બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Vice Chancellor of Saurashtra University, Dr. Girish Bhimani removed from the post of Vice Chancellor, this person re-appointed as in-charge

નિમણૂંક / સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીની કુલપતિ પદેથી હકાલપટ્ટી, ઇન્ચાર્જ તરીકે આ વ્યક્તિની ફરી નિમણૂક

Vishal Khamar

Last Updated: 11:15 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વારંવાર અમુક મુદ્દે ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ર્ડા. ગિરીશ ભીમાણીને કુલપતિ પદેથી હટાવીને ઈન્ચાર્જ તરીકે નીલાંબરીબેન દવેની નિમણૂંક કરવામાં આવતા સમગ્ર રાજકોટમાં આ ચર્ચાએ જોર પકડ્યું હતું.

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ર્ડા. ગિરીશ ભીમાણીને કુલપતિ પદેથી હટાવાયા
  • ઈન્ચાર્જ તરીકે  નીલાંબરીબેન દવે નિમણૂંક કરવામાં આવી
  • નીલામબરીબેન દવે હોમ સાયન્સ ભવનના એચઓડી તરીકે ફરજ બજાવે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી કૌભાંડોને લઈ ચર્ચામાં રહેવા પામી હતી. ત્યારે આજે એકાએક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. ગિરીશ ભીમાણીને કુલપતિ પદેથી હટાવી ઈન્ચાર્જ તરીકે હોમ સાયન્સ ભવનનાં એચઓડી નીલાંબરીબેન દવેની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે ર્ડા. ગિરીશ ભીમાણીને ક્યાં કારણોસર હટાવવામાં આવ્યા તે અંગે લોકોમાં અનેક તર્ક વીતર્કો શરૂ થયા છે. 

The state government ordered an inquiry into the scams in Saurashtra University

વર્ષ 2018 થી 19 દરમ્યાન  નીલાંબરીબેન દવે ઈન્ચાર્જ કુલપતિનો ચાર્જ સોંપાયો હતો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ર્ડા. ગિરીશ ભીમાણીને કુલપતિ પદેથી હટાવી હોમ સાયન્સ ભવનનાં નીલાંબરીબેન દવેની નિમણૂંક કરવામાં આવી છે. આ પહેલા પણ નીલાંબરીબેન દવે વર્ષ 2018 થી 19 દરમ્યાન આઠ મહિના સુધી ઈન્ચાર્જ કુલપતિ રહી ચૂક્યા છે. ત્યારે હાલ નીલાંબરીબેન દવે હોમ સાયન્સ ભવનનાં એચઓડી તરીકે ફરજ બજાવે છે. તેમજ તેમનાં પતિ આલોક ચક્રવાત ગુરૂ ઘાંચીદાસ યુનિવર્સિટીનાં કુલપતિ છે. 

કૌભાંડ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા

બે મહિના અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આઠ કૌભાંડો થયા. જેમાં માટી કૌભાંડ, ભરતી કૌભાંડ સહિતના તમામ કૌભાંડ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે . આ અંગે  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારને તપાસ કરવા અંગે પત્ર મળ્યો. જેમાં સરકાર દ્વારા માટી કૌભાંડ, ભરતી કૌભાંડ સહિતના કૌભાંડોને લઇને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત  બે સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર એક્શનમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોદ્દેદારો અને સિન્ડીકેટ સભ્યોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. 

વર્તમાન કુલપતિ કૌભાંડ દબાવવાનો પ્રયાસ કરે છે- નિદત બારોટ 
આ બાબતે બે મહિના અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીન નિદત બારોટે જણાવ્યું કે ગુજરાત સરકારનો આ નિર્ણય આવકારીએ છીએ. કમિટીના સભ્યો જ્યારે રાજકોટ આવશે ત્યારે સાથ સહકાર આપીશુ અને અમારા પ્રશ્નોની રજૂઆત કરીશું. છેલ્લા એક વર્ષથી દબાયેલા કૌભાંડો જાહેરમાં આવશે તેવો મને વિશ્વાસ છે. આ કમિટી સાચો અને હકીકત દર્શાવતો રિપોર્ટ આપશે તેવો આપણે વિશ્વાસ રાખીએ. માટી કૌભાંડ અને ભરતી કૌભાંડના કોઇ પણ પ્રકારના પુરાવા આપવાની અમારી તૈયારી છે. વ વર્તમાન કુલપતિએ આ પ્રકરણ થોડા સમયથી દબાવી રાખ્યું હોય તેવુ ચોક્કસ લાગે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ