બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / vadodara mla madhu shrivastv inquiry dcp crime branch

ઝટકો / વાઘોડિયાના MLA ને લાગ્યો એક વધુ ઝટકોઃ પત્રકારને ધમકી આપવાને મામલે જાણો કોને તપાસ સોંપાઇ

Published By: Divyesh

Last Updated: 09:14 AM, 13 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઘોડિયાના MLA મધુ શ્રીવાસ્તવ દ્વારા પત્રકારને ધમકી આપવાને મામલે DCP ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી.

  • વાઘોડિયાના MLA મધુ શ્રીવાસ્તવ દ્વારા પત્રકારને ધમકી આપવાનો મામલો
  • ધમકી મામલે DCP ક્રાઇમને સોપવામાં આવી તપાસ
  • એક ઇન્ટરવ્યુ દરમિયાન MLA મધુ શ્રીવાસ્તવે આપી હતી ધમકી 

વાઘોડિયાના MLA મધુ શ્રીવાસ્તવ દ્વારા થોડા દિવસ અગાઉ એક ઇન્ટરવ્યું દરમિયાન પત્રકારને ધમકી આપી હોવાનુ સામે આવ્યું હતું. જેમાં મધુ શ્રીવાસ્તવે પત્રકારને પતાવી દેવાની ધમકી આપી હતી. જો કે આ મામલે હવે DCP ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી છે. 
 

ખાનગી ચેનલના પત્રકારને મધુ શ્રીવાસ્તવે આપી હતી ધમકી

વાઘોડિયાના MLA મધુશ્રી વાસ્તવની પત્રકાર સામે ગુંડાગીરી થોડા દિવસ પહેલા ફરી એકવાર જોવા મળી હતી. મધુ શ્રીવાસ્તવે પત્રકારને પતાવી દેવાની ધમકી આપી હતી. ખાનગી ચેનલના પત્રકારને મધુ શ્રીવાસ્તવે ધમકી આપી હતી.  મધુશ્રી વાસ્તવે કહ્યુ હતુ કે મારા માણસને કહીને પતાવી દઈશ. સીધો સવાલ પૂછ ખોટું ડહાપણ કેમ કરે છે? 

દીકરી નિલમને પણ ન મળી ટિકિટ

વડોદરામાં MLA મધુ શ્રીવાસ્તવને વધુ એક ઝટકો લાગ્યો હતો. પુત્ર બાદ દીકરી નિલમને પણ ટિકિટ ન મળી હતી. મધુ શ્રીવાસ્તવે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દિકરી માટે ટિકિટ માંગી હતી
ત્યારે પાર્લામેન્ટરીએ મધુ શ્રીવાસ્તવની દિકરીને ટિકિટ ન આપવા નિર્ણય લીધો છે. પાર્લામેન્ટરી બોર્ડે મધુ શ્રીવાસ્તવની માંગ ફગાવી દીધી હતી. સગાઓને ટિકિટ ન આપવાનો નિયમ આગળ ધર્યો હતો. 
 


દિપક શ્રીવાસ્તવે કહ્યું કે, મારે બે સંતાનો જ છે. ત્રણ નથી

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દિકરા દિપક શ્રીવાસ્તવને વધુ એક નિરાશા હાથ લાગી હતી. મનપા ચૂંટણી માટે નોંધાવેલી અપક્ષ ઉમેદવારીના ફોર્મને પંચ દ્વારા રદ કરવામાં આવ્યું હતું. તેની ઉમેદાવારી વિરુદ્ધ ખુદ ભાજપે જ વાંધો ઉઠાવ્યો હતો. મહત્વનું છે કે, દિપક શ્રીવાસ્તવના પિતા મધુ શ્રીવાસ્તવ ભાજપના જ ધારાસભ્ય છે.

આમ છતાં પાર્ટીએ તેમની ઉમેદવારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દિપક શ્રીવાસ્તવને ત્રણ બાળકો હોવાથી તેની ઉમેદવારી રદ કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર ગાઈડ લાઈન પ્રમાણે જે ઉમેદવારને ત્રણ બાળકો હશે. તેમની ઉમેદવારી માન્ય રખાશે નહીં. જો કે, દિપક શ્રીવાસ્તવે કહ્યું કે, મારે બે સંતાનો જ છે. ત્રણ નથી. 

ફોર્મ રદ થતા ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ કરાઇ હતી

વડોદરામાં ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ કરાઈ હતી અપક્ષ ઉમેદવારી ફોર્મ રદ થવાની આશંકાએ દીપક શ્રીવાસ્તવના સમર્થકોએ રોષમાં આવી તોડફોડ કરવામાં આવી હતી. ત્યાર બાદ જિલ્લા પંચાયત કચેરી પર ભાજપના આગેવાનો પહોચ્યા હતા. આ સાથે પોલીસના ધાડેધાડા જિલ્લા પંચાયત ભવન ખાતે તૈનાત કરાયા હતા. DCP,SP, પીઆઈ કક્ષાના પોલીસ અધિકારીઓનો કાફલો પણ પહોચ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

MLA madhu srivastav vadodara ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વડોદરા local body election 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ