બ્રેકિંગ ન્યુઝ
VTV / vande bharat train to be cleaned in 14 minutes
Vikram Mehta
Last Updated: 09:16 AM, 1 October 2023
ADVERTISEMENT
ભારતીય રેલવે 1 ઓક્ટોબરથી ટ્રેનની ત્વરિત સફાઈ માટે ’14 મિનિટના ચમત્કાર’ની અવધારણા સાથે મહત્ત્વપૂર્ણ પગલું લઈ રહ્યું છે. 32 વંદે ભારત ટ્રેનથી આ કામની શરૂઆત થશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દિલ્હી કૈંટ રેલવે સ્ટેશનમાં આ કામની શરૂઆત કરશે.
જાપાનની બુલેટ ટ્રેનમાં જોવા મળેલ તીવ્ર સફાઈનું અનુકરણ કરીને ભારતીય રેલવેએ પણ તૈયારી કરી છે. જાપાનમાં બુલેટ ટ્રેન સાફ કરવામાં 7 મિનિટનો સમય મળે છે. ભારતીય રેલવે પણ ટ્રેનની સફાઈના માપદંડને પરિભાષિત કરવા માટે તૈયાર છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, ’14 મિનિટમાં વંદે ભારત ટ્રેનને સાફ કરવામાં આવશે. જેથી સમયબદ્ધતા અને ટર્નઅરાઉન્ડ ટાઈમમાં સુધારો થઈ શકે.’
ADVERTISEMENT
વારાણસી, ગાંધીનગર, મૈસૂર અને નાગપુર સ્ટેશનની શરૂઆત
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, ’આ એક અનોખી અવધારણા છે અને ભારતીય રેલવેમાં પહેલી વાર આ પ્રકારે થઈ રહ્યું છે. ફ્રંટલાઈન કાર્યબળની સંખ્યામાં વૃદ્ધિ કર્યા વગર સફાઈ કર્મીઓની દક્ષતા, કૌશલ્ય અને કામકાજ બાબતે તેમના વર્તનમાં ફેરફાર કરતા આ સર્વિસ સંભવ થઈ છે. દિલ્હીના કૈંટની સાથે સાથે અન્ય રેલવે સ્ટેશનમાં પણ તેની શરૂઆત કરવામાં આવશે. જેમાં વારાણસી, ગાંધીનગર, મૈસૂર અને નાગપુર રેલવે સ્ટેશન શામેલ છે. જે વંદે ભારત ટ્રેનના આગમનના સમય પર નિર્ભર કરે છે.’
નવી વ્યવસ્થા લાગુ કરવા માટે ડ્રાઈ રન
આ વ્યવસ્થા લોન્ચ કરતા પહેલા રેલવેએ કેટલાક ડ્રાઈ રન કર્યા છે. જેમાં ટ્રેનને લગભગ 28 મિનિટમાં સાફ કરવામાં આવી અને તેમાં સુધારો કરીને તે સમય 18 મિનિટ સુધીનો કરવામાં આવ્યો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, ’હવે તેમાં કોઈપણ ટેકનિક શામેલ કર્યા વગર સાફ સફીમાં માત્ર 14 મિનિટનો સમય લાગશે. વંદે ભારત ટ્રેનથી આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જે અન્ય ટ્રેનમાં પણ લાગુ કરવામાં આવશે. જેથી સમયપાલનતમાં સુધાર થશે.’
અધિકારીઓએ લીધી સ્વચ્છતાની શપથ
ભારતીય રેલવેએ સપ્ટેમ્બરમાં એક પખવાડિયા સુધી ચાલનાર સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી. જેમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEOએ નવી દિલ્હીમાં રેલવે ભવનથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રેલવે અધિકારીઓને સ્વચ્છતાની શપત લેવડાવી હતી. રેલવે અનુસાર SHS અભિયાન પહેલા 15 દિવસ દરમિયાન 2.19 લાખથી વધુ લોકોએ 685,883 કલાકમાં લગભગ 2050 એક્ટિવિટીમાં ભાગ લીધો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.