બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકારી કર્મચારીઓ માટે કામના સમાચાર, UPSનું આ કામ નહીં કરો તો પેન્શન અટકશે

કામની વાત / સરકારી કર્મચારીઓ માટે કામના સમાચાર, UPSનું આ કામ નહીં કરો તો પેન્શન અટકશે

Last Updated: 11:34 PM, 24 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Utility News: કેન્દ્રીય કર્મચારીઓ માટે યૂપીએસ અપનાવવાની આ છેલ્લી તક છે.

Utility News: કેન્દ્રીય કર્મચારીઓ માટે યૂપીએસ અપનાવવાની આ છેલ્લી તક છે. તમે એશ્યોર્ડ પેન્શન માટે યૂપીએસ અપનાવવા માંગતા હો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. ચાલો અમે તમને આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ વિશે જણાવીએ.

કેન્દ્ર સરકારે યૂપીએસ પેન્શન અંગે એક અપડેટ બહાર પાડ્યું છે. જે કર્મચારીઓ હાલમાં NPS માં છે. જો તેઓ UPS પસંદ કરવા માંગતા હોય તો તેમની પાસે ફક્ત થોડા દિવસનો સમય છે. તેમણે 30 જૂન 2025 સુધીમાં તેના માટે અરજી કરવાની રહેશે. નહીં તો તેઓ એશ્યોર્ડ મંથલી પેન્શનથી વંચિત રહેશે. યુપીએસના લાભો મેળવી શકશે નહીં.

કેન્દ્ર સરકારે 1 એપ્રિલ 2025 ના યુનિફાઇડ પેન્શન યોજના લાગુ કરી હતી. NPS ના માળખા હેઠળ કર્મચારીઓને આ યોજનામાં માસિક ખાતરીપૂર્વક પેન્શન મળે છે. આ યોજના NPS થી અલગ છે. જો તમે UPS હેઠળ 25 વર્ષ કામ કર્યું છે. તો દર મહિને તમને છેલ્લા 12 મહિનાના તમારા સરેરાશ મૂળ પગારના 50% પેન્શન તરીકે મળશે.

ઉદાહરણ તરીકે જો તમારો મૂળ પગાર 50,000 રૂપિયા હતો, તો તમને ઓછામાં ઓછા 25,000 રૂપિયા માસિક પેન્શન મળશે. જો કોઈ વ્યક્તિ 10 વર્ષથી વધુ પરંતુ 25 વર્ષથી ઓછા સમય માટે કામ કરે છે, તો તેને પેન્શન પણ મળશે પરંતુ રકમ ઓછી હશે. બીજી બાજુ માર્કેટને એનપીએસ પેન્શનની રકમને અસર કરે છે. બજારના ઉતાર-ચઢાવ એનપીએસને અસર કરે છે.

Vtv App Promotion

UPSની એલિજિબિલિટી

કેન્દ્ર સરકારના કર્મચારીઓ જે હાલમાં NPS (નેશનલ પેન્શન સિસ્ટમ) હેઠળ છે.

જેમણે ઓછામાં ઓછા 25 વર્ષની સેવા પૂર્ણ કરી છે.

UPS (યુનિફાઇડ પેન્શન સ્કીમ) પસંદ કરવા માટે કર્મચારીઓએ એક ફોર્મ ભરીને તેમના વિભાગમાં સબમિટ કરવું પડશે.

જો કોઈ કર્મચારી 30 જૂન 2025 સુધીમાં UPS માટે અરજી નહીં કરે, તો તે NPSમાં રહેશે.

UPS પસંદ થયા પછી કર્મચારીને NPSમાં પાછા જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ હવેથી આ કામ માટે ડૉક્યુમેન્ટ્સ બીજીવાર જમા નહીં કરવા પડે! RBIએ KYC નિયમોમાં કર્યો ફેરફારનો પ્રસ્તાવ

છેલ્લી તારીખ લંબાવવામાં આવશે?

આ વર્ષે 1 એપ્રિલ 2025 ના કેન્દ્ર સરકાર દ્વારા UPS પેન્શન યોજના શરૂ કરવામાં આવી હતી. આ સાથે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ કહ્યું હતું કે જે કર્મચારીઓ એનપીએસ પસંદ કરે છે તેઓ 30 જૂન સુધી યુપીએસમાં જોડાવા માટે અરજી કરી શકે છે. જોકે તેની છેલ્લી તારીખ વધુ લંબાવવામાં આવશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UPS Monthly Pension Utility News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ