બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / VTV AJAB GAJAB Kangaroo rats are the only animals that can exist without drinking water

AJAB GAJAB / VIDEO: એક એવું પ્રાણી જે જીવનભર પાણી વિના જીવી શકે અને પાણી પીવે તો મરી જાય!

Megha

Last Updated: 03:33 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા જીવો કંઈપણ ખાધા વગર ઘણા વર્ષો સુધી જીવતા રહી શકે છે તો કેટલાક પાણી પીધા વગર લાંબો સમય જીવી શકે છે. પણ ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ પ્રાણી પાણી વિના જીવી શકે..?

દુનિયામાં બધા વૃક્ષો, છોડ અને પ્રાણીઓને જીવવા માટે પાણીની જરૂર પડે છે અને કહેવાય છે કે કોઈ પણ માણસ ફક્ત 3થી 4 દિવસ પાણી વિના જીવ શકે છે પણ આ પૃથ્વી પર એક એવું જીવ છે જે જીવનભર પાણી પીધા વિના જીવી શકે છે અને એવું પણ કહેવાય છે જો ભૂલથી પણ તે પાણી પી લે છે તો પચાવી નથી શકતું અને તરત જ મૃત્યુ પામે છે.  

આ વિચિત્ર પ્રાણી ઉત્તર અમેરિકાના રણમાં જોવા મળે છે અને તેનું નામ છે કાંગારૂ રેટ તેના પગ અને પૂંછડી ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા કાંગારૂ જેવા હોય છે સાથે જ તે કાંગારૂની જેમ લાંબા કુદકા પણ મારે છે. એવું કહેવાય છે એક કાંગારૂ રેટના ગાલની બહાર એવી જ કોથળીઓ હોય છે જેવી કાંગારૂના પેટની નજીક હોય છે. 

કાંગારૂ રેટ આ કોથળીઓમાં ખાવાનું ભેગું કરીને તેના દરમાં એકઠું કરે છે. સાથે જ આ ઉંદરો 1 સેકન્ડમાં 6 મીટરનું અંતર કાપી શકે છે.આ જ કાંગારૂ રેટ રણમાં રહીને પાણી પીધા વગર પોતાનું જીવન જીવી શકે છે પણ પ્રશ્ન એ થાય કે આવું કેવી રીતે શક્ય છે? આ ઉંદરના શરીરની રચના એવી છે કે તેમને પાણીની જરૂર નથી.  

કાંગારૂ રેટ રણમાં ઉગેલા વૃક્ષો અને છોડના મૂળ ખાય છે ત્યારે તેમાં રહેલું પાણી તેમના શરીર માટે પૂરતું હોય છે. સાથે જ આ ઉંદરોની કિડની ખૂબ જ મજબૂત હોય છે, જેના કારણે તેઓ રણમાં પણ આખી જીંદગી પાણી વગર જીવી શકે છે.કાંગારૂ રેટની પૂંછડી 20 સેન્ટિમીટર લાંબી છે અને શરીર લગભગ 18 સેન્ટિમીટર એટલે કે આ ઉંદરની કુલ લંબાઈ લગભગ 38 સેન્ટિમીટર હોય છે અને શરીરની રચના વિશે વાત કરી તો તેના આગળના પગ નાના, માથું મોટું અને નાની આંખો હોય છે. તેમની ઉપરના વાળ પીળા અથવા ભૂરા હોય છે.. સાથે જ કાંગારૂ ઉંદરના પગ તેના શરીરના અન્ય ભાગો કરતા ઘણા મોટા હોય છે.

વધુ વાંચો: VIDEO: એક એવા ટાપુની વાત, જ્યાં ઠેર ઠેર ઢીંગલીઓ લટકેલી છે, પણ માણસ નથી

કાગારુ ઉંદરો રણના જીવનનો એક ખાસ ભાગ છે અને આ પ્રાણી પાણી બિલકુલ નથી પીતું એમ છતાં તેના શરીરમાં પાણીની માત્રા વધારે હોય છે અને આ કારણે અન્ય પ્રાણીઓ તેનો શિકાર કરે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

VTV AJAB GAJAB VTV AJAB GAJAB Video kangaroo rat kangaroo rat video kangaroo rat water kangaroo rats VTV AJAB GAJAB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ