ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / VTV Exclusive gujarat Dang ayodhya shree ram mandir

જોવાલાયક / ગુજરાતનું અયોધ્યા જોયું છે? અહીં ભગવાન શ્રી રામે શબરીના એંઠા બોર ખાધા હતા, જુઓ તસવીરો

Published By: Gayatri

Last Updated: 10:48 AM, 11 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ડાંગનું અયોધ્યા એકવાર ચોક્કસ જોવા જેવુ છે. આવો જાણીએ એ જગ્યાએને જ્યાં શબરીના એંઠા બોર ભગવાન શ્રી રામે આરોગ્યા હતા.

ADVERTISEMENT

  • અહીં શ્રીરામે માતા શબરીના એંઠા બોર આરોગ્યા હતાં
  • શ્રીરામના દર્શન માટેનું એક ડાંગનું અયોધ્યા ધામ બનાવી દીધું
  • આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડે લીધી સેલ્ફી

ભગવાન શ્રી રામના જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નું નિર્માણ શરૂ થઈ રહ્યું છે ત્યારે રામાયણમાં જેનો દંડકારણય વન તરીકે ઉલ્લેખ છે તે ડાંગ જિલ્લામાં રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી લોકોના દર્શન માટે ખુલ્લું મુકાયું છે જે લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યુ છે. 

અહીં શ્રીરામે માતા શબરીના એંઠા બોર આરોગ્યા હતાં

ડાંગ જિલ્લાના વાસુરણા ગામે તેજસ્વી સંસ્કૃતિધામના પ.પૂ.બ્રહ્મવાદીની હેતલદીદીના સાનિધ્યમાં આબેહૂબ અયોધ્યાના મંદિરની પ્રતિકૃતિ ધરાવતા રામ મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે. રામાયણ કાળ માં પ્રભુ શ્રી રામ વનવાસ દરમિયાન દંડકારણય ભૂમિ ડાંગમાં પાવન પગલાં પાડી ભીલમાતા શબરીના એંઠા બોર આરોગ્યા હતાં.

શ્રીરામના દર્શન માટેનું એક ડાંગનું અયોધ્યા ધામ બનાવી દીધું

આ ઐતિહાસિક સ્થાને તેજસ્વીની સંસ્કૃતિધામ ખાતે ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં ભવ્ય મંદિર નો આબેહૂબ પ્રતિકૃતિ નિર્માણ કરી ડાંગ ની અને દક્ષિણ ગુજરાતની જનતા જે અયોધ્યા ન જઇ શકે તેવા ભાવિક ભક્તોને પ્રભુ શ્રીરામનો દર્શન માટેનું એક ડાંગનું અયોધ્યા ધામ બનાવી દીધું છે. 

આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડે લીધી સેલ્ફી

મોટી સંખ્યામાં સાધુ સંતોની હાજરીમાં ધજા પૂજન કરી જય શ્રી રામના નારા સાથે આશ્રમમાં બનાવેલ રામ મંદિર અને રામ લલ્લા ના દર્શન લોકો માટે ખુલ્લું મૂક્યું છે. દેશનું ગૌરવ એવી આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડ પણ આ ધાર્મિક કાર્યમાં જોડાઈ હતી અને રામ લલ્લા સાથે સેલ્ફી લીધી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Dang Sarita gayakwad Vtv Exclusive shabari shree ram ડાંગ રામ સરિતા ગાયકવાડ Ayodhya

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ