બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / નહીં સુધરે આ અસામાજીક તત્વો, વડોદરામાં ફરી ગણેશ પંડાલ નજીક કરાયો કાંકરીચાળો!

કાંકરીચાળો / નહીં સુધરે આ અસામાજીક તત્વો, વડોદરામાં ફરી ગણેશ પંડાલ નજીક કરાયો કાંકરીચાળો!

Last Updated: 10:27 AM, 1 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ફરી એક વખત શાંતિ ડહોળવાનો પ્રયાસ કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો છે.

વડોદરામાં થોડા સમય પહેલા વિધર્મીઓ દ્વારા ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે મામલે પોલીસ દ્વારા વિધર્મીઓને ઝડપી પાડી તેઓની સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. ગત રોજ રાત્રીના સુમારે ફરી વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગણેશ પંડાલ પાસે કાંકરીચાળો કરવામાં આવ્યો હતો. દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર નજીક આ ઘટના બનવા પામી હતી. સિદ્ધિ વિનાયક યુવક મંડળના પ્રમુખે આ મામલે પોલીસને જાણ કરી હતી. તેમજ અસામાજિક તત્વોએ કાંકરીચાળો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

પોલીસે સ્લમ ક્વાર્ટરમાં કોમ્બિંગ હાથ ધર્યું

આ બાબતે વડોદરા ડીસીપી ઝોન-3 ના અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, પોલીસને આ બાબતની જાણ થતા તાત્કાલીક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમજ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પોલીસે સ્લમ ક્વાર્ટરમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. દિવાળીપુરા સ્લમ ક્વાર્ટરમાં બંને જૂથના લોકો રહે છે. અમે મામલાની ખરાઈ કરી રહ્યા છે. તેમજ ઘટના અફવા છે કે સાચી તેના માટે સીસીટીવી ફૂટેજ પણ તપાસ કરી રહ્યા છીએ.

અત્યારસુધી 8 આરોપીઓની પોલીસે કરી ધરપકડ, જેમાં 1 સગીર

થોડા સમય પહેલા વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકી શહેરની શાંતિ ભંગ કરવાના કેસમાં વડોદરા પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. માફિયા ગેંગના એડમિન જુનેદ સિંધી, સમીર અને અનસની અજમેરથી ધરપકડ કરી છે. અજમેર રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી ત્રણેય આરોપી પકડાયા હતા. વડોદરા પોલીસની ટીમ ત્રણેય આરોપીઓને લાવવા અજમેર પહોંચી છે. અત્યાર સુધી 8 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જેમાં એક સગીર છે.

ઇંડા ફેંકવા મામલે મોટો ખુલાસો થવા પામ્યો

વડોદરામાં શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવા મામલે મોટો ખુલાસો થવા પામ્યો છે. આરોપીઓએ ગણેશોત્સવ દરમિયાન તોફાન કરવા પૂર્વયોજિત ષડયંત્ર રચ્યું. વાડી ખાનગાહ મોહલ્લામાં માફિયા ગેંગની બેઠક મળી હતી. શ્રીજીની કોઈપણ સવારી નીકળે તેના પર ઇંડા ફેંકવાનો પ્લાન ઘડ્યો હતો. પોલીસે પકડેલા આરોપીઓની કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ કરી પૂછપરછ. આરોપીઓ સિમીના સ્લીપર સેલ સાથે સંકળાયેલા હોવાની આશંકા છે. માફિયા ગેંગના ગ્રુપમાંથી રાતોરાત મેસેજ ડિલીટ થયા, સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી.

આ પણ વાંચોઃ 1126 લોકોને ખોટી રીતે રાશન લેવું ભારે પડ્યું, ફટકારાઇ નોટિસ, માંગ્યો જવાબ

સાયબર ક્રાઈમ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી

વડોદરામાં ગણેશની મૂર્તિ પર ઈંડા ફેંકવા મામલે મોટો ખુલાસો થવા પામ્યો છે. પોલીસે પકડેલા આરોપીઓ કટ્ટર માનસિકતા ધરાવતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ અગાઉ સોશિયલ મીડિયા પર અનેક વાંધાજનક વીડિયો પોસ્ટ કર્યા છે. સાયબર ક્રાઈમ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આજે પોલીસે બંને આરોપીની તેજ વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું. આરોપીઓએ જાહેર માફી પણ માંગી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Diwalipura slum quarter Vadodara news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ