ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
સનાતન હિન્દુ ધર્મમાં નિયમોનું વિશેષ મહત્વ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર હોય કે વાસ્તુશાસ્ત્ર બધામાં કેટલીક આદતો વિશે જણાવવામાં આવ્યું છે. જેનો સંબંધ પરિવારની પ્રગતિ અને સમૃદ્ધિ સાથે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા કામ જણાવવામાં આવ્યા છે, જે સ્ત્રી અને પુરૂષ બંનેએ રાત્રે સૂતા પહેલા ભૂલીને પણ ન કરવા જોઈએ. કારણ કે આ આદતોને વાસ્તુશાસ્ત્રમાં સારી માનવામાં આવતી નથી. જો તમે સૂતા પહેલા આ કામ કરો છો તો મા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે અને તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. આ કાર્યો વિશે જાણો.

ADVERTISEMENT
માથા પાસે પાણીની બોટલ રાખવી- ઘણા લોકો રાત્રે ઓશિકાની નજીક પાણીની બોટલ રાખીને સૂઈ જાય છે, જેથી તરસ લાગે ત્યારે તરત જ પાણી પી શકે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આ આદતને અશુભ માનવામાં આવે છે. તેના અનુસાર માથા પાસે પાણીની બોટલ રાખીને સૂવાથી ચંદ્રદોષ થાય છે. સાથે જ નકારાત્મકતા પણ વધે છે. તેથી જો તમે પણ આ કરો છો તો આજે જ આ આદત છોડી દો. તમે બેડથી દૂર ટેબલ પર પાણીની બોટલ રાખી શકો છો.
ખરાબ બેડ પર સુઈ જવુ - શાસ્ત્રોમાં પલંગ પર ભોજન કરવું યોગ્ય માનવામાં આવતુ નથી. પરંતુ તેમ છતાં ઘણા લોકો બેડ પર બેસીને ભોજન કરે છે. એટલું જ નહીં બાદમાં તેઓ રૂમમાં ખરાબ વાસણ પણ રાખે છે અને બેડ સાફ કર્યા વગર સૂઈ જાય છે. તમારી આ આદત બરબાદીનું કારણ બની શકે છે. કારણ કે તેનાથી મા લક્ષ્મી નારાજ થાય છે. કારણ કે જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી ત્યાં મા લક્ષ્મી વાસ નથી કરતા. આ સાથે ખરાબ બેડ પર સૂવાથી રાત્રે ખરાબ સપના પણ આવે છે.
ADVERTISEMENT

ઓશિકા નીચે ન રાખો આ વસ્તુઓઃ- રાત્રે સૂતા પહેલા ક્યારેય ઓશિકા નીચે પર્સ, ઘડિયાળ,છાપા, પુસ્તક અથવા ઈલેક્ટ્રોનિક્સ સંબંધિત ઉપકરણો ન રાખો. વાસ્તુશાસ્ત્રમાં આવી આદતોને ખરાબ બતાવવામાં આવી છે. તેનાથી ન માત્ર તમારી ઊંઘ પ્રભાવિત થાય છે પરંતુ તેની અસર ઘરની સુખ-સમૃદ્ધિ પર પણ પડે છે.
ADVERTISEMENT
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ પર આધારિત છે. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT