બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Utqiaġvik witnesses last sunset of 2020 as sun will rise after 2 months now

અચરજ / અહીં સૂરજ આજે આથમી ગયો અને હવે ઉગશે આવતા વર્ષની આ તારીખે

Published By: Shalin

Last Updated: 07:10 PM, 20 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના સૌથી ઉત્તરમાં આવેલા નગરમાં બુધવારે 1:30 વાગે સૂર્યાસ્ત થયો હતો.

સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે આ સૂર્યાસ્ત આ નગરનો 2020ના વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત હતો. હવે અહીં પુરા 65 દિવસ સુધી સૂર્યોદય નહીં થાય. અહીંના નગરજનો 22 જાન્યુઆરી 2021 સુધી અંધકારમાં રહેશે.

વિચિત્ર વાત એ છે કે અહીં જયારે ફરી સૂર્યોદય થશે ત્યાં સુધી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બદલાઈને જો બાયડન થઇ ગયા હશે. અમેરિકાના અલાસ્કા રાજ્યના Utqiaġvik નગરમાં પોલર લાઈટ એ દર વર્ષે થતી ઘટના છે. અહીં હવે 2 મહિના સુધી સૂર્ય ક્ષિતિજની નીચે જ રહેશે. 

આ સૂર્યાસ્તનો એક સુંદર વીડિયો ત્યાંના એક સ્થાનિકે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો હતો. તેણે કહ્યું કે આ દ્રશ્ય જોઈને તેની આંખ ભીંજાઈ ગઈ હતી પણ હવે તે શાંતિભર્યા અંધકારને માણવા તૈયાર છે. 

શું છે પોલાર ડે અને પોલાર નાઈટ?

Utqiaġvik નગર આર્કટિકના ઉત્તર ધ્રુવની ખૂબ નજીક આવેલું છે. અહીં જયારે સૂર્યોદય થાય છે ત્યારે 2 મહિના સુધી સૂર્ય આથમતો નથી જેને પોલાર ડે કહે છે અને બીજી તરફ જયારે સૂર્યાસ્ત થાય છે ત્યારે 2 મહિના સુધી સૂર્ય ઉગતો નથી. આ લાંબી રાત્રીને પોલાર નાઈટ કહે છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Alaska અલાસ્કા usa

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ