બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વધુ એક પીજી અમદાવાદમાં સીલ, અત્યાર સુધીમાં કુલ 32 PG વિરૂદ્ધ તંત્રએ કરી કાર્યવાહી
Last Updated: 12:45 PM, 24 February 2026
AMC Action Science City PG Sealed: અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ચાલતા પેઇંગ ગેસ્ટ (PG) સંચાલકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ કડક કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 32 PG સીલ કરવામાં આવ્યા છે. AMCની ટીમે અચાનક ચેકિંગ હાથ ધરી હતી જેમાં બહાર આવ્યું કે ઘણા PG નિયમોનું ઉલ્લંઘન કરીને ચલાવવામાં આવી રહ્યા હતા. ખાસ કરીને AMCના હાઉસિંગના મકાનોમાં જ ગેરકાયદેસર રીતે PG ચલાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે AMCએ તરત જ કાર્યવાહી કરીને સંબંધિત મકાનો સીલ કરી દીધા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
સાયન્સ સિટી ખાતે આવેલ શિવાલય હોમ્સ નામની સ્કીમમાં પણ PG ચલાવવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. અહીં રહેવા માટે બનાવાયેલા રહેણાંક મકાનોમાં વ્યાપારી હેતુથી PG ચલાવવામાં આવી રહ્યું હતું. જે નિયમો વિરુદ્ધ છે. AMCના અધિકારીઓએ સ્થળ પર જઈને દસ્તાવેજોની ચકાસણી કરી અને ગેરરીતિ જણાતા તાત્કાલિક સીલ કરવાની કાર્યવાહી કરી. સ્થાનિક સ્તરે પણ રહેવાસીઓએ PGના કારણે ટ્રાફિક અને સુરક્ષા સંબંધિત પ્રશ્નો ઊભા થતા હોવાની ફરિયાદો કરી હતી.

ADVERTISEMENT
ADVERTISEMENT
AMCએ સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા PG સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. હાઉસિંગ સ્કીમમાં મંજૂરી વગર વ્યાપારી પ્રવૃત્તિ ચલાવવી કાયદેસર નથી અને તે સામે કડક વલણ અપનાવવામાં આવશે. સાયન્સ સિટીમાં 1 PG અને શહેરમાં કુલ 32 PG સીલ કરવાની કાર્યવાહી શહેર માટે સંદેશ સમાન છે કે નિયમોનું પાલન કરવું જરૂરી છે. AMCએ PG સંચાલકોને નિયમ મુજબ મંજૂરી લઈને જ વ્યવસાય ચલાવવા સૂચના આપી છે નહીં તો આવનારા સમયમાં વધુ કડક કાર્યવાહી થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.