બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / દારૂ પીધા પછી માલિક નશામાં ધૂત થઈ ગયો, પછી જે પાલતું પ્રાણીએ કર્યું તે જોઈને સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા
Last Updated: 02:53 AM, 8 July 2025
સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક અનોખું અને રમુજી જોવા મળે છે, જે લોકોનું ધ્યાન ખેંચે છે. આવો જ એક વીડિયો તાજેતરમાં વાયરલ થયો છે, જેમાં એક બળદ તેના નશામાં ધૂત માલિકને ઘરે ધકેલી રહ્યો છે. આ વીડિયો માત્ર રમુજી જ નથી, પરંતુ બળદ અને માલિક વચ્ચેના સુંદર સંબંધને પણ દર્શાવે છે.
ADVERTISEMENT
A bull in Brazil taking his drunk owner home pic.twitter.com/3KKQ3vN08x
— NO CONTEXT HUMANS (@HumansNoContext) July 6, 2025
ADVERTISEMENT
વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ નશામાં ધૂત હાલતમાં રસ્તા પર ચાલી રહ્યો છે, પરંતુ નશાની સ્થિતિ એટલી બધી છે કે તે બરાબર ચાલી શકતો નથી. તેની સાથે ચાલી રહેલો બળદ તેને માથા વડે ધક્કો મારીને આગળ વધે છે. જ્યારે માલિક પડવા લાગે છે, ત્યારે બળદ તેને માથું વડે ટેકો આપે છે, જાણે કે તે તેનું રોજિંદું કામ હોય. આ દરમિયાન, નશામાં ધૂત માલિક વિચિત્ર હાવભાવ અને ચહેરા બનાવે છે. બળદની બુદ્ધિમત્તા અને માલિક પ્રત્યેની વફાદારી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ સમગ્ર ઘટના બ્રાઝિલથી નોંધાઈ રહી છે.
વધુ વાંચો : બુદ્ધિનો આટલો દુરૂપયોગ ના હોય મારા વાલા... વીડિયો જોઇ લોકો કરી રહ્યા છે સવાલ
ADVERTISEMENT
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો સોશિયલ સાઇટ X પર @HumansNoContext નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય ત્યાં સુધી, 12 લાખ લોકોએ તેને જોયો છે અને 48 હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, બ્રાઝિલમાં એક બળદ તેના નશામાં ધૂત માલિકને ઘરે લઈ જઈ રહ્યો છે. આ જોઈને લોકો વિવિધ રમુજી કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, આ બળદ માલિકનો સાચો મિત્ર છે, જે તેને સુરક્ષિત રીતે ઘરે લઈ જઈ રહ્યો છે. બીજાએ કટાક્ષ કર્યો, એવું લાગે છે કે બળદને પણ માલિકની આદત પડી ગઈ છે, આ તેનો રોજિંદો નિત્યક્રમ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રાંતિકારી પરિવર્તન / મોંઘા પેટ્રોલની ચિંતા નહીં! ભારતમાં 100 ટકા ઈથેનોલ ઈંધણને મળી કાનૂની મંજૂરી,ગડકરીનું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.