બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / VTV AJAB GAJAB Sikkim Is The Only State In The Country Where The Railway Network Has Not Reached

AJAB GAJAB / VIDEO: હેં..! ભારતના આ રાજ્યમાં ન તો કોઈ રેલવે ટ્રેક છે કે ન તો કોઈ રેલવે સ્ટેશન

Megha

Last Updated: 11:35 AM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હજારો-લાખો લોકો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે, પણ શું તમને ખબર છે કે ભારતમાં એક એવું રાજ્ય આવેલું છે જ્યાં આજ સુધી ટ્રેન નથી પંહોચી અને અહીં ન તો કોઈ રેલવે ટ્રેક છે કે ન તો કોઈ રેલવે સ્ટેશન. જુઓ વિડીયો

આપણાં ભારતમાં 28 રાજ્યો છે અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે અને દરેક શહેરોના પોતાના એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન છે. કેટલાક શહેરોમાં એક કે બે નહીં પણ 12 થી 13 રેલવે સ્ટેશન છે. જો આ રીતે વિચારીએ તો દરેક રાજ્યમાં 50થી વધુ રેલવે સ્ટેશન હશે અને મુંબઇને તો સિટી ઓફ રેલવે સ્ટેશન કહેવામાં આવે છે.

અમેરિકા, ચીન અને રશિયા પછી ભારત વિશ્વમાં ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે અને દરરોજ લગભગ 2.5 કરોડ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. પણ શું તમને ખબર છે કે ભારતમાં એક એવું રાજ્ય છે જ્યાં આજ સુધી કોઈ ટ્રેન નથી પંહોચી, કારણ કે અહીંયા ન તો કોઈ રેલવે ટ્રેક છે અને ન તો કોઈ રેલવે સ્ટેશન. આ રાજ્ય છે નોર્થ-ઈસ્ટમાં આવેલ સિક્કિમ. 

આજ સુધી સિક્કિમમાં એક પણ ટ્રેન નથી ચાલી અને ન તો અહીં કોઈ રેલ્વે લાઈન છે.આ દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આજ સુધી રેલ્વે નેટવર્ક પહોંચ્યું નથી. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિક્કિમ પહોંચે છે અને તેને ધ્યાનમાં રાખીને હાલ સિક્કિમમાં રેલ્વે લાઇન પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. 

એટલે જો તમારે હાલમાં સિક્કિમ જવું છે તો તમારે બાય રોડ જવું પડશે અથવા બાય એર પણ જઈ શકો છો.હવાઈ સેવા ઑક્ટોબર 2018માં ત્યાં શરૂ થઈ હતી અને જે લોકો ટ્રેન દ્વારા સિક્કિમ જવા માંગે છે એમને વધુ રાહ જોવાની જરૂર નથી કારણ કે ઓગસ્ટ 2025 સુધીમાં ત્યાં રેલવે સેવા શરૂ થઈ શકે છે. 

વધુ વાંચો: VIDEO: એક એવું પ્રાણી જે જીવનભર પાણી વિના જીવી શકે અને પાણી પીવે તો મરી જાય!

આ સિવાય એક એવું રાજ્ય પણ છે જ્યાં આશરે 11 લાખની વસ્તી વચ્ચે ફક્ત એક જ રેલવે સ્ટેશન છે અને રસપ્રદ વાત એ છે આ રાજ્યની આગળ દેશની સરહદ પૂરી થઈ જાય છે. એટલે આ સ્ટેશનને છેલ્લું રેલવે સ્ટેશન પણ કહેવામાં આવે છે. આ સ્ટેશનનું નામ છે બૈરાબી રેલ્વે સ્ટેશન અને રાજ્યનું નામ છે મિઝોરમ. નોર્થ ઈસ્ટ ઇન્ડિયામાં આવેલ મિઝોરમના લોકો આ સ્ટેશન દ્વારા જ દેશના અન્ય ભાગો સાથે જોડાયેલ છે. અહીં 4 રેલવે ટ્રેક અને 3 પ્લેટફોર્મ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railway Sikkim railway station VTV AJAB GAJAB VTV AJAB GAJAB Video sikkim sikkim news VTV AJAB GAJAB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ