી કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો.

  • 1995 કુંવરજી બાવળિયા (કોંગ્રેસ)
  • 1998 કુંવરજી બાવળિયા (કોંગ્રેસ)
  • 2002 કુંવરજી બાવળિયા (કોંગ્રેસ)
  • 2007 કુંવરજી બાવળિયા (કોંગ્રેસ)
  • 2012 ભોલાભાઇ ગોહેલ (કોંગ્રેસ)
  • 2017 કુંવરજી બાવળિયા (કોંગ્રેસ)
  • 2018 (પેટા ચૂંટણી) કુંવરજી બાવળિયા ( ભાજપ )

ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળીયા પાછલી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા બની પક્ષપલટો કરી ભાજપમાં પ્રવેશ કરી ફરી ભાજપમાંથી પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. ત્યારે આ વખતની ચૂંટણીમાં રાજકોટ જિલ્લાના એપી સેન્ટર કહેવાતી જસદણ વિધાનસભા બેઠક પર કુંવરજી બાવળિયાને ભાજપમાંથી ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. જો કે આ વખતે ત્રિપાંખિયા જંગ વચ્ચે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને ઉમેદવાર જાહેર કરતા આ વખતની ચૂંટણી રસાકસી ભરી જોવા મળશે.

ભાવનગર (ગ્રામીણ) - પરસોતમ સોલંકી

પરસોતમ સોલંકી સતત 1998થી અત્યાર સુધી ભાજપની ટિકિટ પર જીતતા આવ્યા છે

ભાજપે જાહેર કરેલા કેટલાક નામ એવા પણ છે કે જેઓ છેલ્લાં ઘણા વર્ષથી સફળતાપૂર્વક ટિકિટ મેળવીને ચૂંટણી જીતી રહ્યાં છે. તેઓના નામ આ યાદીમાંથી 'નો રિપીટ' ની થિયરીમાંથી પણ દૂર કરી શકાતા નથી. જેમાં સૌથી પહેલા નામ આવે છે કોળી સમાજના મજબૂત નેતા પરસોતમ સોલંકી અને તેમના ભાઈ હીરા સોલંકીનું. ભાજપે સોલંકી બ્રધર્સને ભાવનગર ગ્રામ્ય અને રાજુલા બેઠક પરથી ટિકિટ આપી છે. આ વખતે સતત છઠ્ઠી વખત સોલંકી બ્રધર્સ એકસાથે ચૂંટણી લડશે. પરસોતમ સોલંકી ભાવનગર, અમરેલી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના કોળી પ્રભુત્વવાળા વિસ્તારોના મતો પર સારી પક્કડ ધરાવતા નેતા છે. હીરા સોલંકી કે જેઓ ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં રાજુલા બેઠક પરથી હાર્યા હોવા છતાં તેઓને ફરી એક વખત ભાજપે એ જ બેઠક પરથી ટિકિટ આપી છે.

પરસોતમ સોલંકી (Parasottam Solanki) કે જેઓ ગુજરાતની રાજનીતિના એક કદાવર નેતા કહી શકાય. તેઓ ભાવનગર ગ્રામીણમાંથી ભાજપના વિધાનસભા સીટના ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી ચૂક્યા છે. ભાજપે 1998ની ચૂંટણીમાં પરસોતમ સોલંકીને ઘોઘા બેઠક પરથી ટિકિટ આપી હતી અને તેઓ સરળતાથી જીતી ગયા હતા. ત્યાર બાદ તેઓ 2002 અને 2007માં પણ ઘોઘાથી જીત્યા. નવા સીમાંકનના કારણે 2012માં ઘોઘા બેઠક નાબૂદ થતાં પરસોતમ સોલંકી ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી લડ્યા. તો કોંગ્રેસે ક્ષત્રિય સમાજના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં શક્તિસિંહને પરસોતમ સોલંકીને હરાવ્યા હતા. પરસોતમ સોલંકી સતત 1998થી અત્યાર સુધી ભાજપની ટિકિટ પર જીતતા આવ્યા છે. સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર કોળી સમાજ, પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે.  આ બેઠક પર કુલ 2,58,467 મતદારો છે.

સૌથી વધુ કોળી વોટરવાળી આ બેઠક પરથી પરસોતમ સોલંકી ત્રણ વારથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યાં છે. ત્યારે પરસોતમ સોલંકી અને તેમના ભાઈ હીરા સોલંકી આ બંને ભાઇઓ આ વખતે સતત છઠ્ઠીવાર વિધાનસભા ચૂંટણી એકસાથે લડશે. જેઓને ભાવનગર ગ્રામ્ય અને રાજુલા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

ટંકારા વિધાનસભા બેઠક

આ બેઠક પર BJP ધારાસભ્ય મોહન કુંડારિયાનો 1995થી લઇને 2014 સુધી દબદબો જોવા મળ્યો

ટંકારા બેઠક કે જે ભાજપનો ગઢ ગણાય છે. આ બેઠક પર 1962થી લઈને 2017 સુધી 13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપે 6 વખત અને કોંગ્રેસે 5 વખત જીત મેળવી છે. 2017ની ચૂંટણી ઉપરાંત કોંગ્રેસે 1962 અને ત્યાર બાદ 1972થી 1980 વચ્ચે યોજાયેલ ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. 1990ની વિધાનસભાની ચૂંટણીને જો બાદ કરી નાખવામાં આવે તો પહેલા આ બેઠક કોંગ્રેસનો ગઢ કહેવાતી. બાદમાં અઢી દાયકાથી વધુ સમયથી ટંકારા વિધાનસભા બેઠક પર ભાજપનું વર્ચસ્વ જામેલું છે. આ બેઠક પર ભાજપના એક ધારાસભ્ય કે જેઓનું નામ મોહન કુંડારિયા છે. તેઓ સતત પાંચ વખત ચૂંટણી જીતીને આ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. 1995થી લઇને 2014 સુધી આ બેઠક પર મોહન કુંડારિયાનો દબદબો જોવા મળ્યો છે. એટલે કે 19 વર્ષ સુધી આ બેઠક પર ભાજપ નેતા મોહન કુંડારિયાનો દબદબો જોવા મળ્યો છે. જોકે ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર છેલ્લી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર ભાજપનો પરાજય થયો હતો.

જુઓ 2017નું ટંકારા બેઠકનું પરિણામ
શાસક પક્ષ ભાજપનો પરંપરાગત ગઢ માનવામાં આવે છે ટંકારા. કેમ કે આ બેઠક પર 1990થી 2012 સુધી ભાજપ જ જીતતું આવ્યું છે. પરંતુ 2017ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપને નુકસાન વેઠવાનો વારો આવ્યો. 2017 માં કોંગ્રેસના લલિત કગથરાએ ભાજપના રાઘવજી ગડારાને 29,770 મતથી પરાજય આપ્યો.

ધોરાજી વિધાનસભા બેઠક

આ બેઠક પરથી સ્વ. વિઠ્ઠલ રાદડિયા છ વખત ધારાસભ્ય રહી ચૂક્યાં છે

ધોરાજી વિધાનસભા બેઠક પર સૌ પ્રથમ વખત વર્ષ 1962માં ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પર 1961થી 1980 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો જ્યારે વર્ષ 1990થી 2009 સુધી ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો હતો.

આ બેઠક પરથી સ્વ. વિઠ્ઠલ રાદડિયા કે જેઓ 1990થી લઇને 2009 સુધી એક્કો જમાવી રાખ્યો હતો. એટલે કે 19 વર્ષ સુધી આ બેઠક પરથી સ્વ. વિઠ્ઠલ રાદડિયાનો દબદબો જોવા મળ્યો હતો. વિઠ્ઠલ રાદડિયા આ બેઠક પરથી છ વાર ધારાસભ્ય રહી ચૂક્યાં છે. કારણ કે 2012માંથી કોંગ્રેસમાંથી સ્વ. વિઠ્ઠલ રાદડિયાએ જીત હાંસલ કરી હતી. હાલ અહીંથી કોંગ્રેસના લલિત વસોયા વર્તમાન ધારાસભ્ય છે. આ બેઠક પરથી ભાજપે કડવા પટેલની જૂની સીટ કબજે કરવા શિક્ષિત ઉમેદવાર તરીકે મહેન્દ્ર પાડલીયાને ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી લલિત વસોયાને રિપીટ કરવામાં આવ્યાં છે.

અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠક

1980થી વર્ષ 2007 સુધી સતત 8 ટર્મ સુધી સ્વ. અશોક ભટ્ટ ચૂંટાઈને આવ્યા

ભાજપ: 1975 થી લઇને 2007 (અશોક ભટ્ટ)

2007 થી લઇને 2012 સુધી (ભુષણ ભટ્ટ)

અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠક કે જેને ભાજપનો ગઢ કહેવામાં આવે છે. ત્યારે ખાડિયા બેઠક પર ભાજપ નેતા ભૂષણ ભટ્ટના પિતા સ્વ. અશોક ભટ્ટે વર્ષ 1975થી લઇને વર્ષ 2007 સુધી સતત 8 ટર્મ સુધી જીત મેળવી હતી, પરંતુ ભૂષણ ભટ્ટ આ સીટ પર માત્ર બે ટર્મ સુધી જ કામ કરી શક્યા હતા. મહત્વનું છે કે, વર્ષ 2012માં નવા સીમાંકન બાદ ખાડિયા અને જમાલપુરની સીટને ભેગી કરી દેવામાં આવી હતી.

આ બેઠક પર સ્વ. અશોક ભટ્ટ જેવો રેકોર્ડ હજુ સુધી કોઈ નોંધાવી શક્યું નથી. અશોક ભટ્ટ 1960ના દાયકાથી જનસંઘમાં સક્રિય હતા અને તેઓ ગુજરાત સરકારમાં આરોગ્ય તેમજ કાયદો અને ન્યાય વિભાગમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. વર્ષ 1980થી વર્ષ 2007 સુધી સતત 8 ટર્મ સુધી અશોક ભટ્ટ ચૂંટાઈને આવ્યા હતા. અશોક ભટ્ટનું 29 સપ્ટેમ્બર 2010ના રોજ 71 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું. વર્ષ 1960 સુધી તેમણે અરવિંદ મિલમાં પટ્ટાવાળા તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ તેઓએ રાજકારણમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. આમ, 2017 સુધી ભાજપનું આ વિસ્તારમાં ભારે પ્રભુત્વ રહ્યું છે. પરંતુ 2017માં જમાલપુર ખાડિયા બેઠક પરથી કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાની જીત થઇ હતી.

2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી તારીખ 9 ડિસેમ્બર 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. જ્યારે 18 ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીએ કોંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં પણ વધારો થયો હતો. ગુજરાતમાં 1985 બાદ કોંગ્રેસે સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં ભાજપને 99 બેઠક મળી હતી જ્યારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી. તો NCPને એક બેઠક મળી હતી. જ્યારે BTPને 2 બેઠક મળી હતી. જ્યારે અપક્ષના ફાળે ત્રણ બેઠકો રહી હતી.

તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાશે મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જે માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન યોજાશે જ્યારે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે, આગામી 21મી તારીખ સુધી બીજા તબક્કાના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચી શકશે.

ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી આ યાદીમાં રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ