બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: Ashish Nehra kicked on the private part, bowler Murali Karthik fell down

ક્રિકેટ / VIDEO: GTના આશિષ નેહરાએ મજાકમાં પ્રાઇવેટ પાર્ટ પર મારી લાત, ઢળી પડ્યો આ બોલર, વીડિયો જોઈને હસી પડશો

Megha

Last Updated: 10:17 AM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળ્યું કે આશિષ નેહરા અને મુરલી કાર્તિક મેચ પહેલા વાત કરે છે અને આ દરમિયાન નેહરાએ અચાનક મુરલી કાર્તિકને પગ વચ્ચે લાત મારી.

  • કોલકાતા અને ગુજરાત વચ્ચેની મેચ વરસાદને કારણે મોડી શરૂ થઈ હતી
  • નેહરા અને મુરલી કાર્તિક મેચ પહેલા પીચની આસપાસ વાત કરતા હતા 
  • નેહરાએ અચાનક ભૂતપૂર્વ સ્પિનર મુરલી કાર્તિકને પગ વચ્ચે લાત મારી

ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નેહરા શનિવારે 29 એપ્રિલના 44 વર્ષના થયા અને કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ગુજરાત અને કોલકાતા (KKR v GT) વચ્ચે રમાયેલી મેચમાં નેહરા મજાકીયા મૂડમાં જોવા મળ્યો હતો. જ્યારે મોહમ્મદ શમી અને જોશુઆ લિટલે કોલકાતાના મિડલ ઓર્ડરને 179 રનમાં રોકી દીધા ત્યારે નેહરા કેમેરા તરફ ઈશારો કરતી વખતે થમ્બ્સ અપ કરતો જોવા મળ્યો હતો. નેહરાએ ગુજરાત ટાઇટન્સના બોલરોની પ્રશંસા કરી હતી. આ દરમિયાન આઈપીએલ બ્રૉડકાસ્ટ દ્વારા ટીવી પર ભારતના પૂર્વ ઝડપી બોલર નેહરાના એક વીડિયો ફૂટેજ બતાવવામાં આવ્યા હતા, જેને જોઈને નેહરા પણ હસવાનું રોકી શક્યા ન હતા.

નોંધનીય છે કે કોલકાતા અને ગુજરાત વચ્ચેની મેચ વરસાદને કારણે મોડી શરૂ થઈ હતી. આવી સ્થિતિમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને હસવા અને મજાક કરવાનો સમય મળ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં આશિષ નેહરા અને મુરલી કાર્તિક મેચ પહેલા પીચની આસપાસ વાત કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન નેહરાએ અચાનક ભૂતપૂર્વ સ્પિનર મુરલી કાર્તિકને પગ વચ્ચે લાત મારી. કાર્તિક દર્દથી પીડાતો નીચે પડી ગયો. જોકે, બાદમાં નેહરાએ કાર્તિકનો હાથ પકડીને ઊભો કર્યો હતો. કાર્તિક પણ ઉઠ્યા પછી નેહરા સાથે આવું જ કરે છે પરંતુ નેહરા બચી જાય છે. 

મેચની વાત કરીએ તો વિજય શંકરની તોફાની અડધી સદીની મદદથી ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી ગયું હતું, ગુજરાત ટાઈટન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 13 બોલ બાકી રહેતા 7 વિકેટે હાર આપી હતી અને આ સાથે ગુજરાતે 10 ટીમોના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાત ટાઇટન્સને 180 રનનો ટાર્ગેટ મળ્યો હતો. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઓપનર શુભમન ગિલે તેને 35 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 49 રન બનાવીને મજબૂત શરૂઆત અપાવી હતી. આ પછી વિજય શંકરે  24 બોલમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 51 રન બનાવ્યા. ડેવિડ મિલરે 18 બોલમાં અણનમ 32 સાથે 39 બોલમાં 87 રનની અતૂટ ભાગીદારી કરી, ગુજરાતને 17.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ