બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / વડોદરા / VIDEO: Life burns.! A strange crop has grown in place of bad millet seeds, 3 months of hard work has been wasted.

પંચમહાલ / VIDEO: જીવ બળે છે.! બાજરીનુ બિયારણ ખરાબ નિકળતા ડુંડાની જગ્યાએ કઈક વિચિત્ર પાક થયો તૈયાર, તાતની 3 મહિનાની મહેનત પાણીમાં

Vishal Khamar

Last Updated: 12:54 AM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલના શહેરા પંથકમાં ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. બાજરીનું બિયારણ ખરાબ નીકળતા કેટલાય ખેડૂતોને લાખ્ખોનું નુક્શાન થયું છે. ખેડૂતોના આક્ષેપો છે કે બાજરીના બિયારણ માટે જાણીતી બ્રાન્ડનું ડુપ્લીકેટ બિયારણ તેમને પધરાવી દેવામાં આવ્યું છે.

  • પંચમહાલનાં ખેડૂતોને પડતા પર પાટુ
  • બાજરીનું બિયારણ ખરાબ નીકળતા ખેડૂતોને નુકશાન
  •  ડુપ્લીકેટ અને બિનગુણવત્તા યુક્ત બિયારણનો જથ્થો ખેડૂતને આપવામાં આવ્યો

ચોમાસુ નજીક આવી રહ્યું છે. ત્યારે ખેડૂતો હવે પોતાના ખેતરમાં વાવેતરની તૈયારીઓની સાથે સાથે બિયારણની ખરીદી પણ કરતા હોય છે. પરંતુ આ વખતે બિયારણની ખરીદી કરતા પહેલા ચેતજો !!!! કારણ કે માર્કેટમાં હવે ડુપ્લીકેટ અને બિનગુણવત્તા યુક્ત બિયારણનો જથ્થો વેચાઈ રહ્યો છે. આવા બિયારણના વાવેતર બાદ ત્રણ થી ચાર મહિના બાદ જ્યારે પાક તૈયાર થાય ત્યારે ખેડૂતને ભૂંડી રીતે છેતરાયા હોવાનો અહેસાસ થાય. ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. આવું જ કઈક થયું છે પંચમહાલના શહેરા તાલુકાના બીલીથા અને આસપાસના ખેડૂતો સાથે થયું છે. આજ થી અંદાજિત પાંચેક મહિના પહેલા આ વિસ્તારના ખેડૂતોએ બાજરીના બિયારણમાં મોટું નામ ધરાવતી પાયોનિયર બ્રાન્ડનું 86M11 બિયારણ હોંશે હોંશે ખરીદીને પોતાના ખેતરમાં વાવ્યું હતું.

બાજરીના ડુંડાની જગ્યાએ કઈક વિચિત્ર કહી શકાય તેવો પાક જોવા મળ્યો
શહેરાના બીલીથા ગામના પુનમભાઈ માછીએ પણ ગત ફેબ્રુઆરી માસમાં બાલાસિનોરના શક્તિ પેસ્ટીસાઇઝ્ડ નામની એગ્રો દુકાન માંથી 6 પેકેટ પાયોનિયર બ્રાન્ડ નું 86M11 બાજરીનું બિયારણ રૂપિયા 3900 માં ખરીદી કર્યું હતું. જેના બાદ પોતાની 3 એકર જેટલી જમીનમાં વાવી તેની પાછળ પાણી મુકવા,ખાતર નાખવા સહિતનો ખર્ચ અને અંદાજિત 3 મહિનાની મહેનત કરી હતી. પૂનમભાઈને દુકાનદાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે સારી બ્રાન્ડનું બિયારણ છે. એટલે વિધે 40 મણ બાજરીનો ઉતારો આવશે. મોટી આશાઓ સાથે બ્રાન્ડેડ બિયારણ થી કરેલ બાજરીની ખેતીનો પાક તૈયાર થતા જે પરિણામ આવ્યું તે જોઈ પુનમભાઈ સહિત આસપાસના ખેડૂતો પણ ચોંકી ઉઠ્યા હતાં. બાજરીના છોડ પર બાજરીના ડુંડાની જગ્યાએ કઈક વિચિત્ર કહી શકાય તેવો પાક જોવા મળ્યો હતો.

ખેડૂતને એક વિઘામાં અંદાજિત 70 હજારનું નુકસાન 
પુનમભાઈ સહિત આસપાસના ઘણા ખેડૂતોને પાયોનિયર બ્રાન્ડ નું 86M11 બાજરીનું બિયારણ વિધે 20-25 હજારનો ફાયદો કરાવવા ની જગ્યા એક વિઘામાં અંદાજિત 70 હજારનું નુકસાન કરાવી ગયું હોવાના આક્ષેપો કરી રહ્યા છે. પુનમભાઈ એકલા ને જ 3 થી 4 લાખ નું નુકશાન થયું હોવાનું તેઓ જણાવી રહ્યા છે.઼

પુનમભાઈ માછી (ભોગ બનનાર, ખેડૂત)

દેવાના બોજ તળેલા દબાયેલા ખેડૂતો આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી
ખરાબ કે ડુપ્લીકેટ બીયારણ નો ભોગ બનનાર એવા પુનમભાઈ સહિત તમામ ખેડૂતો આવા ખરાબ અને બિનગુણવત્તા યુક્ત બિયારણો વેચનાર સામે કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. તો સાથે જ હાલ તેઓને જે નુકશાન થયું છે તેનું વળતર પણ તાત્કાલિક મળે તેવી માંગણી કરી રહ્યા છે. અને જો કોઈ પણ પગલા નહિ લેવાય તો દેવાના બોજ તળેલા દબાયેલા ખેડૂતો આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ