બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Crime Branch nabs fake CMO officer who is absconding from police custody

કાર્યવાહી / પોલીસ જાપ્તામાંથી ફરાર નકલી CMO ઓફિસરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો મિઝોરમ બોર્ડરેથી, દુષ્કર્મ કેસમાં હતો આરોપી

Priyakant

Last Updated: 03:29 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viraj Patel Latest News:

  • વડોદરા પોલીસ જાપ્તામાંથી ફરાર નકલી CMO ઓફિસર વિરાજ પટેલ પકડાયો 
  • મુંબઈની મોડલ સાથે ઓફિસરની ખોટી ઓળખ આપી આચર્યુ હતું દુષ્કર્મ 
  • વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને PCB પોલીસે વિરાજ પટેલને પકડી પાડ્યો
  • 10-નવેમ્બરે વડોદરા કોર્ટમાંથી આરોપી ભાગી ગયો હતો 
  • પોલીસે 7000 કિલોમીટરની મુસાફરી કરી આસામ-મિઝોરમ બોર્ડર પરથી વિરાજને પકડ્યો 

Viraj Patel News : નકલી CMO ઓફિસર વિરાજ પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, 10 નવેમ્બરે  પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ નકલી CMO ઓફિસર વિરાજ પટેલ ફરી એકવાર વડોદરા પોલીસના સંકજામાં આવ્યો છે. નોંધનિય છે કે, વિરાજ પટેલે મુંબઈની મોડલ સાથે ઓફિસરની ખોટી ઓળખ આપી દુષ્કર્મ આચર્યુ હતું. આ તરફ અગાઉ કોર્ટમાં રજૂ કરતાં દરમિયાન આરોપી વિરાજ પટેલ ફરાર થઈ ગયા બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને PCB પોલીસે વિરાજ પટેલને પકડી પાડ્યો છે. 

ગુજરાતમાં ચકચાર મચાવનાર નકલી CMO ઓફિસર વિરાજ પટેલના કેસમાં મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ 10 નવેમ્બરે આરોપી વિરાજ પટેલ સહિત અન્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ આરોપી વિરાજ ભાગી ગયો હતો. જે બાદમાં વડોદરા પોલીસ તેને શોધવા કામે લાગી હતી. જેમાં ખાસ કરીને આરોપીને જેલમાં મળવા આવનાર, જેલમાં બેરેકમાં રહેલા આરોપીઓની પૂછપરછ કરાઈ હતી. આ દરમિયાન હવે આસામ-મિઝોરમ બોર્ડર પરથી આરોપી વિરાજ પટેલને પોલીસે દબોચી લીધો હતો. 

6500થી 7000 કિલોમીટર મુસાફરી કરી પોલીસે વિરાજને દબોચી લીધો 
આ તરફ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ વિરાજ પટેલને શોધવા પોલીસે કડક તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપીને જેલમાં મળવા આવનાર, જેલમાં બેરેકમાં રહેલા આરોપીઓની પૂછપરછ કરાઈ હતી. આ સાથે સરકારી નંબર પરથી કોણે ફોન કર્યો હતો તેની પણ પોલીસે તપાસ કરી હતી. વિગતો મુજબ વિરાજ પટેલ વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્હી ગયો હતો. જોકે વડોદરા પોલીસે 6500થી 7000 કિલોમીટર મુસાફરી કરી આરોપીને આસામ-મિઝોરમ બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે. આ સાથે હવે આરોપીને કોને નાણાકીય મદદ કરી તેની પોલીસ પૂછપરછ કરી રહી છે.

શું છે સમગ્ર મામલો ? 
મહાઠગ વિરાજ પટેલ પર મુંબઈની એક મોડલે વારંવાર દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ લગાવ્યો છે. તો વળી બીજી તરફ તેના ઠગના કારનામાં સામે આવી રહ્યાં છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. વડોદરામાં CMO ઓફિસરની ખોટી ઓળખ આપનારો ઠગ ઝડપાયા બાદ તેની પોલીસે સઘન તપાસ હાથ ધરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા.  વિરાજ પટેલે અત્યાર સુધી અનેક લોકો સાથે ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો છે. વર્ષ 2020માં ગૃહમંત્રી અમિત શાહની બહેનના દીકરાની ઓળખ આપી હતી તો આગ્રામાં ગૃહમંત્રી અમિત શાહ માટે ફાઈવ સ્ટાર હોટેલ ખરીદવાની વાત કરી હતી. આગ્રાના ધારાસભ્ય યોગેન્દ્ર ઉપાધ્યાયને ઠગવાનો પણ પ્રયાસ કર્યોનો ખુલ્યો છે.

2016માં ઉજ્જૈન MLA સાથે ઠગાઈ
વિરાજ શાહ તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી હતી વધુમાં તેણે 2016માં ઉજ્જૈન MLA મોહન યાદવ સાથે ઠગાઈ કરી હોવાનો પણ જાણવા મળ્યું છે તેમજ એક યુવતી સાથે પણ ગિફ્ટ સિટી માટે મોડેલિંગના નામે ઠગાઈ કરી હતી.  2022માં બોપલની યુવતી પાસેથી મોડેલિંગના નામે 50 હજાર રૂપિયા પડાવ્યા પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. ઠગ વિરાજ સામે અમદાવાદના જુદા-જુદા પોલીસ મથકોમાં ગુના દાખલ થયા છે.

ખોટી ઓળખ આપી આચર્યુ દુષ્કર્મ 
પોલીસે ઘટના સ્થળે પહોંચી CMOમાં તપાસ કરતા મહાઠગની પોલ ખુલી હતી. તેમજ ગિફ્ટ સિટીનો પ્રેસિડન્ટ પણ ન હોવાની વિગત સામે આવી હતી. જેથી ગોત્રી પોલીસે બોગસ દસ્તાવેજ બનાવી ઉપયોગ કરવા બદલ ગુનો નોંધ્યો હતો. તેમજ મહાઠગ વિરાજ પટેલે  મુબઈની મોડલને ગિફ્ટ સીટીની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપીને વિવિધ સ્થળે લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ લાગ્યો છે. સમગ્ર ઘટનાને લઈ મહાઠગ વિરાજ પટેલ વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ