બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / video little kid jumps into a pool full of crocodiles

ખતરનાક / VIDEO : મગરોથી ભરેલા તળાવમાં કૂદી પડ્યો નાનકડો છોકરો, અંદર પડીને કર્યું આવું, ખતરનાક વીડિયો

Hiralal

Last Updated: 05:09 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં મગરોથી ભરેલા તળાવમાં નાહી રહેલા એક છોકરાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • સોશિયલ મીડિયા પર બહાદુર છોકરાનો વીડિયો વાયરલ
  • એક છોકરો શર્ટ કાઢીને કૂદી પડ્યો તળાવમાં
  • આખું તળાવ ભરેલું હતું ખતરનાક મગરોથી
  • મગર પળવારમાં કોળિયો કરી જવા જાણીતા 

મગરનું નામ સાંભળતા જ બાળકોને ડર લાગી જાય છે. આવું થવું સ્વાભાવિક છે કારણ કે એક વાર મગર જેને પકડી લે તેને જીવતો છોડતો નથી તેથી બાળકો અને ત્યાં સુધી મોટા પણ મગરથી દૂર જ રહેતા હોય છે પછી તેની નજક જવાની તો હિંમત જ કેવી રીતે કરી શકે પરંતુ આ વાતથી ઊંઘી રીતે એક નાનકડા છોકરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે મગરોથી ભરેલા તળાવમાં તે બિંદાસ્ત નાહી રહ્યો છે તેમ છતાં પણ મગરો તેનું કંઈ બગાડી શકતા નથી. 

એક પણ મગર છોકરાને પકડી ન શક્યો
વાયરલ વીડિયો અનુસાર, એક છોકરો શર્ટ કાઢીને તળાવમાં કૂદી પડ્યો છે, તળાવમાં ખૂંખાર અને પળમાં કોળિયો કરી જાય તેવા ઘણા મગરો તરી રહ્યાં છે. કૂદી પડ્યાં બાદ મગરોમા પણ થોડો ખળભળાટ થાય છે અને તેઓ શિકારની શોધમાં ઉધામા મારે છે. છોકરો પણ જાણે  મગરનો બાપ હોય તેવી રીતે આરામથી નાહ્યી રહ્યો છે. મગર જેવા તેની બાજુએ આવે કે તરત જે ડૂબકી મારી લે છે અને આ રીતે તે મગરનો ચકામો આપીને નાહ્યતો રહ્યો હતો. 

મગર એટલે કે ખતરનાક શિકારી, પાણીમાં તેની પકડમાંથી કોઈ છટકી ન શકે
ઉલ્લેખનીય છે મગર ખતરનાક શિકારી પ્રાણી છે અને તેની પકડમાંથી કોઈ જીવતો બચી ન શકે. પાણીમાં જે કોઈ પણ તેની પકડમાં આવી જાય તે પળમાં કોળિયો થઈ જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ