બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Vrat of Sama Pancham is incomplete without this work, worship Saptarishi in this way

આસ્થા / આ કામ વિના અધૂરું છે સામા પાંચમનું વ્રત, આ રીતે કરો સપ્તઋષિની પૂજા

Megha

Last Updated: 01:43 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાલો જાણીએ સામા પાંચમ કે ઋષિ પંચમીનું વ્રત રાખીને આજના દિવસે પૂજા કરવાની વિધિ અને કથાનું મહત્વ શું છે.

  • આજે છે સામા પાંચમ
  • મહિલાઓ સપ્તઋષિનું પૂજન કરી વ્રત રાખવો ફળદાયી 
  • આજના દિવસે આ વ્રત કરવાથી મનપસંદ ફ્ળ પ્રાપ્ત થાય છે

ઋષિ પંચમી એટલે કે સામા પાંચમનો વ્રત ભાદરવા મહિનાના સુદ પાંચમના રોજ રાખવામાં આવે છે. આ વ્રત સપ્તઋષિઓને સમર્પિત છે. ફક્ત મહિલામો જ આ વ્રત રાખી શકે છે. આજના દિવસે મહિલાઓ સપ્તઋષિનું પૂજન કરે છે અને તેની કથા પણ વાંચે છે. 

તમને જણાવી દઈએ કે આજના દિવસે બ્રાહ્મણોને દાન આપવાનું ખૂબ જ મહત્વ છે. ચાલો જાણીએ સામા પાંચમ કે ઋષિ પંચમીનું વ્રત રાખીને આજના દિવસે પૂજા કરવાની વિધિ અને કથાનું મહત્વ શું છે. 

ગણેશ ચતુર્થીના એક દિવસ પછી ઋષિ પંચમીનુ વ્રત રાખવામાં આવે છે.  મહિલાઓ માટે આ વ્રત ખૂબ લાભદાયક સાબિત થાય છે.  વર્તન દિવસે મહત્વ એ છે કે જો કોઈ સ્ત્રીએ પોતાના જીવનમાં ભૂલથી કે જાણી જોઈને કોઈ કારણે કોઈ પાપ કરી દીધુ છે અને તેની સજા મળી રહી છે તો  ઋષિ પંચમીના દિવસે વ્રત કરી એ પાપથી મુક્ત થઈ શકે છે. આ સાથે જ સામા પાંચમના દિવસે મહિલાઓએ આ વ્રત કરવાથી મનપસંદ ફ્ળ પ્રાપ્ત થાય છે. ઋષિ પંચમી વ્રતમાં મહિલાઓ સપ્તઋષિની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. 

ઋષિ પંચમી વ્રત પૂજા વિધિ 
ઋષિપંચમીનું વ્રત એક સમયે ભોજન કરીને રાખવામાં આવે છે. એ પછી પૂજા કર્યા પછી ફળ અને ડ્રાયફ્રુટ્સથી વ્રત તોડવું જોઈએ. આ માટે સવારે સ્નાન કરીને વ્રતનો સંપલ્પ લેવો જોઈએ. પછી સાત ઋષિઓ મરીચી, વશિષ્ઠ, અંગિરા, અત્રિ, પુલત્સ્ય, પુલહ અને ક્રતુની પૂજા કરવી જોઈએ. આ માટે શુભ મુહૂર્તમાં ઘરના પૂજા સ્થળની સફાઈ કર્યા પછી ચોકી પર હળદરઆઅને સિંદુર દ્વારા એક ચોરસ બનાવો. આ મંડલા પર સપ્તઋષિની મૂર્તિ અથવા ફોટો રાખો. ત્યારપછી તેની વિધિ પ્રમાણે પૂજા કરો. સપ્તઋષિઓને વસ્ત્ર, ચંદન, દોરો, ફૂલ અને ફળ વગેરે અર્પણ કરોપૂજા કર્યા પછી છેલ્લે ઋષિ પંચમી વ્રતની કથા વાંચવી કે સાંભળવી જોઈએ. કથા વાંચ્યા વિના આ વ્રતની પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Rishi Panchami Rishi Panchami 2022 Sama Pancham ઋષિપંચમી સામા પાંચમ Rishi Panchami 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ