બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Varanasi city banaras becoming the hub of web series

વારાણસી / ધર્મ અને પર્યટન ક્ષેત્રે મોખરે રહેતું બનારસ આખરે કેમ બન્યું વેબ સીરિઝનું હબ!

Published By: Dhruv

Last Updated: 04:36 PM, 28 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અધ્યાત્મ, ધર્મ, શિક્ષણ અને પર્યટનના ક્ષેત્રમાં વિજય પતાકા લહેરાવનાર શહેર બનારસ હવે વેબ સીરિઝના નિર્માતાઓની પહેલી પસંદ બની ગયું છે. અનેક જાણીતી વેબ સીરિઝ હાલ ઉત્તરપ્રદેશની આ ધર્મનગરીમાં શૂટ થઈ રહી છે. બનારસની કોઈને કોઈ ગલીમાં તમને ચર્ચિત અભિનેતા અને અભિનેત્રી તેમના શૂટિંગમાં વ્યસ્ત દેખાશે. અહીં શૂટ થયેલી ઘણી વેબ સીરિઝ ઈન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી ચૂકી છે.

Mirzapur Web Series

બનારસની (Varanasi) પૃષ્ઠભૂમિ પર આધારિત વેબ સીરિઝ (web series) ‘મીરઝાપુર’ (Mirzapur) અને ‘રબર બેન્ડ’ સુપરહિટ સાબિત થઈ છે. આ ઉપરાંત ‘અંગ્રેજી મેં કહતે હૈં’, ‘કાશી ટુ કશ્મીર’, ‘કાગઝ’, ‘મહાકુંભ’ અને ‘બ્રહ્મા’નું શૂટિંગ પણ અહીં જ થયું છે. આ તમામ વેબ સીરિઝના કેન્દ્રમાં પણ વારાણસી જ રહ્યું છે. બનારસમાં એવું કંઈક તો ખાસ છે જ કે જેના કારણે ફિલ્મ નિર્માતા અહીં ખેંચાઈને આવે છે. હકીકતમાં કાશીના રમણીય ઘાટ, મંદિરો અને ગલીઓ ઉપરાંત અહીંનું કલ્ચર પણ વેબ સીરિઝના નિર્દેશકોને આકર્ષી રહ્યું છે.

આટલું જ નહીં વેબ સીરિઝના ડાયલોગ્સ (સંવાદો) પર પણ બનારસી છાપ સ્પષ્ટ જોવાં મળે છે. સતત મળેલી સફળતાના કારણે હવે ‘મીરઝાપુર’ વેબ સીરિઝની સિક્વલ પણ બની ગઈ છે. પૂર્વોત્તર રાજ્યોમાં આ ક્રાઈમ ડ્રામાથી ભરપૂર સીરિઝ બહુ લોકપ્રિય બની છે. વેબ સીરિઝની આ પ્રચંડ લોકપ્રિયતા જોઈને હવે જાણીતી ફિલ્મી હસ્તીઓ પણ સામે ચાલીને
બનારસમાં શૂટિંગ કરવાની તૈયારી બતાવે છે.

Mirzapur

વેબ સીરિઝ ‘કાગઝ’ના નિર્દેશક જવાહરલાલ જણાવે છે કે, વેબ સીરિઝ ખુબ ઝડપથી પ્રચલિત બની છે તેનું મુખ્ય કારણ તેની કહાનીમાં કરવામાં આવેલા હટકે પ્રયોગો છે. સતત નવા પ્રયોગો કરીને લેખકો અને નિર્દેશકો દર્શકો સમક્ષ અવનવા મનોરંજનના રસથાળ પીરસી રહ્યાં છે. ઉત્તરપ્રદેશ અને તેની આસપાસના લોકો બનારસમાં શૂટ થયેલી વેબ સીરિઝ સાથે બહુ જલ્દીથી જોડાય જાય છે. અહીં શૂટિંગ કરવું પ્રમાણમાં સરળ પણ છે.

આ તમામ કારણો નિર્માતાને બનારસ તરફ ખેંચી રહ્યાં છે. પ્રચલિત અભિનેત્રી અરુણા ઈરાની કહે છે કે, બનારસના ઘાટ અને ગલીઓને જોયા બાદ મેં અનુભવ્યું કે અમારે બહુ પહેલા અહીં શૂટિંગ કરવાની જરૂર હતી. અહીંનાં લોકો પણ ખુબ માયાળુ છે. ઉલ્લેખનીય છે કે, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ જેવા પ્લેટફોર્મ પર ધારાવાહિક વેબ સીરિઝ રજૂ કરવામાં આવી રહી છે.

એક સીરિઝમાં અંદાજે આઠથી દસ એપિસોડ રાખવાની પરંપરા છે. એક એપિસોડ ફક્ત 25થી 45 મિનિટનો હોય છે. કન્ટેન્ટમાં તાજગી હોવાંથી લોકો હોંશે હોંશે ઈન્ટરનેટ વાપરીને પણ આ સીરિઝ જોતા થયા છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, વેબ સીરિઝ પર સેન્સર બોર્ડનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી, જેના કારણે લેખકો અને દિગ્દર્શકો પૂરી સ્વતંત્રતા ભોગવી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Banaras Bollywood Entertainment Hub Varanasi mirzapur બનારસ મીરઝાપુર વેબ સીરિઝ varanasi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ