બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / અજબ ગજબ / VTV AJAB GAJAB VIDEO unique village in Japan, where dolls are seen everywhere

AJAB GAJAB / VIDEO: જાપાનનું એક એવું અનોખું ગામ, જ્યાં ચારે બાજુ ઢિંગલા જોવા મળે છે

Megha

Last Updated: 01:45 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેકનોલોજીના મામલામાં આગળ રહેલા જાપાનના એક ગામમાં માનવ વસ્તી લુપ્ત થઈ રહી છે અને અહીં લોકો કરતાં માણસો જેવા દેખાતા પૂતળાઓની સંખ્યા ઘણી વધુ છે.

જાપાનની વસ્તી દર વર્ષે ઘટી રહી છે. એટલે કે અહીં માણસો ઓછા થઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર 2050 સુધીમાં આ દેશની વસ્તી 100 મિલિયનથી ઓછી થઈ જવાની સંભાવના છે. એવામાં જાપાનમાં એક એવું અનોખુ ગામ આવેલું છે જ્યાં લોકો કરતાં માણસો જેવા દેખાતા પૂતળાઓની સંખ્યા ઘણી વધુ છે. 

ટેકનોલોજીના મામલામાં આગળ રહેલા જાપાનના આ ગામમાં માનવ વસ્તી લુપ્ત થઈ રહી છે અને લગભગ આખા ગામમાં માત્ર વૃદ્ધો જ બચ્યા છે, યુવાનોની સંખ્યા ઓછી હોવાને કારણે આ ગામમાં 18 વર્ષથી કોઈ બાળકનો જન્મ થયો નથી. કહેવાય છે કે એક સમયે ગામની વસ્તી 300 હતી પરંતુ સમયની ગતિ સાથે લોકો પણ ગામ છોડીને જતા રહ્યા અને અત્યારે લગભગ 30 જેટલા લોકો જ આ ગામમાં રહે છે. આ ગામ જાપાનના શિકોકુ ટાપુ પર આવેલું છે જેનું નામ છે નાગોરો. 

અહીં પુતળાઓને સ્થાનિક ભાષામાં બિજુકા કહેવામાં આવે છે. લોકો જ્યારે આ ગામ નો પ્રવાસ કરે છે ત્યારે એમને બસ સ્ટોપ પર અને અન્ય જાહેર સ્થળોએ મુસાફરો જોવા મળે કે ન મળે પરંતુ આ બિજુકા જરૂરથી જોવા મળે છે. કહેવાય છે એક અહીં લગભગ 300થી 350 જેટલા પૂતળાઓ જોવા મળે છે અને ઘણી વખત પ્રવાસીઓ રાત્રે તેમને જોઈને ડરી પણ જાય છે.

આ ગામમાં આવી રીતે પૂતળા બનવાની આ કહાની બહુ જૂની નથી, તેની શરૂઆત માત્ર 10 વર્ષ પહેલાં થઈ હતી. કહેવાય છે કે એક સમયે આ ગામમાં સારી એવી વસ્તી હતી, પરંતુ ધીમે ધીમે લોકો કામની શોધમાં સ્થળાંતર કરવા લાગ્યા અને આખું ગામ ખાલી થવા લાગ્યું. જ્યારે ગામમાં માત્ર થોડા લોકો જ રહી ગયા તો અહીં રહેતા લોકોએ તેમની એકલતા દૂર કરવા માટે આ રસ્તો શોધી કાઢ્યો અને આખા ગામમાં વિવિધ સ્થળોએ પૂતળાં લગાવવાની શરૂઆત કરી.

વધુ વાંચો: VIDEO: એક એવું ગામ જ્યાં લોકોનું રસોડું તો ભારતમાં પણ બેડરૂમ બીજા દેશમાં છે

સૌથી પહેલું પૂતળું આ ગામમાં રહેતી અયાનો સુકિમી નામની મહિલાએ તેના પિતાના કપડામાંથી તૈયાર કર્યું હતું. આટલું જ નહીં ઓક્ટોબરના પહેલા રવિવારે અહીં એક ખાસ તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં દૂર-દૂરથી લોકો આ પૂતળાઓ જોવા માટે આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ