બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / બોલિવૂડ / Vidya Balan had to beg in front of a five-star hotel in Mumbai, the actress made a big disclosure

મનોરંજન / પાંચ રૂપિયાના બિસ્કિટ માટે વિદ્યા બાલને ફાઇવ સ્ટાર હોટલ બહાર માંગી હતી ભીખ, ખુદ કર્યો ખુલાસો

Megha

Last Updated: 10:58 AM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદ્યા બાલન હાલમાં તેની આગામી ક્રાઈમ થ્રિલર ફિલ્મ 'નિયત'ના પ્રમોશન દરમિયાન ખુલાસો કર્યો હતો કે એકવાર તેણે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલની સામે ભિખારીની એક્ટિંગ કરી હતી

  • વિદ્યા બાલન હાલ ફિલ્મ 'નિયત'ના પ્રમોશનમાં વ્યસ્ત છે
  • અભિનેત્રી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે 
  • વિદ્યાએ મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલની સામે ભિખારીની એક્ટિંગ કરી હતી

વિદ્યા બાલન  ઘણા દિવસોથી ફિલ્મી દુનિયાથી અંતર બનાવી રાખ્યું છે પણ હાલ અભિનેત્રી વિદ્યા બાલન હાલમાં તેની આગામી ક્રાઈમ થ્રિલર ફિલ્મ 'નિયત'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં ફિલ્મ નિયતનું જોરદાર પ્રમોશન કરી રહી છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રી પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી છે. 

પ્રમોશન દરમિયાન વિદ્યા બાલને ખુલાસો કર્યો હતો કે એકવાર તેણે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલની સામે ભિખારીની એક્ટિંગ કરી હતી અને તે પણ જીમ જામ બિસ્કીટના પેકેટ માટે. વિદ્યા બાલને ઈન્ટરવ્યુમાં કહ્યું કે અમે IMG એટલે કે ઈન્ડિયન મ્યુઝિક ગ્રુપ હતા. તેઓ દર વર્ષે શાસ્ત્રીય સંગીત સમારોહ, ભારતીય ક્લાસિક મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરતા હતા. આ કોન્સર્ટ ત્રણ દિવસ સુધી આખી રાત ચાલ્યો. અમે કોન્સર્ટના આયોજનમાં મદદ કરતા અને રાત્રે જ્યારે શો પૂરો થતો ત્યારે અમે નરીમન પોઈન્ટ પર ફરવા જતા હતા.

વિદ્યાએ આગળ કહ્યું, "એકવાર મને એક ચેલેન્જ આપવામાં આવી. તેણે મને ઓબેરોય-ધ પામ્સ ની કોફી શોપનો દરવાજો ખટખટાવીને ખાવાનું પૂછવા કહ્યું. તેઓ જાણતા ન હતા કે હું એક્ટ્રેસ છું. મેં ચેલેન્જ સ્વીકારી અને હું ગઈ ત્યાં..મેં દરવાજો ખખડાવ્યો અને તો બધાને ચીડ આવવા લાગી. એ બાદ હું કહેતી રહી કે- પ્લીઝ, મને ભૂખ લાગી છે. ગઈકાલથી મેં કંઈ ખાધું નથી. ' પણ કોઈ એ કઈં જવાબ ન આપ્યો અને થોડી વાર પછી એ લોકો બીજી દિશામાં જોવા લાગ્યા. આ પછી મારો મિત્ર શરમાઈ ગયો અને મને આવવા કહ્યું. જોકે હું શરત જીતી ગઇ હતી.' 

વિદ્યાએ ઇન્ટરવ્યુમાં બિસ્કિટ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં કહ્યું, 'ચેલેન્જ જિમ જામ બિસ્કિટ માટે હતી. કોન્સર્ટ માટે અમારું સ્પોન્સર બ્રિટાનિયા હતું અને અમારી પાસે ઘણા બધા બિસ્કિટ હતા, પરંતુ મેં કહ્યું કે જો હું જીતીશ, તો મને જિમ જામનું વધારાનું પેકેટ મળશે અને મેં કર્યું.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ