બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / અજબ ગજબ / VIDEO: A village where people's kitchens are in India and their bedrooms are in other countries

AJAB GAJAB / VIDEO: એક એવું ગામ જ્યાં લોકોનું રસોડું તો ભારતમાં પણ બેડરૂમ બીજા દેશમાં છે

Megha

Last Updated: 01:44 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા જુદા જુદા ગામો વિશે સાંભળ્યું હશે. ક્યાંકની માન્યતાઓ તો ક્યાંકના રિવાજો વિચિત્ર હશે, પણ આપણા દેશમાં એક એવું ગામ આવેલું છે જે અડધું ભારતમાં તો અડધું બીજા દેશમાં આવેલું છે.

દેશના કેટલાક ગામોને તેમની ભૌગોલિક સ્થિતિને કારણે ભારતના છેલ્લા ગામડાંનો દરજ્જો મળ્યો છે, કારણ કે તે સરહદને અડીને આવેલા છે. જ્યાંથી આગળ ભારતની કોઈ જમીન નથી. ઉત્તરાખંડથી લઈને ઉત્તર પૂર્વ ભારત સુધીના પર્વતીય રાજ્યોમાં તમને આવા ગામો જોવા મળશે. આમાંથી એક ગામ છે લોંગવા, જે અડધું ભારતમાં તો અડધું મ્યાનમારમાં આવેલું છે. આ ગામ ભારતના છેલ્લા ગામ તરીકે પણ ઓળખાય છે.

નાગાલેન્ડમાં આવેલ આ અનોખું ગામ બે દેશો વચ્ચે આવેલું છે અને આશ્ચર્યની વાત એ છે કે અહીં લોકોના ખેતરો અને ઘરો પણ અલગ અલગ બે દેશોમાં આવેલા છે. એક દેશમાં ઘર છે તો બીજા દેશમાં રસોડું આવેલ છે. રસપ્રદ વાત એ છે આ ગામના લોકોને સરહદ પાર કરવા માટે કોઈ વિઝાની જરૂર નથી પડતી અને ત્યાં રહેતા લોકો બંને દેશોમાં આરામથી ફરી શકે છે. કારણ કે ભારત અને મ્યાનમાર વચ્ચે આ માટે કરાર થયેલા છે.

મ્યાનમાર સરહદને અડીને આવેલા નાગાલેન્ડમાં આવેલું ભારતનું આ છેલ્લું ગામ લોંગવા ગાઢ જંગલોની વચ્ચે આવેલ છે અને આ ગામમાં કોન્યાક આદિવાસીઓ રહે છે. આ જનજાતિને હેડહંટર પણ કહેવામાં આવે છે કારણ કે કોન્યાક આદિવાસીઓના સદીઓથી દુશ્મનનો શિરચ્છેદ કરવાની પરંપરા ચાલી રહી હતી. જો કે 1960 પછીથી આ પ્રથા ધીમે ધીમે નાબૂદ કરવામાં આવી છે. 

કોન્યાક લોકો તેમના ચહેરા અને શરીરના અન્ય ભાગો પર ટેટૂ બનાવે છે જેથી તેઓ પોતાને અન્ય જાતિઓથી અલગ બતાવી શકે અને અહીં નાગામીસે ભાષા અહીં બોલાય છે, જે નાગા અને આસામી ભાષાઓનું મિશ્રણ છે.

વધુ વાંચો: Rajasthanનું અનોખુ મંદિર, જ્યાં થાય છે બુલેટની પૂજા અને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે દારૂ

એવું કહેવાય છે કે આ ગામના વડા અને જનજાતિના પ્રમુખના ઘરમાંથી ભારત અને મ્યાનમારની સરહદ પસાર થાય છે અને તેઓ ભારતમાં જમે છે અને મ્યાનમારમાં સૂવે છે. સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કે અહીંના પ્રમુખ કે રાજાને 'અંઘ' કહેવામાં આવે છે જેની 60 પત્નીઓ છે. તે પોતાના ગામ ઉપરાંત મ્યાનમાર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના 100 ગામોના પ્રમુખ પણ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ