બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / vastu tips for kitchen wrong direction of kitchen worsen condition of house

Vastu Tips / રસોઈની ખોટી દિશાથી ખરાબ થઇ શકે ઘરની સ્થિતિ, જાણો કેવુ હોવુ જોઈએ વાસ્તુ

Premal

Last Updated: 07:32 PM, 17 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રસોડુ કોઈ પણ ઘરનો મહત્વપૂર્ણ ભાગ હોય છે. લોકો સજાવટના ચક્કરમાં વાસ્તુનુ ધ્યાન રાખતા નથી. જેનાથી ઘરમાં પરેશાનીઓ આવવા લાગે છે. એવામાં જાણીએ કે રસોડાનુ વાસ્તુ કેવુ હોવુ જોઈએ.

  • રસોડામાં સજાવટના ચક્કરમાં વાસ્તુનુ ધ્યાન રખાતુ નથી 
  • વાસ્તુના નિયમોનુ પાલન ન કરવાથી ઘરમાં પરેશાનીઓ વધી શકે 
  • જાણો કેવુ હોવુ જોઈએ રસોડાનુ વાસ્તુ

રસોડુ બનાવતા પહેલા વાસ્તુના નિયમ જાણી લો

નવુ ઘર અથવા ફ્લેટ બનાવવામાં તો લોકો અઢળક પૈસા ખર્ચે છે અને ત્યાં રસોઈ બનાવવામાં પણ આધુનિક ચીજ વસ્તુ ખરીદીને લગાવી દે છે, પરંતુ ત્યાંના વાસ્તુ એટલે કે રસોઈની દિશાનુ ધ્યાન રાખતા નથી. રસોડામાં માત્ર રૂપિયા ખર્ચી નાખવાથી ત્યાં બનાવવામાં આવતુ ભોજન સ્વાસ્થ્યવર્ધક નથી થતુ અને પરિવારના સભ્યોની વચ્ચેના સંબંધમાં મધુરતા લાવી શકતુ નથી. તેથી વાસ્તુના નિયમોનુ પાલન કરવુ આવશ્યકક હોય છે. જાણો કિચન વાસ્તુના નિયમ, જેનુ પાલન કરીને તમે સુધારી શકો છો પોતાના પરિવારના સભ્યોનુ સ્વાસ્થ્ય અને નજીકના સંબંધો. 

  1. ઘરની ઉત્તર પૂર્વ દિશા ઈશાન ખૂણામાં રસોઈ ઘર, કુકિંગ ગેસ અથવા આગ સંબંધિત કોઈ કામ ન કરવુ જોઈએ. જેનાથી ધન-દોલત અને ભાગ્ય બધુ નષ્ટ થાય છે. ઘરની સ્ત્રીઓ ગંભીર રોગથી પીડિત રહે છે. તેમની કાર્ય કરવાની ક્ષમતા ઘટી જાય છે. 
  2. ઘરના દક્ષિણ-પૂર્વ અગ્નિ ખૂણામાં રસોઈની વ્યવસ્થા તેજ, બળ, સૌભાગ્ય અને સમૃદ્ધીમાં વધારો કરે છે. ભોજન બનાવવાનુ કામ અગ્નિ ખૂણામાં થાય તો ગૃહિણી અને પરિવારના અન્ય સભ્યો હંમેશા સ્વસ્થ રહે છે. 
  3. મુખ્ય દ્વાર પરથી અથવા બારીમાંથી રસોઈમાં રાખવામાં આવેલો ચુલ્હો ન દેખાવો જોઈએ. જેનાથી પરિવાર પર સંકટ આવવાની આશંકા રહે છે. જો તમારો ચુલ્હો રસોઈની બારી અથવા ઘરના મુખ્ય દ્વાર સાથે દેખાય છે તો તાત્કાલિક ત્યાં પડદો અથવા કોઈ પ્રકારનુ કવર બનાવી દેવુ જોઈએ. કારણકે ગેસ ના દેખાય. 
  4. રસોઈમાં ગેસનુ બર્નર અને પાણીનુ સિન્ક બિલ્કુલ નજીક અથવા બિલ્કુલ વિપરીત આમને-સામને ન હોવુ જોઈએ. જેનાથી પતિ-પત્નીના પ્રેમપૂર્ણ સંબંધોમાં કડવાશ આવે છે. કોઈ પણ કારણ વગર પરિવારમાં ઝગડા વધી જાય છે અને ગૃહિણી હંમેશા થાકેલી રહે છે.
  5. ભોજન બનાવતા સમયે રસોઈ ઘરનો દરવાજો ગૃહિણીની કમરની પાછળ હોય તો આ સ્થિતિ વાસ્તુની અનુકૂળ રહેતી નથી. આ રસોઈમાં ભોજન બનાવતી સ્ત્રી પેટના રોગ, કમરના દુ:ખાવાથી પીડિત રહે છે. આ દોષથી બચવા માટે સામેની બાજુથી 9 પાયરા ચિપ્સ યુક્ત અરીસો લગાવી દેવો જોઈએ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ