બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / હવેથી આ કામ માટે ડૉક્યુમેન્ટ્સ બીજીવાર જમા નહીં કરવા પડે! RBIએ KYC નિયમોમાં કર્યો ફેરફારનો પ્રસ્તાવ
Last Updated: 12:40 PM, 24 May 2025
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ તેના KYC માર્ગદર્શિકામાં સુધારા પ્રસ્તાવિત કર્યા છે. જેનો હેતુ નવા ગ્રાહકો ઉમેરવા અને ઓળખ દસ્તાવેજો અપડેટ કરવાની પ્રોસેસને સરળ બનાવવાનો છે. આ પહેલ કસ્ટમરના પ્રતિસાદના આધારે સીધી રીતે લેવામાં આવી છે અને તેનો ઉદ્દેશ્ય બેંકો અને નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFCs) ના કાર્યને ઈઝી બનાવવાનો છે.
ADVERTISEMENT
આ પગલું RBI ગવર્નર સંજય મલ્હોત્રાના તે વિઝનને અનુરૂપ છે જેમાં વારંવાર એક જ દસ્તાવેજ માંગવાની પ્રથાને દૂર કરવા પર જોર છે. તેમને માર્ચમાં જણાવ્યુંહતું કે આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે એકવાર ગ્રાહકે નાણાકીય સંસ્થાને દસ્તાવેજો આપ્યા બાદ તે જ દસ્તાવેજ ફરીથી માંગવામાં ન આવે.
ADVERTISEMENT
RBI હવે ગ્રાહકોને તે પરમિશન આપશે કે ગ્રાહક પોતાના કોઈ પણ બેક બ્રાન્ચમાં કે સંસ્થાના ઓફિસ પર જઈને KYC અપડેટ કરાવી શકશે, જ્યાં તેમનું એકાઉન્ટ હોય. સાથે જ આધાર OTP-આધારિત e-KYC અને વીડિયો-આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયા (V-CIP) ને પણ અપડેટ માટે સ્વીકારવામાં આવશે, જેનાથી ગ્રાહકોને વધુ વિકલ્પો મળશે.
નવા નિયમો હેઠળ જે ગ્રાહકોએ આધાર નિયમ હેઠળ જે ગ્રાહકોને આધાર બાયોમેટ્રિક ઈ-કેવાયસી દ્વારા રૂબરૂ ઓનબોર્ડિંગ કરાવ્યું છે, તેઓ જો તેમનું વર્તમાન સરનામું UIDAI ડેટાબેઝમાં નોંધાયેલા સરનામાથી અલગ હોય તો સેલ્ફ ડીક્લેરેશન આપી શકશે. પણ અન ફેસ ટુ ફેસ ઓનબોર્ડિંગવાળા ખાતાઓમાં કડક નિરીક્ષણ કરવામાં આવશે અને એક વર્ષની અંદર સંપૂર્ણ ચકાસણી જરૂરી રહેશે.
આ ફેરફારો ખાસ કરીને તે ફરિયાદોનું સમાધાન કરવા માટે છે જે નિયમિત KYC અપડેટ પ્રોસેસમાં મુશ્કેલીઓ અને સરકારી યોજનાઓ હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ખાતાઓમાં વિલંબને કારણે ઊભી થઈ છે. RBIએ આ પ્રસ્તાવિત નિયમો પર જનતા પાસેથી સૂચનો મંગાવ્યા છે જેથી તેમને અંતિમ સ્વરૂપ આપી શકાય. સામાન્ય લોકો 6 જૂન સુધી દરખાસ્તો પર પોતાના સૂચનો આપી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.