બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / vodafone company is likely to pack-up in India because of losses

ટેલિકોમ / વોડાફોન યુઝર્સ માટે મહત્વના સમાચાર: ભારતમાંથી વિદાય લે તેવા અહેવાલની વચ્ચે કંપનીની આવી સ્પષ્ટતા

Published By: Parth

Last Updated: 10:05 PM, 31 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકોમ બિઝનેસમાં આજકાલ બ્રિટનની કંપની વોડાફોન ભારતમાંથી પોતાનો બિઝનેસ સમેટી લેવાની તૈયારીમાં હોવાના અહેવાલ મળે છે. છેલ્લા કેટલાક દિવસથી વોડાફોનનું પેકઅપ થવાની અટકળો તેજ ચાલી રહી છે. વોડાફોન ગમે તે ક્ષણે ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી શકે છે. ત્યારે આવામાં કંપનીએ સ્પષ્ટતા આપવાની ફરજ પડી હતી.

  • વોડાફોન હવે ભારતમાંથી વિદાય લેવાની તૈયારીમાં
  • દર મહિને લાખો ગ્રાહકો કંપનીને છોડી જતા રહ્યા 
  • કંપનીનો શેર સતત ગગડી રહ્યો છે

વોડાફોન આઈડિયા દ્વારા સફાઈ આપવામાં આવી 

વોડાફોન આઈડિયાએ કહ્યું કે વોડાફોન જૂથ ભારતમાંથી તેમનો બિઝનેસ સમેટવા માંગે છે તે વાત પર અમને કોઈ જાણકારી નથી. વોડાફોન જૂથને લગતી વાતો પર અમે કોઈ ટીપ્પણી કરી શકીશું નહિ 

જંગી ખોટ, સુપ્રીમ કોર્ટનો આદેશ અને શેરના ગગડતા ભાવ

IANS દ્વારા આ અંગે ભારતમાં વોડાફોન-આઇડિયાના પ્રવક્તાને મોકલવામાં આવેલ ઇ-મેઇલ કોર્પોરેટ કોમ્યુનિકેશનના ગ્રૂપ હેડ બેન કેડોવેનને મોકલવાનું જણાવાયું હતું. વોડાફોન ગ્રૂપે આ ઇ-મેઇલનો હજુ સુધી જવાબ આપ્યો નથી.

વોડાફોન ગમે તે ક્ષણે ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી શકે છે

અહેવાલ અનુસાર જોઇન્ટ વેન્ચર કંપની વોડાફોન-આઇડિયામાં ઓપરેટિંગ લોસ સતત વધવાથી અને દર મહિને લાખો ગ્રાહકો કંપનીને છોડી રહ્યા હોવાથી અને માર્કેટ કેપમાં ઘટાડો થવાથી વોડાફોન પોતાના ભારતીય બિઝનેસમાંથી બહાર નીકળવા માગે છે.

શેરનો ભાવ ગગડીને માત્ર રૂ. 3.81 થયો 

તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર) પર આપવામાં આવેલા ચુકાદા બાદ વોડાફોન-આઇડિયાને હવે ત્રણ માસમાં રૂ. 28,309 કરોડ ચૂકવવા પડશે. આ ચુકાદા બાદ કંપનીનો શેર સતત ગગડી રહ્યો છે અને બાવન સપ્તાહની નીચેની સપાટીએ આવી ગયો છે. ગુરુવારે આ શેરનો ભાવ માત્ર રૂ. 3.81 હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Vodafone Vodafone Idea vodafone loss વોડાફોન telecom

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ