ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / કેપ્ટનશીપ છીનવાયા બાદ પ્રથમવાર ગૌતમ ગંભીરને મળ્યો રોહિત શર્મા, Video વાયરલ

સ્પોર્ટ્સ / કેપ્ટનશીપ છીનવાયા બાદ પ્રથમવાર ગૌતમ ગંભીરને મળ્યો રોહિત શર્મા, Video વાયરલ

Published By: Priyankka Triveddi

Last Updated: 09:06 AM, 17 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI સીરિઝ આગામી 19 ઓકટોબરથી શરૂ થવા જઈ રહી છે. અને આ ODI સીરિઝને લઈને ક્રિકેટ ફેન્સ એટલા માટે પણ વધારે ઉત્સાહિત છે કારણ કે આ મેચમાં સ્ટાર પ્લેયર્સ શર્મા અને કોહલી ક્રિકેટમાં પાછા ફરી રહ્યા છે

ADVERTISEMENT

Rohit Sharma-Gautam Gambhir Interaction: 19 ઓકટોબરથી India અને Australia વચ્ચે ODI સીરિઝ શરૂ થશે. અને આ વખતે આ સીરિઝ એટલા માટે પણ વધુ exciting છે કારણ કે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને પાછા ફરી રહ્યા છે. જો કે આ સીરિઝ માટે પહેલા કેપ્ટન્સી રોહિત શર્માને આપવામાં આવી હતી પણ હવે તેમની પાસેથી આ કેપ્ટન્સી પાછી લઈ લેવામાં આવી છે અને આ સીરિઝનો નવો કેપ્ટન શુભમન ગિલ છે. રોહિત શર્મા અને ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. અને હવે ત્યાંથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં કેપ્ટન્સી ગયા બાદ પહેલીવાર શર્મા અને કોચ ગંભીર એકબીજા સાથે ખાસ વાત કરતાં નજર આવી રહ્યા છે.

કોચ ગૌતમ ગંભીરને મળ્યો રોહિત શર્મા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ODI 19 ઓક્ટોબરે રમાશે. તે પહેલા ટીમ ઈન્ડિયા નેટ પર સખત મહેનત કરી રહી છે. તેની ઓફિશિયલ ચેનલ સ્ટાર સ્પોર્ટ્સે તાજેતરમાં આનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં રોહિત શર્મા પ્રેક્ટિસ માટે મેદાનમાં આવતો જોવા મળે છે. પ્રેક્ટિસ દરમિયાન તેણે નેટમાં કેટલાક શોટ માર્યા અને આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સૌથી નોંધપાત્ર વાત એ છે કે રોહિત શર્મા અને ગૌતમ ગંભીર એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. ઘણા ચાહકોએ વિચાર્યું હતું કે કેપ્ટનશીપ ગુમાવ્યા પછી રોહિત અને ગંભીર વચ્ચેના સંબંધો બગડી શકે છે પરંતુ એવું નહોતું.

આ વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે બંનેએ બતાવ્યું કે તેઓ શા માટે મહાન ખેલાડીઓ છે અને શા માટે રમત તેમના માટે સર્વોપરી છે.

વધુ વાંચો: ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર! ટેસ્ટ, ODI અને T20 પછી હવે નવા ફોર્મેટની એન્ટ્રી

vtv app promotion

રોહિત શર્માથી ટીમને છે ઘણી આશાઓ

ઓસ્ટ્રેલિયામાં રોહિત શર્માનો રેકોર્ડ મજબૂત છે અને તેણે ઘણા રન બનાવ્યા છે. જ્યારે ODI ક્રિકેટની વાત આવે છે ત્યારે રોહિત સૌથી આગળ છે. તે ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે 19 ઇનિંગ્સમાં 990 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આશા છે કે શર્મા 19 ઓક્ટોબરથી શરૂ થતી ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI સીરિઝમાં પણ પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Sharma Gautam Gambhir IND vs AUS

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ