બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:06 PM, 10 October 2025
આ વર્ષેનો નોબેલ શાંતિ પુરસ્કાર વેનેઝુએલાની લોકશાહી સમર્થક નેતા મારિયા કોરિના મચાડોને એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ સમિતિએ તેમને વેનેઝુએલામાં તાનાશાહી સામેની તેમની અથાક લડત અને લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપ્યો છે. આ ઘોષણા બાદ વૈશ્વિક સ્તરે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, ખાસ કરીને એટલા માટે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જેઓ લાંબા સમયથી આ પુરસ્કાર માટે લોબિંગ કરી રહ્યા હતા, ફરી એકવાર નિરાશ થયા છે.
ADVERTISEMENT
I am so overjoyed that the 2025 @NoblePeace Prize has gone to the right person.
— Fr Grant Ciccone (@UrbanHermit15) October 10, 2025
Porqué tú lo mereces Maria Corina Machado!
Felicidades! pic.twitter.com/lKRITegHUJ
#NobelPeacePrize #Trump
— muffaball vvohra (@jabraViratFan) October 10, 2025
Trump didn't get the Nobel Peace Prize.
Le Everyone: pic.twitter.com/MfSuNLGuyY
ADVERTISEMENT
Congratulations to Donald Trump for winning the Nobel Peace Prize in a parallel universe #NobelPeacePrize pic.twitter.com/hijXSPX7Gl
— Prayag (@theprayagtiwari) October 10, 2025
Donald Trump right now:#NobelPeacePrize pic.twitter.com/RFWDsnrgSd
— Parody Keir Starmer (@Parody_PM) October 10, 2025
ADVERTISEMENT
7 ઓક્ટોબર 1967ના રોજ જન્મેલી મારિયા કોરિના મચાડો એક ઔદ્યોગિક ઈજનેર છે અને ‘વેન્ટે વેનેઝુએલા’ પાર્ટીની નેતા છે. તેમણે પોતાની રાજકીય સફરની શરૂઆત ‘સુમાતે’ (Sumate) નામના નાગરિક સંગઠનની સહ-સ્થાપના સાથે કરી હતી, જે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ માટે કામ કરે છે. 2010-2015ની ચૂંટણીઓમાં તેઓ નેશનલ એસેમ્બલીના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને તે સમયે સૌથી વધુ મતો મેળવનાર નેતા હતા.
2011થી 2014 સુધી તેઓ સંસદમાં સક્રિય રહ્યા અને ત્યારથી વેનેઝુએલાની વિપક્ષી રાજનીતિમાં તેમનું નામ અગ્રેસર રહ્યું છે. મચાડોની લડત વેનેઝુએલાની જનતાના લોકશાહી અધિકારો અને તાનાશાહી શાસનમાંથી શાંતિપૂર્ણ રીતે લોકશાહી તરફના પરિવર્તન માટે રહી છે. નોબેલ સમિતિએ તેમના આ પ્રયાસોને ‘લોકશાહીની શાંતિપૂર્ણ ચળવળનું પ્રતીક’ ગણાવ્યું છે.
ADVERTISEMENT
When you hear that the winner of the Nobel Peace Prize is not Trump but the Venezuelan María Machado: pic.twitter.com/IeuKyEhvP3
— Hanan Abunasser 🇵🇸🇱🇧🇾🇪 (@abunasserhanan) October 10, 2025
Doland Trump upon seeing he’s not the Nobel Peace Prize winner 😂 pic.twitter.com/QjBZjNzhVp
— maithun (@Being_Humor) October 10, 2025
ADVERTISEMENT
2 minutes of silence for those who were expecting the Nobel Peace Prize for Donald 'Joker' Trump 😂.#NobelPeacePrize #DonaldTrump pic.twitter.com/clw6HOvZbt
— Sravani (@sravani_darsi) October 10, 2025
#NobelPeacePrize
— Aditya (@adityacasm_) October 10, 2025
*Nobel Peace Prize awarded to Maria Corina Machado*
Donald Trump right now : pic.twitter.com/s9HjoN8V0V
ADVERTISEMENT
ટ્રમ્પના દાવા અને સોશિયલ મીડિયાની મજાક
બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમણે આઠ મોટા યુદ્ધો રોક્યા, ઇઝરાયેલ-હમાસ વચ્ચે શાંતિ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી અને ભારત-પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધ ટાળ્યું. જોકે, નોબેલ સમિતિએ તેમના આ દાવાઓને નજરઅંદાજ કરીને મચાડોને પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો. ટ્રમ્પની આ નિષ્ફળતા બાદ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ મજાક ઉડાવવામાં આવી. ઘણા યૂઝર્સે ટ્રમ્પના દાવાઓને ‘અતિશયોક્તિપૂર્ણ’ ગણાવ્યા અને નોબેલ સમિતિના નિર્ણયની પ્રશંસા કરી. એક યૂઝરે લખ્યું, “ટ્રમ્પને લાગે છે કે નોબેલ પુરસ્કાર ટ્વીટ કરીને જીતી શકાય છે, પણ મચાડોની લડત ખરેખર પ્રેરણાદાયી છે!”

વેનેઝુએલાની પરિસ્થિતિ અને મચાડોનું યોગદાન
વેનેઝુએલા લાંબા સમયથી આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતાથી પીડાઈ રહ્યું છે. નિકોલસ માદુરોની સરકાર પર તાનાશાહી અને ચૂંટણીઓમાં ગેરરીતિઓના આરોપો લાગે છે. આવા માહોલમાં મચાડોની નેતાગીરીએ લોકશાહીની આશાને જીવંત રાખી છે. તેમણે શાંતિપૂર્ણ પ્રદર્શનો અને આંતરરાષ્ટ્રીય સમર્થન દ્વારા વેનેઝુએલાની જનતાને એકજૂટ કરવાનો પ્રયાસ કર્યો છે. નોબેલ સમિતિના નિર્ણયથી વેનેઝુએલાની લોકશાહી ચળવળને નવું બળ મળવાની આશા છે. મચાડોના સમર્થકો માને છે કે આ પુરસ્કાર તેમના સંઘર્ષને વૈશ્વિક મંચ પર લઈ જશે અને વેનેઝુએલામાં લોકશાહીની પુનઃસ્થાપના માટે નવો ઉત્સાહ પ્રદાન કરશે.
વધુમાં વાંચો: ખરાબ ફોર્મના કારણે સૂર્યકુમાર યાદવ ટીમમાંથી બહાર, આ ભારતીય સ્ટારને બનાવાયો કેપ્ટન
મારિયા કોરિના મચાડોનો નોબેલ શાંતિ પુરસ્કાર માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ તે વેનેઝુએલાની જનતાના લોકશાહી સંઘર્ષનું પ્રતિબિંબ છે. આ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય સમુદાયને વેનેઝુએલાની પરિસ્થિતિ પર ધ્યાન આપવા માટે પ્રેરશે. બીજી તરફ, ટ્રમ્પની નિરાશા અને સોશિયલ મીડિયા પર થયેલી મજાકે નોબેલ પુરસ્કારની ચર્ચાને વધુ રસપ્રદ બનાવી દીધી છે. આ ઘટના એકવાર ફરીથી દર્શાવે છે કે નોબેલ શાંતિ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવે છે જેઓ શાંતિ અને લોકશાહી માટે ખરેખર જમીની સ્તરે કામ કરે છે. મચાડોની આ જીત એ દરેક વ્યક્તિ માટે પ્રેરણા છે જે અન્યાય સામે લડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.