બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / આરોગ્ય / vitamin d high level hypervitaminosis d symptoms

સાવધાન / કિડનીની સમસ્યા, ભૂખ ન લાગવી... શરીરમાં ભૂલથી પણ દેખાય આ લક્ષણો તો સાવધાન! હોઇ શકે છે આ સમસ્યા

Arohi

Last Updated: 11:23 AM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vitamin D: વ્યક્તિના શરીરને સ્વસ્થ્ય રાખવા માટે ઘણા પોષક તત્વોની જરૂર હોય છે. વિટામિન D પણ એવું જ એક પોષક તત્વ છે જે શરીરની ઘણી બિમારીઓથી બચાવે છે.

  • શરીરમાં Vitamin D ખૂબ જ જરૂરી 
  • ઘણી બિમારીઓથી બચાવે છે Vitamin D
  • શરીરમાં આ લક્ષણો દેખાય તો થઈ જજો સાવધાન 

Vitamin Dની કમી એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે જે મોટાભાગના લોકોમાં મળી આવે છે. ભારતમાં મોટાભાગના લોકોમાં Vitamin Dની કમી મળી આવે છે. જ્યારે કોઈમાં Vitamin Dનું પ્રમાણ વધારે હોય તો તેને હાઈપરવિટામિનોસિસ ડી કહેવામાં આવે છે. આ આમ તો ખૂબ જ ઓછા લોકોમાં મળી આવે છે પરંતુ આ ખૂબ જ ગંભીર બિમારી હોય છે. 

સામાન્ય રીતે વ્યક્તિને ડાયેટ, સૂર્ય પ્રકાશથી Vitamin D મળે છે. પરંતુ જે લોકોમાં Vitamin Dની વધારે કમી હોય છે ડોક્ટર તેમને Vitamin D સપ્લીમેન્ટ લેવાની સલાહ આપે છે. ઘણી વખત આ સપ્લીમેન્ટ કે ગોળીઓના કારણે શરીરમાં Vitamin Dની માત્રા સામાન્યથી વધારે થઈ જાય છે જેના કારણે ઘણી શારીરિક સમસ્યાઓ પણ થઈ શકે છે. 

જો કોઈને Vitamin Dની ઉણપના સંકેત અનુભવાય છે તેવી જ રીતે કોઈને Vitamin D વધારે પ્રમાણમાં હોય તો તેના પણ સંકેત અનુભવાય છે. એક્સપર્ટ્સ અનુસાર જો કોઈને શરીરમાં નીચે આપેલા સંકેત દેખાય તો તેમનામાં Vitamin D વધારે પ્રમાણમાં હોઈ શકે છે. 

ઉપકા કે ઉલટી 
ખૂબ વધારે  Vitamin D લેવાથી મોર્નિંગ સિકનેસ, ઉલ્ટી અને ઉપકા આવી શકે છે. પરંતુ આ લક્ષ્ણ કોઈ બીજી બીમારીના પણ હોઈ શકે છે. ઓછી ઉંઘ લેવી, ભોજન બરાબર ન કરવાના કારણે આ થઈ શકે છે. માટે કન્ફર્મેશન માટે ડોક્ટરનો સંપર્ક કરો. 

ભૂખ ન લાગવી 
જો તમને ઓછી ભૂખની સમસ્યાથી પરેશાન છો તો તમારે તમારા Vitamin Dના લેવલ પર પણ નજર રાખવું જોઈએ કારણ કે ભૂખ ન લાગવી શરીરમાં Vitamin Dનું પ્રમાણ વધારે હોવાના સંકેત છે. 

કેલ્શિયમ બનવું 
તમારા લોહીમાં Vitamin D વધારે હોવાના કારણે કેલ્શિયમ બનવા લાગે છે. જેને હાઈપરકેલ્સીમિયા કહેવામાં આવે છે. તેના કારણે ઉલ્ટી, કમજોરી અને વારંવાર પેશાન આવી શકે છે. 

કિડનીની સમસ્યા 
Vitamin Dના કારણે થતી હાઈપરકેલ્સીમિયાના કારણે કિડની ડેમજ પણ થઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિમાં ખૂબ વધારે Vitamin D હોય છે તો કિડની સ્ટોન બની શકે છે કારણ કે આ કેલ્શિયમ અવશોષણને વધારે છે. 

હાડકાની સમસ્યા 
હાડકાની સારી હેલ્થ માટે પર્યાપ્ત માત્રામાં Vitamin Dની જરૂર હોય છે. પરંતુ અમુક રિસર્ચ જણાવે છે કે Vitamin D વધારે હોવાથી હાડકા સાથે સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ