બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / vicky kaushal will be seen bear grylls show in to the wild with bear gryll after ajay devgan narender modi akshay kumar
ADVERTISEMENT

ADVERTISEMENT
અક્ષય કુમાર, રજનીકાંત, અજય દેવગણ અને પીએમ મોદી બાદ હવે બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ બિયર ગ્રિલ્સના શો ઈન ટૂ ધ વાઈલ્ડ વિદ બેયર ગ્રિલ્સમાં જોવા મળશે. મળતી માહિતી અનુસાર ઉરી- દ સર્જિકલ સ્ટ્રાઈક ફેમ વિક્કી કૌશલ હવે બેયર ગ્રિલ્સની સાથે એડવેન્ચર શોમાં સામેલ થશે. તેના માટે જલ્દી તેઓ શૂટિંગ શરૂ કરશે. ડિસ્કવરીના આ પોપ્યુલર શોમાં પહેલા પણ અનેક બોલિવૂડ સ્ટાર અને દેશના પીએમ મોદી પણ જોવા મળ્યા છે. હવે આ શૉનો ભાગ વિક્કી કૌશલ બનવા જઈ રહ્યા છે.

ADVERTISEMENT
અજય દેવગણે પણ માલદીવમાં કર્યું હતું શૂટિંગ
મળતી માહિતિ અનુસાર અજય દેવગણે માલદીવમાં આ શોનું શૂટિંગ કર્યું અને હવે વિક્કી કૌશલ પણ ત્યાં શૂટિંગ જલ્દી શરૂ કરશે. આ પહેલા તેની પહેલાના સીઝનમાં પીએમ મોદીએ પણ ભાગ લીધો હતો જે શો ઘણો હિટ રહ્યો હતો. પીએમ મોદીના શૉનું શૂટિંગ જિમ કૉર્બેટ નેશનલ પાર્કમાં કરાયું હતું.

ADVERTISEMENT
આ છે વિક્કી કૌશલના અપકમિંગ પ્રોજેક્ટ્સ
બેયર ગ્રિલ્સના શો સિવાય વિક્કી કૌશલની પાસે હાલમાં અનેક ફિલ્મો પણ છે. હાલમાં તેઓ સરદાર ઉદ્ધમ સિંહની બાયોપિકમાં જોવા મળવાના છે. તેમાં તેઓ ટાઈટલ રોલ પ્લે કરશે. ફિલ્મની રિલિઝ ડેટ પણ સામે આવી છે. તે 16 ઓક્ટોબરે રીલિઝ કરાશે. સરદાર ઉદ્ધમ સિંહ સિવાય તેઓ સૈમ બહાદુર નામની ફિલ્મમાં ખાસ રોલમાં જોવા મળશે. આખરી વખતે તેઓ ભૂતમાં જોવા મળ્યા હતા અને તેણે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું.

ADVERTISEMENT
કેટરિના સાથે જોડાયેલું છે નામ
વિક્કી કૌશલ પોતાની ફિલ્મો અને શાનદાર એક્ટિંગની સાથે જાણીતા છે પણ સાથે તેઓ કેટરિના સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં છે. જો કે આ ચર્ચાઓને લઈને કેટરિના કે વિક્કી કૌશલે કોઈ ખાસ ટિપ્પણી પણ આપી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.