Vijay Babu sexual harrasment case kerala police commissioner statement passport cancelled suspected to flee uae
Me Too /
સેક્સુઅલ હેરેસમેન્ટ કેસના આરોપી અભિનેતાએ દેશ છોડી ભાગવાની કરી તૈયારી
Team VTV04:16 PM, 20 May 22
| Updated: 11:00 AM, 21 May 22
યૌન ઉત્પીડન જેવા ગંભીર કેસનો સામનો કરી રહેલા મલયાલમ સુપરસ્ટાર ફિલ્મ અભિનેતા વિજય બાબૂની મુશ્કેલી વધી ગઈ છે. આ દરમિયાન હજુ સુધી એ જાણવા નથી મળ્યુ કે તે ક્યાં છુપાયો છે.
એક્ટર મલયાલમ સીનેમામાં ઘણી ફિલ્મો આપી ચુક્યો છે
કેરળ પોલીસે અભિનેતાનો પાસપોર્ટ જપ્ત કરી લીધો છે
અભિનેતા વિરુધ્ધ છે કોર્ટનો ધરપકડ વોરન્ટ
દક્ષિણ ભારતમાં આ ફિલ્મ અભિનેતાની જબરદસ્ત ફેન ફોલોવિંગ છે. એક્ટર ઘણી હિટ ફિલ્મો આપી ચુક્યો છે. તેનો પાસપોર્ટ રદ થઈ ગયો છે. જ્યારે પોલીસનું કહેવું છે કે જો તે તરત હાજર નહીં થાય તો આગળ વધુ કડક કાર્યવાહિ કરવામાં આવશે.
એક્ટરની શોધખોળ ચાલુ છે
બાબૂ ક્યાં છે ભલે તેની ભાળ ન મળી હોય પરંતુ આ દરમિયાન કોચીની પોલીસ તેની તપાસમાં સતત દરોડા પાડી રહી છે. કોચી જિલ્લાના પોલીસ કમિશ્નર સીએચ નાગરાજુએ અભિનેતા વિજય બાબૂનો પાસપોર્ટ જપ્ત કર્યાની પુષ્ટી કરતા કહ્યું કે આ કાર્યવાહીની સાથે જ તેના પાસપોર્ટ પર થયેલા બધા વિઝા પૂરી રીતે અમાન્ય થયા છે. નાગરાજે કહ્યું,"હાલમાં એવા સંકેત અને સુચનાઓ મળી રહી છે કે તે બીજા દેશમાં દાખલ થઈ ગયો છે. પરંતુ અમારી પાસે તેના વિરુધ્ધ કોર્ટ નો વોરન્ટ છે, આથી તેની ધરપકડ કરવામાં કોઈ સમસ્યા નહીં આવે."
યૌન ઉત્પીડનના કેસમાં આરોપી છે બાબૂ
આ દરમિયાન સમાચાર આવ્યા છે કે મલયાલમ એક્ટર વિજય બાબૂએ પાસપોર્ટ અધિકારીઓને કહ્યું છે કે તે 24 મેએ ઓફિસમાં હાજર થઈ જશે. બાબૂની વિરૂધ્ધ ઘણી કલમો સાથે કેસ થયેલ છે. પોલીસ કમિશ્નરે કહ્યું છે કે જો તે તરત પોલીસ સામે હાજર ન થાય તો એવી સ્થિતિમાં તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવશે. જોકે આ કેસમાં કેરળ પોલીસને હજુ સુધી ઈન્ટરપોલ કે યૂએઈ પોલીસથી કોઈ જાણકારી કે પ્રતિક્રિયા નથી મળી.
આ કારણે થઈ ધરપકડ
આ ગંભીર આરોપમાં કેસ કોઝિકોડ જિલ્લાની રહેવાસી પીડીતાએ કેસ દાખલ કરાવતા પોલીસને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે એક્ટર વિજય બાબૂએ ફિલ્મોમાં કામ અપાવવાના બહાને તેણીને ફ્લેટ પર બોલાવતો હતો. કોચી વાળા ફ્લેટ પર બોલાવીને એક્ટર પીડિત મહિલા સાથે યૌન ઉત્પીડન કરતો હતો. પીડિતાએ આગળ જણાવતા કહ્યું કે વિજય બાબૂએ તેની સાથે એક વાર નહિં પરંતુ ઘણીવાર રેપ કર્યો હતો.