બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Vaishakh Month 2023 astro remedy for good luck health wealth and success

ધર્મ / વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કરો આ 10 કામ, ધન-સંપત્તિથી જીવન થઇ જશે ખુશખુશાલ

Arohi

Last Updated: 08:58 AM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vaishakh Month 2023: વૈશાખ મહિનાનું શું મહત્વ છે અને આ સમયે કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને આ નિયમોનું પાલન કરવાથી તમને કયા કયા શુભ ફળોની પ્રાપ્તિ થશે જાણો અહીં....

  • શું છે વૈશાખ મહિનાનું મહત્વ? 
  • વૈશાખમાં આ નિયમોનું કરો પાલન 
  • થશે શુભ ફળોની પ્રાપ્તિ 

શાસ્ત્રોમાં વૈશાખ મહિના માટે અમુક ખાસ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે વૈશાખ મહીનાની પૂર્ણિમા સુધી આ નિયમોનું પાલન કરવાનું હોય છે. આ સમયે ઘણા નિયમોનું પાલન કરવું જોઈએ અને આ નિયમોનું પાલન કરવાથી તમને કયા કયા શુભ ફળોની પ્રાપ્તિ થશે આવો જાણીએ. 

કરિયરમાં પ્રગતી માટે 
પોતાના કરિયરમાં પ્રગતિ માટે વૈશાખ મહિના વખતે તુલસીપત્રથી શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપની પૂજા કરો. સાથે જ ભગવાન વિષ્ણુના કેશવ અને ગોવિંદ નામનું ધ્યાન કરો. આ વાતનું ધ્યાન રાખો કે ક્યારેય પણ ભગવાન વિષ્ણુના એક નામનું ધ્યાન ન કરવું જોઈએ. જ્યારે પણ તમે વિષ્ણુના કોઈ નામનું ધ્યાન કરો તો તેમની સાથે જ શ્રી હરિના બે અન્ય નામોનું ધ્યાન કરો. આમ કરવાથી તમારા કરિયરની પ્રગતિ સુનિશ્ચિત થશે. 

ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે 
પોતાના ઘરની સુખ-સમૃદ્ધિ માટે વૈશાખ મહિના વખતે તમે ભગવાન વિષ્ણુને તુલસી પત્રની સાથે મધ અર્પિત કરો અને શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપની સાથે ભગવાનના અનંત અને અચ્યુત સ્વરૂપનું પણ ધ્યાન કરો. આમ કરવાથી તમારા ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. 

સંકટ દૂર કરવા 
તમારા જીવનમાં ક્યારેય કોઈ સંકટ ન આવે તે માટે વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુને પંચામૃતનો ભોગ લગાવો અને તે પંચામૃતમાં તુલસીનું પાન મુકવાનું ન ભુલો. તેના ઉપરાંત તમને શ્રી વિષ્ણુના માધાવ સ્વરૂપની સાથે દામોદર અને નારાયણ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તમારા જીવનમાં કોઈ પણ સંકટ નહીં આવે. 

જીવનસાથી માટે 
જીવનસાથી સાથે સારા તાલમેલ માટે વૈશાખ મહિના વખત તમે શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપની સાથે ભગવાનને શ્રીધર અને પદ્માનાભ સ્વરૂપનું પણ ધ્યાન કરો અને તુલસીપત્ર વાળી મુઠાઈનો ભગવાનને ભોગ લગાવો. દરરોજ મીઠાઈનો ભોગ ન લગાવી શકો, તો શાકરની સાથે તુલસીપત્ર ભગવાનને અર્પિત કરો. એવું માનવામાં આવે છે કે જીવનસાથીની સાથે તમારી અંડરસ્ટેન્ડિંગ સારી રહશે. 

બિઝનેસમાં ફાયદા માટે 
તમારા બિઝનેસની ગતીને વધારવા માટે તમારે વૈશાખ મહિનામાં શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપની સાથે ત્રિવિકરમ અને હૃષિકેષનું ધ્યાન કરવું જોઈએ. સાથે જ ભગવાન વિષ્ણુની તુલસીપત્રની સાથે પૂજા કરવી જોઈએ. તેનાથી તમારો બિઝનેસ બે ગણો વધશે, ખૂબ જ પ્રગતિ કરશે. 

બાળકો સાથે સંબંધ સારો રાખવા 
બાળકો સાથે પોતાનો સંબંધ સારો બનાવી રાખવા માટે તમારે વૈશાખ મહિનામાં શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપની સાથે ગોવિંદ અને મધુસુદનનું ધ્યાન કરવું જરૂરી છે. સાથે જ ભગવાન વિષ્ણુને મેવાની સાથે તુલસીપત્ર અર્પિત કરવું જોઈએ. આમ કરવાથી બાળકોની સાથે તમારા સંબંધ મજબૂત થશે. 

દુશ્મનથી છુટકારા માટે 
પોતાના જીવનમાં શત્રુઓથી છુટકારો મેળવવા માટે અને મિત્રોનો સાથ બનાવી રાખવા માટે તમારે વૈશાખ મહિનામાં શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપની સાથે કેશવ અને દામોદરનું ધ્યાન કરવું જોઈએ. સાથે જ વિષ્ણુની તુલસીદળથી પૂજા કરવી જોઈએ. તેનાથી તમારા જીવનમાં મિત્રોની સંખ્યા વધશે અને શત્રુઓ ઓછા થઈ જશે. 

આર્થિક સ્થિતિ માટે 
પોતાની આર્થિક સ્થિતિ સારી કરવા માટે તમારે વૈશાખ મહિનામાં વિષ્ણુના માધવ સ્વરૂપની સાથે ગોવિંદ અને નારાયણનું ધ્યાન કરવું જોઈએ. સાથે જ શ્રી હરિને લોટથી બનેલી પંજીરીમાં તુલસી દળ નાખીને ભોગ લગાવવો જોઈએ. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિ સારી થતી રહેશે. 

સુખી દાંપત્ય જીવન માટે 
પોતાના દાંપત્ય જીવનમાં ઉષ્માને બનાવી રાકવા માટે તમારે વૈશાખ મહિના વખતે શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપની સાથે અચ્યુત અને મધુસુદનનું ધ્યાન કરવું જોઈએ. સાથે જ ભગવાન વિષ્ણુની તુલસીપત્રથી પૂજા કરવી જોઈએ અને તેમને પીળા ફૂલ અર્પિત કરવા જોઈએ. આમ કરવાથી તમારા દાંપત્ય જીવનની ઉષ્મા બની રહેશે. 

સરકારી કામ માટે 
તમારા કોઈ સરકારી કામને કોઈ અડચણ વગર પુરૂ કરવા માટે વૈશાખ મહિના વખતે શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપની સાતે અનંત અને શ્રીધરનું ધ્યાન કરવું જોઈએ. સાથે જ તુલસીપત્રથી શ્રી હરિની પૂજા કરવી જોઈએ. તેનાથી તમારા સરકારી કામ વગર કોઈ અડચણે જલ્દી જ પુરા થઈ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ