ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Vadgam MLA Jignesh Mevani sentenced 6 months Ahmedabad Metro Politan Court

સજા / BIG NEWS : MLA જીગ્નેશ મેવાણી સહિત 19 આરોપીઓને 6-6 મહિનાની સજા, બાદમાં મળ્યા જામીન, જાણો શું છે કેસ

Published By: Hiren

Last Updated: 05:16 PM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડગામના MLA જીજ્ઞેશ મેવાણી સહિત 19 લોકોને અમદાવાદ મેટ્રો પોલિટન કોર્ટે 6 મહિનાની સજા ફટકારી છે. જાણો કયા મુદ્દે કોર્ટે સંભળાવી સજા...

ADVERTISEMENT

  • MLA જિગ્નેશ મેવાણીને કોર્ટે 6 મહિનાની સજા ફટકારી
  • રસ્તા રોકવાના કેસમાં 19 લોકોને 6 મહિનાની સજા, બાદમાં મળ્યા જામીન
  • વર્ષ 2016માં કાયદા ભવનનું નામ બદલવા મામલે કર્યો હતો વિરોધ

6 વર્ષ અગાઉ યુનિવર્સિટીમાં કાયદા ભવનનું નામ બદલવાને લઇને તોડફોડ કરવામાં આવી હતી. ત્યારે હવે આ કેસમાં કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીને અમદાવાદ મેટ્રો પોલિટન કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેમને છ મહિનાની સજા સંભળાવવામાં આવી છે. તો મેવાણી સહિત કુલ 19 લોકોને 6-6 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે. જોકે હવે તા. 17.10.2022 સુધી સેશન્સ કોર્ટમાં અપીલ સારું સજા પર સ્ટે મુકવામાં આવ્યો છે અને આરોપીઓને જામીનમુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર કેસ ?

અમદાવાદમાં વર્ષ 2016માં ગુજરાત યુનિવર્સિટી ખાતે બની રહેલા કાયદા ભવનને ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ આપવા કરવામાં આવેલ વિજય ચાર રસ્તા રોકવાના ગુનામાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નં.21 દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. નામ બદલવા મુદ્દે તોડફોડ પણ કરવામાં આવી હતી. આ તોડફોડ કેસમાં જિજ્ઞેશ મેવાણી સહિત 19 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ કુલ 19માંથી 7 આરોપીઓના મૃત્યુ થયા છે. કાયદા ભવનનું નામ બદલવાને લઇ યુનિવર્સિટીમાં થયેલી તોડફોડ કેસમાં મેટ્રોપોલીટન કોર્ટે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી સહિતના આરોપીઓને 6-6 મહિનાની સજા ફટકારવામાં આવી છે, જોકે આ કેસમાં કોર્ટ દ્વારા જામીન પણ આપવામાં આવ્યા છે. ત્યારે હવે જીજ્ઞેશ મેવાણી સેશન્સ કોર્ટમાં અપીલ કરશે.

અગાઉ 2 કેસમાં થઇ હતી ધરપકડ

અત્રે ઉલ્લેખનીય છે કે જીગ્નેશ મેવાણી હાલ જામીન પર બહાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરી હતી. ત્યારબાદ જીગ્નેશ મેવાણીને કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળી ગયા. જોકે, તેની થોડી જ ક્ષણોમાં પોલીસે જીજ્ઞેશ મેવાણીની પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસકર્મી સાથે ગેરવર્તણૂક કરવા બદલ ધરપકડ કરાઈ હતી. જોકે બાદમાં તેને આ કેસમાં પણ જામીન મળ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Jignesh Mevani ahmedabad vadgam અમદાવાદ જીગ્નેશ મેવાણી jignesh mevani case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ