બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાધનપુર ચોકડી અકસ્માતમાં નવો વળાંક, યુવકે પોતે જ ટ્રક નીચે પડતું મૂકતા શરીરના ટુકડેટુકડા
Last Updated: 02:04 PM, 24 February 2026
Mehsana Accident Case : મહેસાણાની રાધનપુર ચોકડી પાસે 18 ફેબ્રુઆરી બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે બનેલી યુવકના મોતની ઘટના અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં જે બનાવને ટ્રેલરની ટક્કરથી થયેલો અકસ્માત માનવામાં આવતો હતો તપાસ પછી તે હકીકતમાં આત્મહત્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘટનામાં ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લાનો રહેવાસી સત્યપાલ બાબુરામ નામના યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. પહેલા નજરે આ બનાવ સામાન્ય માર્ગ અકસ્માત લાગતો હતો પરંતુ બાદમાં સામે આવેલા CCTV ફૂટેજે સમગ્ર ઘટનાનો નજરીયો બદલી નાખ્યો છે.
ADVERTISEMENT
B ડિવિઝન પોલીસે બનાવ પછી તરત જ આસપાસના CCTV કેમેરાની તપાસ શરૂ કરી હતી. ટ્રેલરચાલકની શોધખોળ અને ઘટનાની સાચી હકીકત જાણવા માટે ફૂટેજ ઝીણવટભરી રીતે જોવામાં આવ્યા હતા. CCTVમાં સ્પષ્ટ દેખાય છે કે સત્યપાલ રોડ વચ્ચે બેફિકરીથી ચાલતો હતો. તે સમયે રસ્તા પર બે નાની ટ્રક અને એક ટ્રેલર પસાર થઈ રહ્યા હતા. ટ્રેલર નજીક આવતાં જ સત્યપાલ દોડીને ટ્રેલરના પાછળના ટાયર નીચે જઈને સૂઈ ગયો હતો. ટાયર તેના ઉપર ફરી વળતાં અને અંદાજે 5 ફૂટ જેટલો રસ્તા પર ઢસડાતા તેના શરીરના કમરના અને પેટના ભાગનો છૂંદો થઈ ગયો હતો. આ દૃશ્યો જોઈ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. સ્પષ્ટ પુરાવા મળતાં હવે પોલીસએ આ કેસને અકસ્માત નહીં પરંતુ આત્મહત્યાનો ગણાવ્યો છે.
ADVERTISEMENT
મહેસાણા અકસ્માત કેસમાં નવો વળાંક, યુવકે પોતે જ આપઘા*ત કર્યાનું CCTVમાં ખૂલ્યું
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 24, 2026
(આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે. 4 દિવસ પહેલાં મહેસાણાના રાધનપુર ચોકડી પર બની હતી આ ઘટના. જેમાં CCTV સામે આવતા ખૂલ્યું કે, આ કોઇ અકસ્માત નહીં, યુવકે પોતે જ ટ્રક નીચે પડતું મૂક્યું હોવાનું CCTVમાં… pic.twitter.com/hGkOfbP9mk
ADVERTISEMENT
ઘટના બન્યા બાદ પ્રાથમિક તપાસમાં એવું લાગતું હતું કે ટ્રેલરની ટક્કરથી યુવકનું મોત થયું છે. સત્યપાલ રાધનપુર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેલરના ટાયર નીચે કચડાઈ જવાથી તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ CCTV અને અન્ય વિગતોના આધારે કરવામાં આવી હતી. શરૂઆતમાં ટ્રેલરચાલક સામે કાર્યવાહી કરવાની તૈયારી હતી પરંતુ ફૂટેજ સામે આવતા સમગ્ર મામલે નવો વળાંક લીધો હતો.

ADVERTISEMENT
ADVERTISEMENT
સત્યપાલના મોતના સમાચાર મળતાં જ તેનો પરિવાર મહેસાણા દોડી આવ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે સત્યપાલ ઘરેથી કામધંધા માટે બહાર જઈ રહ્યો છું એમ કહીને નીકળ્યો હતો. તેણે આવું કઠોર પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પરિવાર પણ આ ઘટનાથી આઘાતમાં છે. પોલીસ હાલ વધુ તપાસ કરી રહી છે. પરંતુ CCTV ફૂટેજે સ્પષ્ટ કરી દીધું છે કે આ બનાવ અકસ્માત નહીં પરંતુ આત્મહત્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે અને લોકોમાં પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.