સોશિયલ મીડિયા પર એક વીડિયો લોકોનું દિલ જીતી રહ્યો છે જેમાં સિંહનું એક નાનું બાળક ગર્જના કરવાનો પ્રયાસ કરતું જોવા મળી રહ્યું છે.
એક સિંહબાળાનો વિડીયો થયો વાયરલ
ગર્જના કરવાની કોશિશ કરી રહ્યું છે બાળા
લોકો વિડિયો જોઇને મંત્રમુગ્ધ થઇ ગયા
બાળકોની મસ્તી
ઈન્ટરનેટ પર ઘણી વાર વીડિયો વાયરલ થતા રહેતા હોય છે ત્યારે આ વીડિયો જોઇને તમારો ચહેરો ખીલી ઉઠશે. બાળકોની મસ્તી ખરેખર નિર્દોષ હોય છે, પછી ભલે તે માનવીના બાળકો હોય કે ખતરનાક જંગલી પ્રાણીઓ.
બચ્ચું ગર્જના કરવાનું શીખી ગયું
આ વીડિયોમાં એક સિંહણ અને તેના બાળકને જોઇ શકાય છે. સિંહણ પોતાના બાળકને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી છે. એ બાળાને સંપૂર્ણ સમર્પણ અને શિષ્ટતા સાથે ગર્જના કરતા જોઇ શકાય છે. આખો મામલો જાણતા પહેલા તમે આ વીડિયો જુઓ.
વિડિઓએ કર્યા અચંબિત
વીડિયોમાં જે રીતે નાનું બચ્ચું ગર્જના કરી રહ્યું છે તે એકદમ રમુજી છે. આ બચ્ચાનો અવાજ સાંભળીને ઘણા લોકો મલકી પડ્યા હતા કારણ કે બચ્ચાનો અવાજ ખતરનાક સિંહની ગર્જનાના અવાજથી તદ્દન અલગ છે. 22 સેકન્ડના આ વીડિયોએ ઘણા યુઝર્સનું મનોરંજન કર્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને તેમાં ઘણા બધા વ્યૂઝ આવી રહ્યા.
વીડીયો વાયરલ થયો
આ વીડિયોને અત્યાર સુધી લગભગ 20 લાખ વાર જોવામાં આવી ચૂક્યો છે. એટલું જ નહીં, 12 હજારથી વધુ લોકોએ તેને રિટ્વીટ કરી છે. લગભગ 90 હજાર લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં ઘણા યૂઝર્સ પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપતા જોવા મળ્યા હતા.