બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Visavdar seat by-election will be delayed

ચૂંટણી 2024 / વિસાવદર બેઠકની પેટા ચૂંટણી થશે વિલંબિત, કારણ મામલો પહોંચ્યો હાઈકોર્ટ, જાણો વિવાદ

Dinesh

Last Updated: 05:14 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Visavdar seat: વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી જાહેર થવામાં વિલંબ થશે, કારણ કે, ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી પરત ખેંચવા મોહિત માલવિયાએ કોર્ટમાં અરજી કરી છે.

લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, રાજકીય પક્ષોએ પૂરજોશમાં પ્રચાર પણ શરૂ કરી દીધો છે. તો બીજી તરફ ગુજરાતની પાંચ વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી થવાની છે, અત્રે જણાવીએ કે, વિસાવદર વિધાનસભા બેઠક પણ ખાલી છે છતાં પણ તે બેઠક પર ચૂંટણી થવાની નથી, આ બેઠક પર પેટા ચૂંટણી જાહેર થવામાં વિલંબ થશે. કારણ કે, આ બેઠકનો કેસ હાઈકોર્ટ સૌથી પહોંચેલો છે. 

ગુજરાતમાં કોઈપણ કેસ આગામી નવી મુદ્દત વગરનો નહીં રહે, હાઈકોર્ટનો મહત્વનો  નિર્ણય, આવી રીતે થશે સિસ્ટમેટિક કામ | An important decision has been taken  by the Gujarat ...

મોહિત માલવિયાએ કરી હાઈકોર્ટમાં અરજી

ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી પરત ખેંચવા હાઇકોર્ટમાં અરજી કરાઈ છે. મોહિત માલવિયાએ અરજી પરત ખેંચવા કોર્ટમાં અરજી કરી છે. ગત વિધાનસભા ચૂંટણી વખતે મોહિત માલવિયાએ ભૂપત ભાયાણીની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી. ઉલ્લેખનીય છે કે, હર્ષદ રિબડીયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પણ પેન્ડિંગ છે. જેમની અરજી પર 12 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે. આપને જણાવીએ કે, વિસાવદર બેઠક મામલે હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાથી પેટાચૂંટણી અટકી છે. 


કાયદાકીય ગૂંચને કારણે પેટા ચૂંટણી અટકી

વિસાવદર વિધાનસભા સીટની પેટા ચૂંટણીની જાહેરાત નહી કરવા પાછળ એવું કારણ સામે આવ્યું હતું કે 2022માં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી વિજેતા થયા હતા. ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવી હતી. ભૂપત ભાયાણીના ઉમેદવારી પત્રો સંબંધિત મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં ન આવી હતી. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષદ  રિબડિયાને હરાવીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી એમએલએ બન્યા હતા. ભૂપત ભાયાણીએ 7 હજાર 63 મતે ચૂંટણી જીતી હતી. ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે.

વાંચવા જેવું: ભરઉનાળે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી ફાઈનલ, હવામાન વિભાગે મારી મહોર

રાજ્યની છ બેઠકો ખાલી પડી

વિજાપુર બેઠક સીજે ચાવડાએ રાજીનામું આપતા ખાલી પડી, ખંભાત બેઠક ચિરાગ પટેલે રાજીનામું આપતા ખાલી પડી, વાઘોડિયા બેઠક ઘર્મેન્દ્ર વાધેલાએ રાજીનામું આપતા ખાલી પડી જ્યારે માણાવદર બેઠક અરવિંદ લાડાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી. વિસાવદર બેઠક ભુપત ભાયાણીએ રાજીનામું આપતા ખાલી છે અને પોરબંદર બેઠક અર્જૂનભાઈ મોઢવાડિયાએ રાજીનામું આપતા ખાલી પડી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ