બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / અજબ ગજબ / VTV Ajab Gajab temple in Rajasthan, where bullet are worshiped and alcohol is offered as prasad

VTV Ajab Gajab / Rajasthanનું અનોખુ મંદિર, જ્યાં થાય છે બુલેટની પૂજા અને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે દારૂ

Megha

Last Updated: 12:41 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં એક એવું અનોખું મંદિર ખરેખર આવેલું જ્યાં કોઈ ભગવાનની મૂર્તિ નહીં, પણ બુલેટની પૂજા થાય છે અને પ્રસાદમાં દારૂ ચડાવવામાં આવે છે. જુઓ વિડીયો..

રાજસ્થાનના જોધપુર શહેરમાં લોકો એક બુલેટને ભગવાન માનીને તેની પૂજા કરે છે અને આ મોટર સાયકલ માટે એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે. આ મંદિર જોધપુર-પાલી હાઈવેથી 20 કિમીના અંતરે આવેલું છે.

જ્યારે તમે અમદાવાદ જોધપુર હાઈવે પર પ્રવાસ કરશો તો રસ્તામાં ઓમ બન્નાનું મંદિર જોવા મળશે. ઓમ બન્નાની પાછળ જ તમને RNJ 7773 નંબરનું એક બુલેટ ઊભેલું જોવા મળશે જેના પર લોકો ફૂલ ચડાવે છે અને પૂજા પણ કરે છે.  

આ મંદિરને લઈને લોકોમાં એક માન્યતા છે કે, આજ સ્થળે ઓમ બન્ના નામના એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. વર્ષ 1988માં ચોટિલા ગામના ઓમ બન્ના અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માતમાં તેમનું મોત થઈ ગયું હતું. એ ઘટના બાદ પોલીસ એમના બુલેટને પોલીસ સ્ટેશન લઈને જતી રહી હતી પણ બીજા દિવસે બાઇક પોલીસ સ્ટેશનમાંથી ગાયબ હતું. 

શોધખોળ કરતાં એ બાઇક જ્યાં અકસ્માત થયો હતો,તે જગ્યા પર મળ્યું તો પોલીસ ફરી એક વખત બાઇકને પોલીસ સ્ટેશન લઇ આવી હતી. પરંતુ બીજા દિવસે ફરીથી બાઈક અકસ્માતવાળા સ્થળે મળી આવ્યું.. તે પછી લોકોમાં એ વાત ફેલાઈ ગઈ કે બાઈક રોજ રાત્રે જાતે જ સ્ટાર્ટ થઈ જાય છે અને જે જગ્યાએ અકસ્માત થયો હતો ત્યાં જઈને ઊભી રહી જાય છે. 

કહેવાય છે કે પોલીસે આ વાતથી પરેશાન થઈને ભંગારવાળાને બુલેટ વેચી દીધું. પરંતુ એમ છતાં બુલેટ ફરી અકસ્માતવાળી જગ્યાએ જોવા મળતું હતું. લોકવાયકા પ્રમાણે આ ઘટનાઓ બાદ ઓમ બન્નાની દાદીને એક સપનું આવ્યું કે બુલેટ અને ઓમબન્ના માટે એક ચબૂતરો બાંધવામાં આવે. એ પછી એમની દાદીએ ત્યાં ચબૂતરો બાંધ્યો અને બુલેટ સ્થાપિત કરવામાં આવ્યું. આ જ જગ્યાએ આજે બુલેટ મંદિર છે. 

વધુ વાંચો: VIDEO:આ મંદિરમાં કોઈ બળતણ વિના પ્રગટી રહી છે જ્યોત, અકબરથી લઈને અંગ્રેજો કોઈ ઓલવી ન શક્યું

જો કે વાતો એવી પણ છે કે આ ચમત્કાર વિશે સાંભળીને ગામના લોકો એ અકસ્માતવાળી જગ્યા પર મંદિર બનાવ્યું હતું. કહેવાય છે કે પૂજા કરવાથી અને દારૂનો પ્રસાદ ચઢાવવાથી મનોકામના પૂરી થાય છે. હાલમાં આ મંદિરની  દેખભાળ ઓમ બન્નાના પરિવારજનો જ કરે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ