બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / viral social mg hector did not give 23 lakh car to childhood love fame sahdev dirdo know the truth
ADVERTISEMENT
બચપન કા પ્યાર સોન્ગ લોકોના મોઢે ચડી ગયો છે. આ સોન્ગ બે વર્ષ પહેલાં છત્તીસગઢના સુકમા જિલ્લાના રહેવાસી સહદેવ દિરદોએ ગાયું હતું. એ સમયે સહદેવની ઉંમર 10 વર્ષની હતી.
ADVERTISEMENT
સહદેવ સોશિયલ મીડિયા સ્ટાર બની ગયા છે. તેના ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને જોઈને કહેવામાં આવી રહ્યું છે કે એમજી હેક્ટરએ સહદેવને 23 લાખની કિંમતની કાર ગિફ્ટમાં આપી છે. સહદેવના ગીતો તમે તમારી આસપાસ સાંભળી શકો છો. સહદેવને કાર ગિફ્ટ આપતો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT
વીડિયોમાં સહદેવ MG ZS EV ફેસલિફ્ટ કાર પાસે ઉભા છે. એમજી હેક્ટરના બ્રાન્ચ મેનેજર તેને સન્માનિત કરતા જોવા મળી રહ્યાં છે. સાથે જ વીડિયોમાં એક સેલ્સ ગર્લ હાથમાં કારની મોટી ચાવી લઈને ઊભી દેખાય છે. આ કારણે લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે આ કાર સહદેવ દિરદોને ગિફ્ટમાં આપવામાં આવી છે.
એમજી હેક્ટરએ સહદેવને કોઈ કાર ભેટમાં આપી નથી. સહદેવને કંપનીએ એક ચેક આપ્યો છે. હેક્ટરના બ્રાંચ મેનેજરે સહદેવનું સન્માન કર્યું અને તેને 21 હજાર રૂપિયાનો ચેક આપ્યો છે. બાદમાં કંપનીના પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ કરી કે સહદેવને કાર આપવામાં નથી આવી પરંતુ 21 હજાર રૂપિયા આપવામાં આવ્યા છે. આ વીડિયો શેર થયાને માત્ર 2 દિવસ થયા છે અને તેને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ ગીત 2 વર્ષ જૂનું છે. સહદેવે તેની શાળામાં આ ગીત ગાયું હતું. તેના શિક્ષકે સહદેવના ગીતનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. પછી આ ગીત વાયરલ થઈ ગયું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.