બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Gas Limited has reduced PNG and CNG prices

આનંદ / ગુજરાતના આ શહેરના CNG-PNG ધારકો માટે રાહતના સમાચાર, ભાવમાં કરાયો મોટો ઘટાડો, વેટ ઘટતા કરાઇ જાહેરાત

Vishnu

Last Updated: 09:46 PM, 18 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહત્વનું છે કે ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

  • વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ PNG અને CNGમાં કર્યો ઘટાડો
  • રાજ્ય સરકારે વેટ ઘટાડતા વડોદરા ગેસ લિમિટેડે લોકોને આપી રાહત

દિવાળી પહેલા ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યના 38 લાખ LPG ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું કે, ' ઉજ્જવલા યોજના અંતર્ગત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલિન્ડર મફત અપાશે. ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જ જમા થઇ જશે. ગેસ સિલિન્ડર માટે કુલ 650 કરોડની રાહત અપાશે. તેમજ CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.'

વડોદરાવાસીઓ માટે ખુશખબર
ત્યારે હવે ગુજરાત સરકારે વેટમાં મોટો ઘટાડો કરતાં હવે ગેસ કંપની દ્વારા પણ ભાવ ઘટાડા જાહેરાત કરવામાં આવી છે. વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ PNG અને CNGમાં ઘટાડો કર્યો છે. ઘરગથ્થુ પાઇપલાઇનથી અપાતા ગેસ PNGમાં પ્રતિ યુનિટ દીઠ 4.40 રૂપિયાનો ઘટાડો કર્યો છે. PNGનો નવો ભાવ 46.20 રૂપિયા થયો છે. તો બીજી તરફ CNGના ભાવમાં 7.40 રૂપિયાનો ઘટાડો કર્યો છે.  CNGનો નવો ભાવ પ્રતિ કિલો 77.60 રૂપિયા થયો છે પહેલા  85 રૂપિયા પ્રતિ કિલો હતો. વડોદરા ગેસ લિમિટેડના ધારકો માટે આવતીકાલથી ભાવ ઘટાડો અમલમાં મુકાશે. રાજ્ય સરકારે વેટ ઘટાડતા લોકોને આ રાહત આપવામાં આવી છે.

ગરીબ અને મધ્યમ વર્ગ થશે રાહત
રાજ્યમાં એકતરફ મોંઘવારી ઘટવાનું નામ નથી લઇ રહી. એમાંય હવે તો દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે. ત્યારે મોંઘવારી સામાન્ય જનતા પર એક બોજો બની ગઇ છે. સામાન્ય અને ગરીબ વર્ગના પરિવારોને તો આ મોંઘવારીમાં તહેવારો ઉજવવું મુશ્કેલ બની જાય છે. એવામાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કરતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આકર્ષક દિવાળી 'ગિફ્ટ' આપી છે. જે બાદ કંપની પણ ગેસના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી રહી છે. 

દિવાળી પહેલા ગુજરાત સરકારની ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મહત્વની જાહેરાત

  • ગેસ સિલિન્ડર માટે કુલ રૂ.650 કરોડની રાહતની જાહેરાત
  • ઉજ્જવલા યોજના હેઠળ વર્ષમાં બે સિલિન્ડર મફત આપવામાં આવશે
  • ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જમા થઇ જશે
  • CNG-PNG ના વેટમાં પણ રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ