બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / The Island of the Dolls is in Mexico where thousands of scary dolls hanging on trees
નાના બાળકોને ઢીંગલા-ઢીંગલીથી રમવું ગમતું હોય છે એ તો આપણે ખબર જ છે પણ એક એવી જગ્યા છે જ્યાં ઢીંગલીઑનું રાજ છે અને તેને જોઈને નાના બાળકો તો શું મોટા લોકો પણ ડરી જાય છે. આ જગ્યા છે આઇલેન્ડ ઓફ ડેડ ડોલ્સ અને અહીં માણસોનો નહીં ઢીંગલીનો કબજો છે અને આ જગ્યાને વિશ્વની સૌથી ખતરનાક જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે.
ADVERTISEMENT
સામાન્ય રીતે રજાઓમાં આરામ કરવા અને વેકેશન માણવા માટે લોકો આઇલેન્ડ પર જતાં હોય છે અને વિશ્વમાં એવા ઘણા ટાપુઓ છે જે ઘણા સુંદર છે પણ સાથે જ કેટલાક એવા આઇલેન્ડ પણ છે જે ડરામણા અને રહસ્યમય છે અને આવું જ એક આઇલેન્ડ મેક્સિકોમાં આવેલું છે જ્યાં હજારો ડરામણી ઢીંગલી રહસ્યમય રીતે લટકતી જોવા મળે છે. આ આઇલેન્ડનું નામ છે Isla de las Munecas (ઇસ્લા દે લાસ મૂનેકાસ) એટલે કે ઢીંગલીઓનું શહેર.. કહેવાય છે કે આ ટાપુ એક ખોવાયેલ છોકરીની આત્માને સમર્પિત છે. આ આઇલેન્ડને હજારો ઢીંગલીઓનું ઘર માનવામાં આવે છે.
ADVERTISEMENT
મેક્સિકો સિટીથી લગભગ 17 માઇલ દૂર આવેલ આ આઇલેન્ડ પર 1990માં પહેલીવાર હજારો ડરામણી ડોલ્સ ઝાડ પર લટકતી જોવા મળી હતી. આ આઈલેન્ડને ફ્લોટિંગ ગાર્ડન પણ કહેવામાં આવે છે જેને મેક્સિકોમાં ચિનમ્પા કહેવાય છે. અહીં લટકતી ઢીંગલીઓ પાછળની વાર્તા પણ ઘણી ડરામણી છે.
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર આ ટાપુની દેખરેખ ડોન જુલિયન બેરેરા નામનો એક વ્યક્તિ કરતો હતો અને એકવાર તેણે એક નાની છોકરીને ડૂબતી જોઈ પણ તે તેને બચાવી શક્યો નહતો. થોડા સમય પછી એ જ જગ્યા પર તેને એક ઢીંગલી તરતી જોઈ અને આ ઢીંગલી એ જ ડૂબી ગયેલ છોકરીની હતી. એ બાદ ડોન જુલિયને તે છોકરીની આત્માને શાંતિ મળે એ માટે ઢીંગલીને ઝાડ પર લટકાવી દીધી હતી, એ બાદ થોડા-થોડા દિવસે એ જગ્યા પર નવી નવી ઢીંગલીઓ મળતી રહી અને ડોન જુલિયન તેને વૃક્ષો પર લટકાવી દેતો હતો.
જો કે, ઘણા લોકો આ વાત માનતા નથી તેઓ કહે છે કે ડોન જુલિયન એકલો રહેતો હતો, તેથી તેને આવી વાર્તા બનાવી હતી.. એવું કહેવાય છે કે 2001માં જુલિયનનો મૃતદેહ એ જગ્યા પર મળ્યો હતો જ્યાં છોકરી ડૂબી ગઈ હતી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.