બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / uttarakhand accident news bus carrying 33 pilgrims fell into ditch on gangotri highway

કરૂણતા / ઉત્તરાખંડ અકસ્માત: ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે શોક, ભાવનગરના 7 શ્રદ્ધાળુઓના થઇ ચૂક્યાં છે મોત

Malay

Last Updated: 04:24 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttarakhand Gangotri Accident: ઉત્તરાખંડમાં સર્જાયેલા બસ અકસ્માતમાં 7 શ્રદ્ધાળુઓના મૃત્યુ, અકસ્માતમાં પાલીતાણાના કરણજીત ભાટીનું મૃત્યુ થતાં ત્રણ સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા.

  • ઉત્તરાખંડમાં ખાનગી બસનો ગોજારો અકસ્માત 
  • ભાવનગરના 7 લોકોના અકસ્માતમાં મૃત્યુ 
  • મૃતક કરણજીત ભાટી ત્રણ સંતાનના પિતા
  • બે પુત્રી અને એક પુત્રએ ગુમાવી પિતાની છત્રછાયા

ઉત્તરાખંડમાં થયેલા અકસ્માતમાં ભાવનગરના 7 શ્રદ્ધાળુના મૃત્યુ થયા છે. ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર ગંગોત્રી યાત્રાધામથી પરત ફરતી વખતે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગંગના નજીક 100 મીટર ઊંડી ખીણમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાબકી હતી. બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બેરિયર તોડીને યાત્રાળુથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે આ મામલે 28 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઉત્તરાખંડના CM પુષ્કર ધામીએ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું  છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી છે. ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર 079 23251900 જાહેર કર્યો છે. ગુજરાત સરકાર સતત ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં છે. 

કરણજીતના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો 
ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઇવે સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા 7 મૃતકોમાંથી સૌથી નાની ઉંમરના કરણજીત ભાટી છે. 29 વર્ષીય કરણજીત ભાટીનું બસ અકસ્માતમાં મૃત્યુ થતાં ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આપને જણાવી દઈએ કે, અકસ્માતમાં મૃત્યુ પામેલા 29 વર્ષીય કરણજીત ભાટી બે પુત્રી અને એક પુત્રના પિતા હતા. કરણજીત ભાટીના અવસાનથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પતિનું અકસ્માતમાં મોત થતાં પત્ની આઘાતમાં સરી પડી છે. હાલ પરિવારજનો મૃતદેહ લેવા દેહરાદુંન જવા રવાના થયા છે. 

મૃતક કરણજીત ભાટી

કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, બસ નંબર (uk 07 8585) 35 યાત્રીઓને લઈને ગંગોત્રીથી ઉત્તરકાશી તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ મનેરી પોલીસ સ્ટેશન, એસડીઆરએફ અને એનડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. થોડીવારમાં ડીએમ અભિષેક રુહેલા અને એસપી અર્પણ યદુવંશી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મોડી સાંજ સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં 28 ઈજાગસ્તોને ખીણમાંથી બહાર કાઢીને હોસ્પિલટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

Uttarakhand bus accident: CM Bhupendra Patel says deeply saddened by the incident, Gujarat govt announces helpline number

35 લોકો બસમાં હતા સવાર
એસપી અર્પણ યદુવંશીએ જણાવ્યું હતું કે, બસમાં શ્રદ્ધાળુઓ અને ડ્રાઈવર અને હેલ્પર સહિત કુલ 35 લોકો સવાર હતા. જેમાંથી 7 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં ગણપત રાય મહેતા (ઉં.વ 61), દક્ષાબેન મહેતા (ઉં.વ 57), મીનાબેન ઉપાધ્યાય (ઉં.વ 51), રાજેશ મેર (ઉં.વ 40), ગીગાભાઈ ભામર (ઉં.વ 40), અનિરુદ્ધ જોશી (ઉં.વ 35) અને કરણજીત ભાટી (ઉં.વ 29) સામેલ છે. 

Image

ગુજરાત સરકારે જાહેર કર્યો છે હેલ્પલાઈન નંબર
ઉત્તરાખંડમાં સર્જાયેલ બસ દુર્ઘટનામાં ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારનાં ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ઈમરજન્સી  હેલ્પલાઈન ફોન નંબર 079 23251900  જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં સર્જાયેલ દુર્ઘટનાં બાબતે રાજ્યનાં રાહત કમિશ્નર આલોક પાંડેએ વિગતો આપતા જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં 7 ગુજરાતીઓનાં મોત નિપજ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ