બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાલાલની આગાહી વચ્ચે રાજ્યમાં ફરી કમોસમી વરસાદ શરૂ, પાકને નુકસાનની ભીતિ
Last Updated: 11:53 AM, 24 February 2026
Gujarat Unseasonal Rain: ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સુરત, અમદાવાદ, અરવલ્લી સહિત વિવિધ જગ્યાએ કમોસમી વરસાદનું આગમન થયું છે. તો બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરાયેલી આગાહી અનુસાર વાતાવરણમાં “વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ” સક્રિય થતા હવામાનનો મિજાજ બદલાયો છે. તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા છાંટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગાઈકલથી એટલે કે 23 ફેબ્રુઆરીથી હાલના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમે ધીમે ઘટવા લાગી છે. અરબ સાગરમાં ભેજનું પ્રમાણ વધતા તેની અસર ઓછી થવા લાગી છે. જોકે બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહી શકે છે. આ આગાહી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ અસર જોવા મળી શકે છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હવામાનમાં પલટો આવી શકે છે. આ સાથે પંચમહાલ અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વાતાવરણ બદલાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને ઉત્તર ગુજરાત, કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા છાંટા પડી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને મોડાસા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. આ અણધાર્યા બદલાવને કારણે ખાસ કરીને તૈયાર હાલતમાં ઉભેલા બટાકા, ઘઉં અને ચણાના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો માવઠું પડશે તો પાકની ગુણવત્તા પર અસર પડશે અને ઉત્પાદન ઘટી શકે છે. હાલ આકાશમાં ઘેરા વાદળો છવાયેલા હોવાથી ખેડૂતવર્ગ ચિંતિત નજરે પડી રહ્યો છે અને હવામાન પર નજર રાખી રહ્યો છે.

ADVERTISEMENT
જો કે ગઇકાલે આ માવઠાની અસર પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં નોંધાઈ હતી. માનસી સર્કલ, બોડકદેવ, જજીસ બંગલો, ઈસ્કોન, શિવરંજની, શ્યામલ ચાર રસ્તા, એસજી હાઈવે અને ગોતા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. કેટલાક વિસ્તારોમાં પવન પણ જોવા મળ્યો. જેના કારણે રસ્તાઓ પર થોડા સમય માટે અવરજવર ધીમી પડી. બોડકદેવ અને શ્યામલ ચાર રસ્તા પાસે ખાસ કરીને સારો વરસાદ પડ્યો હતો. એસજી હાઈવે અને ગોતા વિસ્તારમાં પણ વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. ગરમી બાદ અચાનક આવેલા વરસાદથી લોકોને રાહત મળી પરંતુ સાથે સાથે વાહનચાલકોને સાવચેતી રાખવી પડી.
ADVERTISEMENT

આ પણ વાંચો: ઈસ્કોન બ્રિજ અકસ્માત: આરોપી તથ્ય પટેલ બરાબર ભરાયો, સાક્ષીની જુબાનીએ વધારી મુશ્કેલી
ADVERTISEMENT
અંબાલાલ પટેલની આગાહી મુજબ 27 ફેબ્રુઆરીથી ફરી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જેના કારણે ગુજરાતના હવામાન પર ફરી અસર થઈ શકે છે. માર્ચ મહિનામાં પણ આવું જ સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને તેની અસર રાજ્યમાં અનુભવાય તેવી શક્યતા છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
https://play.google.com/store/apps/details?id=com.vtvgujarati.news
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.