બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 1126 લોકોને ખોટી રીતે રાશન લેવું ભારે પડ્યું, ફટકારાઇ નોટિસ, માંગ્યો જવાબ

કાર્યવાહી / 1126 લોકોને ખોટી રીતે રાશન લેવું ભારે પડ્યું, ફટકારાઇ નોટિસ, માંગ્યો જવાબ

Last Updated: 09:38 AM, 1 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખોટી રીતે સરકારી રાશન મેળવનાર લોકોને સાણંદ મામલતદારે નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે.

સાણંદ તાલુકામાં ખોટી રીતે સરકારી રાશન મેળવતા લોકો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મામલતદાર કચેરી દ્વારા 1126 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે અને 7 દિવસની અંદર યોગ્ય ખુલાસો આપવા માટે કહેવામાં આવ્યું છે. જો આ લોકો યોગ્ય જવાબ આપી શકશે નહીં, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

33 લોકો એવા છે જેઓ કંપની કે પેઢીના માલિક

જોકે સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રાશન આપવામાં મૂલ્યવાન સહાય આપે છે. ત્યારે કેટલાક લોકો ભ્રષ્ટ રીતે લાભ ઉઠાવતા હોવાનું સામે આવ્યું છે. સરકારી તપાસમાં જાણવા મળ્યું છે કે 33 લોકો એવા છે જેઓ કંપની કે પેઢીના માલિક છે છતાં રાશન કાર્ડ ધારક તરીકે લાભ લઇ રહ્યા છે.

7 દિવસમાં ખુલાસો નહી કરે તો કાયદેસરની કાર્યવાહી

આ ઉપરાંત 713 લોકોની વાર્ષિક આવક છ લાખ રૂપિયાથી વધુ હોવાનું પણ સામે આવ્યું છે, જ્યારે રાશન માટે નક્કી કરેલ આવક મર્યાદા આ કરતા ઘણી ઓછી છે. વધુમાં, 7 વ્યક્તિઓના બેંક ખાતામાં 25 લાખ રૂપિયાથી વધુનું ટર્નઓવર નોંધાયું છે, જે સ્પષ્ટ રીતે આયોગ્યતા દર્શાવે છે.

55 લાખ લોકોને નોટિસ પાઠવવામાં આવી

ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ રાજ્યભરના અપાત્ર NFSA રેશનકાર્ડ ધારકો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે. 75 લાખ જેટલા NFSA કાર્ડ ધારકોમાંથી આશરે 55 લાખ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસ એવી વ્યક્તિઓ માટે છે કે જેમની આર્થિક સ્થિતિ મજબૂત હોવા છતાં તેઓ હજુ પણ ગરીબો માટેની અનાજ સહાય યોજનાનો લાભ લઈ રહ્યાં છે. જેમ કે

  • આવકવેરો (ઇન્કમટેક્સ) ભરનારા
  • મોટી જમીન ધરાવતા જમીનમાલિકો
  • GST ચુકવતા વેપારીઓ
  • કંપનીના ડાયરેક્ટરો
  • આ ઉપરાંત મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે ચાલતા કાર્ડ પણ નોંધાયા છે

શું કરવું પડશે નોટિસ મળનારોએ?

જેઓને નોટિસ મળી છે તેમને જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં પોતાનું સ્પષ્ટીકરણ આપવું પડશે. ત્યારબાદ, તાલુકા સ્તરે રચાયેલી એક વિશેષ કમિટી તેમના કેસની સમીક્ષા કરશે.

  • જો તેમની વાત માન્ય મનાશે તો તેમનું રેશનકાર્ડ ચાલુ રહેશે.
  • જો સ્પષ્ટીકરણ અસ્વીકારાય જશે, તો તેમનું નામ non-NFSA કેટેગરીમાં સ્થાનાંતરિત કરવામાં આવશે.
  • non-NFSA કેટેગરીમાં શું થશે?

જે કાર્ડ non-NFSA હેઠળ આવશે, તેઓને હવે મફતમાં કે સસ્તા ભાવે અનાજ મળવાનું બંધ કરી દેવાશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ છે કે યોગ્ય લાભાર્થીઓ સુધી જ સહાય પહોંચે અને ભ્રષ્ટાચાર પર લગામ મૂકાઈ શકે.

આ પણ વાંચોઃ નહીં સુધરે આ અસામાજીક તત્વો, વડોદરામાં ફરી ગણેશ પંડાલ નજીક કરાયો કાંકરીચાળો!

આંકડા અને મુદ્દાઓ

આ કાર્યવાહીથી એ સ્પષ્ટ થાય છે કે અનેક લોકોને લાંબા સમયથી ગરીબોની માટેની યોજના હેઠળ અનાજ મળી રહ્યું છે, ભલે તેઓ તેની પાત્રતા ન ધરાવતા હોય. સરકારના આ પગલાથી વાસ્તવમાં જરૂરીયાતમંદ પરિવારોને યોગ્ય રીતે સહાય પહોંચાડવા તરફ નવો રસ્તો ખુલશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sanand News Sanand Mamlatdar Sanand
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ