દરેક વ્યક્તિના ઘરમાં મંદિર કે પૂજા સ્થળ તો હોય જ છે. ઘરમાંથી નીકળતી વખતે કે સવારે ઉઠીને આપણે ત્યાં માથું પણ નમાવીએ છીએ. ઘરમા પૂજા સ્થાન હોવાથી ઘરમાં પોઝિટીવિટી આવે છે. સતત તમને સકારાત્મક ઊર્જા હોવાનું ફીલ થાય છે. ઘરમાં પૂજાઘર કે મંદિર હોવાથી સૌભાગ્યનું આગમન થાય છે. ઘરનું મંદિર પવિત્ર સ્થાન છે, તેથી તેના કેટલાક નિયમો પણ છે. ચાલો તમને જણાવીએ એ અંગે.
Share
ADVERTISEMENT
તમારા ઘરને ત્રણ મહિનાથી વધુ સમય સુધી ખાલી ન રાખો. ઘરના ભંડાર પણ ક્યારેય ખાલી ન રાખો. જો ક્યાંય જવું હોય તો ક્યારેય પૂજા ઘરમાં તાળુ લગાવીને ન જાવ.
જો મકાન વર્ષોથી ખાલી પડ્યું હોય તો વાસ્તુ શાંતિ કરાવ્યા બાદ તેનો ઉપયોગ કરો.
વાસ્તુને અનુસાર ઘરનું મંદિર કિચનમાં ન હોવુ જોઇએ.
ઘરના મંદિરમા ભગવાન શ્રીગણેશ અને માં લક્ષ્મીની મૂર્તિને ક્યારેય ઉભી ન રાખો. ભગવાનની મૂર્તિ બેઠેલી જ હોવી જોઇએ. પૂજા સ્થળ અંધારામાં ન રાખો
ઇશાન ખૂણામાં પૂજાઘર હોય તો સતત પોઝિટીવ ઊર્જા આવતી રહે છે. વાસ્તુની માન્યતા મુજબ ઇશ્વરીય શક્તિ ઇશાન ખૂણામાંથી પ્રવેશ કરે છે અને નૈઋત્ય ખૂણામાંથી બહાર નીકળે છે. જો આ શક્ય ન હોય તો મંદિર પશ્ચિમ દિશામાં બનાવવુ જોઇએ, પરંતુ દક્ષિણ દિશામા મંદિર ક્યારેય ન બનાવવું જોઇએ.
પૂજા કરનાર વ્યક્તિનું મુખ પશ્ચિમ દિશામા હોય તો તે ઉત્તમ માનવામાં આવે છે. મંદિર સીડીઓની નીચે ન બનાવવું જોઇએ.
ટોઇલેટ કે બાથરૂમની બાજુમાં પણ મંદિર ન બનાવવું જોઇએ નહીં અશુભ ફળ મળી શકે છે. બેડરૂમ કે બેઝમેન્ટ પણ પૂજા ઘર માટે યોગ્ય જગ્યા નથી.
જો મંદિર લાકડાનું હોય તો તેને ઘરની દિવાલ સાથે અડાડીને ન રાખવું. પૂજા ઘરમાં દેવતાઓની દ્રષ્ટિ એકબીજા પર ન પડવી જોઇએ.
ઘરના મંદિરમાં ગુંબજ કે કળશ ન બનાવવો જોઇએ. મંદિરની નીચે પૂજન સામગ્રી કે ધાર્મિક પુસ્તકો ન રાખવા જોઇએ. મંદિરમા રાખેલી ભગવાનની મૂર્તિઓનો ચહેરો કોઇ પણ વસ્તુથી ઢંકાયેલો ન હોવો જોઇએ. એક જ ઘરમાં એક કરતા વધુ મંદિર ન હોવા જોઇએ. ઘરમાં જ્યાં મંદિર બન્યુ હોય તે બાજુ પગ કરીને ન સૂવું જોઇએ.
રોજ સવાર સાંજ ઘરના મંદિરમાં દીવો અને અગરબત્તી કરવા જોઇએ. દીવો કરવાથી ઘરના વાસ્તુદોષ દૂર થાય છે.