બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / VIDEO: England tongue bowleds austrilias david warner

ક્રિકેટ / VIDEO: ગજબનું ડાંડયું ખેરવ્યું, સાપની પુંછડીની જેમ લહેરાવ્યો દડો, ઈંગ્લેન્ડનાં દિગ્ગજ ખેલાડીની કરામત

Vaidehi

Last Updated: 05:56 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Ashes 2023: મેચમાં ઈંગ્લેન્ડનાં 25 વર્ષીય ટંગે ઑસ્ટ્રેલિયાનાં સુપર બેટ્સમેન વૉર્નરને બોલ્ડ કર્યું. જુઓ વીડિયો.

  • ધ એશેઝ મેચનો આજે દ્વિતીય દિવસ
  • ઑસ્ટ્રેલિયાનાં વૉર્નર થયા બોલ્ડ 
  • 25 વર્ષીય ટંગની થઈ વાહવાહી

ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે ચાલી રહેલી The Ashes 2023ની  મેચ 28 જૂનથી લંડનનાં લૉર્ડસમાં રમવામાં આવી રહી છે. આ ઐતિહાસિક મેચમાં ટૉસ હારીને પહેલા બેટિંગ કરતી કંગારુ ટીમે પાંચ વિકેટનાં નુક્સાન પર 339 રન બનાવ્યાં હતાં. મેચ દરમિયાન ડેવિન વૉર્નરથી લઈને ટ્રેવિસ હેડ સુધી તમામ શાનદાર લયમાં પર્ફોર્મન્સ આપતાં દેખાયા. પરંતુ વિપક્ષી ટીમનાં ધમાકેદાર બોલર જોશ ટંગે જે રીતે વૉર્નરને બોલ્ડ કર્યું તે જોઈને સૌકોઈ ચોંકી ઉઠ્યાં. 

ટંગનાં ખતરનાક બોલ પર વૉર્નર બોલ્ડ
એશેઝ 2023ની દ્વિતીય મેચની પહેલી ઈનિંગમાં વૉર્નર સારી લયમાં આગળ વધી રહ્યાં હતાં પરંતુ 25 વર્ષીય ટંગે એક અદભૂત ગેંદ ફેંકીને વૉર્નરે બોલ્ડ કરી આખી મેચ પલટી નાખી. 30મી ઓવરની પાંચમી બોલમાં ટંગે વૉર્નરને બોલ્ડ કરીને પોતાની યોગ્યતા સિદ્ધ કરી દીધી.

વૉર્નરે અડધી સદી ફટકારી
લૉર્ડસ ટેસ્ટની પહેલી ઈનિંગમાં ડેવિડ વૉર્નર અડધી સદી ફટકારવામાં સફળ રહ્યાં. તેમણે પોતાની ટીમ માટે કુલ 88 બોલમાં 75ની સ્ટ્રાઈક રેટથી 66 રન બનાવ્યાં. આ દરમિયાન તેમણે 8 ચોગ્ગાં અને 1 છગ્ગો ફટકાર્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ