ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર! ટેસ્ટ, ODI અને T20 પછી હવે નવા ફોર્મેટની એન્ટ્રી

સ્પોર્ટ્સ / ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર! ટેસ્ટ, ODI અને T20 પછી હવે નવા ફોર્મેટની એન્ટ્રી

Published By: Pravin Joshi

Last Updated: 03:38 AM, 17 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમય જતાં ક્રિકેટમાં અનેક ફેરફારો થયા છે. ચાહકો અને ઉત્સાહીઓના મતે, ક્રિકેટમાં અનેક ફેરફારો થયા છે. ક્યારેક નિયમો અંગે મોટા નિર્ણયો લેવામાં આવે છે, તો ક્યારેક રમતનું ફોર્મેટ બદલાય છે.

ADVERTISEMENT

ક્રિકેટની દુનિયામાં ફરી એક મોટો બદલાવ આવ્યો છે. ટેસ્ટ, વનડે અને ટી-20 પછી હવે નવું ફોર્મેટ ‘ટેસ્ટ ટ્વેન્ટી’ રજૂ કરવામાં આવ્યું છે, જેને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ચર્ચા છે. આ ફોર્મેટને “ટેસ્ટ અને ટી-20”ના રસપ્રદ મિશ્રણ તરીકે રજૂ કરવામાં આવ્યું છે.

શું છે ‘ટેસ્ટ ટ્વેન્ટી’?

‘દ ફોર્થ ફોર્મેટ’ના CEO અને વન વન સિક્સ નેટવર્કના કાર્યકારી અધ્યક્ષ ગૌરવ બહિરવાનીના જણાવ્યા મુજબ, આ નવો ફોર્મેટ પરંપરાગત ટેસ્ટ જેવી રચના ધરાવે છે, પરંતુ સમય અને ગતિ બંનેમાં તે ઝડપી છે. આમાં દરેક ટીમને બે વાર બેટિંગ કરવાની તક મળશે. મેચ ટૂંકી હશે, પરંતુ રોમાંચક રહેશે. ટેસ્ટના કેટલાક નિયમો અને ટી-20ના તત્વોનો મેળ કરી આ ફોર્મેટ તૈયાર થયું છે. મેચનું પરિણામ જીત, હાર, ટાઈ કે ડ્રો કોઈ પણ રીતે આવી શકે છે. આ ફોર્મેટ હાલ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં લોન્ચ થયું નથી, પણ ચર્ચા અને તૈયારીની શરૂઆત થઈ ગઈ છે.

Cricket

મોટી હસ્તીઓ જોડાઈ

આ નવા ફોર્મેટના સલાહકાર બોર્ડમાં વિશ્વ ક્રિકેટની મહાન હસ્તીઓ જોડાઈ છે.

  • એબી ડી વિલિયર્સ
  • ક્લાઇવ લોયડ
  • મેથ્યુ હેડન
  • હરભજન સિંહ

એબી ડી વિલિયર્સે શું કહ્યું?

એબી ડી વિલિયર્સના જણાવ્યા મુજબ,“આ ફોર્મેટની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ખેલાડીઓને સ્વતંત્રતા અને સર્જનાત્મકતાનો અનુભવ કરાવે છે. આ નિર્ભય ક્રિકેટ છે — જ્યાં ખેલાડી પોતાના રમતના બધા પાસા ખુલ્લા હૃદયથી બતાવી શકે છે.”

આ પણ વાંચો : આ દિગ્ગજ ક્રિકેટરની એક-બે નહીં ત્રણ ગર્લફ્રેન્ડ, લગ્ન વગર જ બન્યો ત્રણ બાળકોનો પિતા

પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર મેથ્યુ હેડનએ કહ્યું, યુવા ખેલાડીઓ ભવિષ્ય છે. આ ફોર્મેટમાં લાંબી ઇનિંગ્સનો સ્વાદ પણ છે અને ઝડપભર્યા ક્રિકેટનો મઝો પણ. એક જ દિવસે બે ઇનિંગ્સ અને કુલ 80 ઓવર્સ – એ બંને દુનિયાનો શ્રેષ્ઠ સંયોજન છે. નવું ફોર્મેટ ‘ટેસ્ટ ટ્વેન્ટી’ ક્રિકેટના ઇતિહાસમાં કદાચ મોટું પ્રયોગ સાબિત થઈ શકે છે. જેમાં ટેસ્ટની શિસ્ત અને ટી-20ની મજા એકસાથે જોવા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sports Test Twenty20 Format Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ