ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / Vivek Oberoi will produce film on the story of balakot air strike and wing commander Abhinandan
ADVERTISEMENT
.jpg)
ADVERTISEMENT
ત્રણ ભાષાઓમાં બનવા જઇ રહેલ ફિલ્મ બાલાકોટ-ટ્રૂ સ્ટોરી બનાવવાની જાહેરાત પ્રસિદ્ધ લેખક, અભિનેતા અને નિર્માતા વિવેક ઓબેરોયે (vivek oberoi) કર્યુ છે. અમેરિકાનાં અનેક શહેરોમાં આયોજિત ઇન્ડીયા ડે પરેડમાં ભાગ લેવા માટે વિવેક ઓબેરોયને તેમની ગઇ વખતની ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' માટે ખૂબ જ સારી એવી પ્રતિક્રિયાઓ મળી રહી છે.

ADVERTISEMENT
આ પ્રતિક્રિયાઓને જોતા વિવેકે પોતાની આગામી ફિલ્મ બાલાકોટ એર સ્ટ્રાઇક (balakot air strike) પર બનાવવાનો નિર્ણય કર્યો છે અને આ ફિલ્મ હિંદી સિવાય તમિલ અને તેલુગુમાં પણ બનશે. ફિલ્મની શૂટિંગ જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને આગરામાં થશે અને આની તૈયારી પણ આ જ વર્ષનાં અંતિમ મહીના સુધીમાં શરૂ કરી દેવામાં આવશે. આ ફિલ્મમાં એરફોર્સની આ ઘટના થોડીક પાછળ જઇને પુલવામા હુમલાથી શરૂ થશે કે જેમાં પાકિસ્તાની આતંકવાદીઓએ 40 જવાનોની હત્યા કરી દીધી હતી.
.jpg)
ADVERTISEMENT
વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની બહાદુરીની ઘટના આ ફિલ્મનો સૌથી મહત્વનો ભાગ રહેશે. અભિનંદનને આ વર્ષનું અંતિમ વીર ચક્ર સમ્માન પણ મળ્યું છે અને વીર ચક્ર મળવા પર વિવેક ઓબેરોયે તેમનાં માટે એક કવિતા પણ લખીને પોતાનાં ટ્વિટર હેન્ડલ પર શેર કરી હતી.
આ ફિલ્મને વિશે વાત કરતા વિવેક ઓબેરોયે જણાવ્યું કે, 'ગૌરવશાળી ભારતનાં નાગરિક હોવાં પર, એક દેશભક્ત હોવાં અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં એક સભ્ય હોવાંને કારણ આ મારી ફરજ છે કે હું દેશની સશસ્ત્ર સેનાઓનાં જાંબાઝી કિસ્સાઓને દુનિયામાં તમામ લોકો સુધી પહોંચાડું. ભારતીય વાયુસેનાનો હું આભારી છું કે તેઓએ આ વાર્તા માટે અમારી પર ભરોસો કર્યો અને અમને સંપૂર્ણ આશા છે કે અમે તેમનાં ભરોસા પર ખરા ઉતરીશું.'
સંકળાયેલા મુદ્દાઓ