બ્રેકિંગ ન્યુઝ
VTV / VPN services download in India rises 405% amid porn website ban
ADVERTISEMENT
ભારતમાં એપ્પલના એપ્પ સ્ટોર અને એન્ડ્રોઇડના ગૂગલ પ્લેના ડેટા મુજબ ઓક્ટોબર 2018માં જયારથી ભારત સરકારે પોર્ન વેબસાઇટ્સ ઉપર પ્રતિબંધ લાદી લીધો ત્યાર પછી પોર્ન વેબસાઇટ્સ જોવા માટે ડાઉનલોડ કરવામાં આવતા virtual private network (VPN)ના ડાઉનલોડમાં 405%ની વૃદ્ધિ થઇને સંખ્યા 5 કરોડ 70 લાખ સુધી પહોંચી ગઈ છે.
શું છે VPN સર્વિસ?
ADVERTISEMENT
દરેક ઈન્ટરનેટ વપરાશકર્તાના ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર અને તેના ડિવાઇસ સાથે એક IP એડ્રેસ નોંધાયેલું હોય છે. જો આ IP એડ્રેસ ભારતનું હોય તો તેમાં ભારતના કાયદા લાગુ પડે છે જે મુજબ તે IP એડ્રેસ ઉપર પ્રતિબંધિત વેબસાઇટ્સ જોઈ શકાતી નથી.
VPN સર્વિસ આ IP એડ્રેસને ઢાંકી દે છે અર્થાત સર્વરને વપરાશકર્તાની લોકેશન જાણવા દેતું નથી. આથી લોકેશન અચોક્કસ હોવાથી પ્રતિબંધિત વેબસાઈટ વાપરી શકાય છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ભારતીય અદાલતે સરકારને PornHub અને xVideos સહિતની 827 પોર્ન સાઇટ્સ ઉપર પ્રતિબંધ લગાવવા માટે આદેશ આપ્યો હતો. આ વેબસાઇટ્સે આનો વિરોધ નોંધાવ્યો હતો અને સાથે સાથે માઇનોર URLની સેવા આપી હતી. ઉદાહરણ તરીકે pornhub.com બ્લોક થઇ જતા તેને ખોલવા pornhub.net નામનું પ્રૉક્સી URL આપ્યું હતું. જો કે ભારતી એરટેલ અને રિલાયન્સ Jioએ આ પ્રૉક્સી URL પણ બ્લોક કરી દીધા.
ભારતમાં પોર્નવેબસાઇટ્સ બ્લોક થતા જ ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે VPN ડાઉનલોડમાં 66%નો વધારો થયો. આ ઉપરાંત ગૂગલ ઉપર VPN શબ્દને લગતા સર્ચની સંખ્યામાં પણ ઉછાળો નોંધાયો.
ADVERTISEMENT
ભારતીયો વાપરે છે ફ્રી VPN
ADVERTISEMENT
ભારતમાં મોટાભાગના લોકો ફ્રી VPN સેવા વાપરે છે. જો કે આ સેવા વાસ્તવિકતામાં ફ્રી નથી. આ એપ્સ યુઝર્સનો ડેટા વેચીને પોતે કમાણી કરે છે. પેઈડ VPN વપરાશકર્તાઓ ભારતમાં ઓછા પ્રમાણમાં છે.
ભારતમાં ટોચના પેઈડ VPN એના તેની ડાઉનલોડ સંખ્યાઆ મુજબ છે.
ADVERTISEMENT
| ExpressVPN | 18 લાખ |
| NordVPN | 12 લાખ |
| InvinciBull VPN | 10 લાખ |
| FlyVPN | 10 લાખ |
બધા ભારતીયો VPN નથી વાપરતા
બધા ભારતીયો VPN નથી વાપરી રહ્યા. આશરે અડધા પોર્ન રસિયાઓ બીજી એડલ્ટ વેબસાઇટ્સ જોવાનું ચાલુ કરી દીધું છે. એવી વેબસાઇટ્સ જે હજી બ્લોક થઇ નથી. આમ ભારતમાં પોર્ન વેબસાઇટ્સ બ્લોક થઇ હોવા છતાં લોકો પોર્નની લતમાંથી બહાર આવી શકતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.